MS ધોનીને સુપ્રીમ કોર્ટે નોટીસ મોકલી, 150 કરોડ રુપિયાની લેવડ-દેવડનો છે મામલો
MS Dhoni Supreme Court Notice: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સુપ્રીમ કોર્ટે તરફથી નોટીસ ફટકારવામાં આવી છે.
MS Dhoni Supreme Court Notice: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સુપ્રીમ કોર્ટે તરફથી નોટીસ ફટકારવામાં આવી છે. આમ્રપાલી ગ્રુપના ફ્લેટ્સ આપવાને લઈ વિવાદ ચાલી રહ્યો છે જે મામલે આજે 25 જુલાઈ સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની સાથે જોડાયેલો મામલે પણ સામે આવ્યો હતો.
એમએસ ધોનીને આમ્રપાલી ગ્રુપ તરફથી 150 કરોડ રુપિયા લેવના નિકળે છે. બીજી તરફ ગ્રુપના ગ્રાહકોએ બુક કરાવેલા ફ્લેટ્સ તેમને નથી મળી રહ્યા ત્યારે આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ પછી હવે સુપ્રીમ કોર્ટ તરફથી આમ્રપાલી ગ્રુપ અને MS ધોનીને નોટીસ મોકલવામાં આવી છે.
શું છે મામલોઃ
આમ્રપાલી ગ્રુપના ફ્લેટ્સની સ્કિમમાં લોકોએ ફ્લેટ્સ ખરીદ્યા હતા પરંતુ તેમને હજી સુધી ફ્લેટ નથી મળ્યા. ત્યારે ગ્રુપના ગ્રાહકો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે. આમ્રપાલી ગ્રુપના આ પીડિત ગ્રાહકોનું કહેવું છે કે, દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં જે કમિટીનું ગઠન કર્યું હતું તેની સામે MS ધોનીએ આમ્રપાલી ગ્રુપ પાસેથી પોતાના બાકી લેવાના નિકળતા 150 કરોડ રુપિયાનો કેસ પણ લઈ ગયા છે. ધોની આમ્રપાલી ગ્રુપનો બ્રાંડ એમ્બેસેડર હતો અને તેણે કેટલકી જાહેરાતો પણ શૂટ કરાવી હતી. આ જાહેરાતોની ફી પેટે ધોનીને ગ્રુપ પાસેથી 150 કરોડ રુપિયા મળવાના હતા. હવે પીડિત ગ્રાહકોનું કહેવું છે કે, જો આમ્રપાલી ગ્રુપ એમએસ ધોનીના બાકી લેવાના રુપિયા 150 કરોડ આપશે તો તેમને ફ્લેટ્સ નહી મળે.
આ સમગ્ર બાબતે હવે સુપ્રીમ કોર્ટે આજે મહેન્દ્ર સિંહ ધોની અને આમ્રપાલી ગ્રુપને નોટીસ પાઠવી છે. નોટીસ પાઠવીને સુપ્રીમ કોર્ટે આમ્રપાલી ગ્રુપ અને એમએસ ધોનીને તેમનનો પક્ષ રજૂ કરવા માટે કહ્યું છે. જો કે, દિલ્હી હાઈકોર્ટે બનાવેલી મધ્યસ્થતા કમિટીની સુનાવણી કે, કમિટીની કામગીરી પર રોક લગાવા માટે કોઈ આદેશ નથી આપ્યો.