શોધખોળ કરો

IND vs SA 2nd T20: આજે ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટી20 મેચ, જાણો ક્યાંથી ફ્રીમાં જોઇ શકશો

India vs South Africa 2nd T20: ટીમ ઈન્ડિયા આ સીરીઝમાં ચાર મેચ રમશે. આ સીરીઝ ટીવી ચેનલ Sports18 પર જોઈ શકાશે

India vs South Africa 2nd T20: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી20 સીરીઝની બીજી મેચ આજે એટલે કે રવિવારે રમાશે. આ મેચ સેન્ટ જ્યૉર્જ પાર્ક સ્ટેડિયમ, ગકેબેહરામાં રમાશે. ટીમ ઈન્ડિયાએ સીરીઝની પ્રથમ મેચમાં જોરદાર જીત નોંધાવી હતી. હવે બીજી મેચની તૈયારીઓ ચાલી રહી છે. ચાહકો આ મેચને મફતમાં લાઈવ જોઈ શકશે. તેને ટીવીની સાથે મોબાઈલ એપ પર પણ જોઈ શકાય છે. બીજી મહત્વની વાત એ છે કે આ મેચનો સમય અલગ હશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી મેચ આજે- રવિવારે સેન્ટ જ્યૉર્જ પાર્ક સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. જ્યારે પ્રથમ મેચ રાત્રે 8.30 વાગ્યાથી રમાઈ હતી. પ્રથમ મેચ ડરબનમાં યોજાઈ હતી. આ કારણોસર તેમનો સમય અલગ હતો.

ભારત-દક્ષિણ આફ્રિકા મેચ ફ્રીમાં લાઇવ જોઇ શકશે દર્શક 
ટીમ ઈન્ડિયા આ સીરીઝમાં ચાર મેચ રમશે. આ સીરીઝ ટીવી ચેનલ Sports18 પર જોઈ શકાશે. જો દર્શકો બીજી ટી20 મેચ મોબાઈલ પર જોવા ઈચ્છે છે તો આ પણ શક્ય છે. આ માટે તમારે Jio Cinema એપ ડાઉનલૉડ કરવી પડશે. અહીં તમે મફતમાં મેચ લાઈવ જોઈ શકો છો.

બીજી ટી20 દરમિયાન કેવું રહેશે હવામાન  
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી મેચના દિવસે હવામાન ઠંડુ રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહી શકે છે. વરસાદની સંભાવના ઘણી ઓછી છે. તેથી મેચ દરમિયાન કોઈ સમસ્યા સર્જાવાની શક્યતા નહિવત છે.

સંજૂની વિસ્ફોટક સદી 
ભારતે ટી20 સીરીઝની પ્રથમ મેચ 61 રને જીતી લીધી હતી. દક્ષિણ આફ્રિકા સામેની આ મેચમાં સંજૂ સેમસને વિસ્ફોટક સદી ફટકારી હતી. તેણે 50 બોલનો સામનો કરીને 107 રન બનાવ્યા હતા. સેમસનની આ ઇનિંગમાં 10 છગ્ગા અને 7 ચોગ્ગા સામેલ હતા. તિલક વર્માએ 18 બોલમાં 33 રન બનાવ્યા હતા. તેણે 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ રીતે ભારતે 202 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 141 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ પણ વાંચો

BCCI ની સ્પષ્ટતા, ચેમ્પિયન્સ ટ્રૉફી રમવા પાકિસ્તાન નહીં જાય ભારતીય ટીમ, જાણો હવે આયોજન કેવી રીતે થશે ? 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vav bypoll 2024: વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને અપક્ષનું અંતિમ શક્તિપ્રદર્શન આજે
વાવ પેટાચૂંટણી: કોંગ્રેસ અને અપક્ષનું અંતિમ શક્તિપ્રદર્શન આજે
IPS અભયસિંહ ચુડાસમાએ રાજકારણમાં આવવાને લઈને કર્યો મોટો ખુલાસો, કહ્યું – રાજકારણ મારું ક્ષેત્ર....
IPS અભયસિંહ ચુડાસમાએ રાજકારણમાં આવવાને લઈને કર્યો મોટો ખુલાસો, કહ્યું – રાજકારણ મારું ક્ષેત્ર....
'મક્કામાં 40 કિલોમીટર પહેલાં જ..', મહાકુંભમાં મુસ્લિમોના પ્રતિબંધની વાત પર બોલ્યા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
'મક્કામાં 40 કિલોમીટર પહેલાં જ..', મહાકુંભમાં મુસ્લિમોના પ્રતિબંધની વાત પર બોલ્યા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
IPO Calendar: પૈસા તૈયાર રાખો, આ અઠવાડિયે 3 નવા IPO લૉન્ચ થઈ રહ્યા છે, જાણો GMP સહિત અન્ય વિગતો
આ અઠવાડિયે 3 નવા IPO લૉન્ચ થઈ રહ્યા છે, જાણો GMP સહિત અન્ય વિગતો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vav Bypoll Election: કોંગ્રેસ અને અપક્ષનું શક્તિ પ્રદર્શન |Mavaji Patel | Gulabsinh | Abp AsmitaCanada Fast Track Study VISA: કેનેડા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને મોટો ઝટકો, સરકારનો વિચિત્ર નિર્ણયGujarat Crime News : ગુજરાતમાં એક જ દિવસમાં 5 હત્યાથી ખળભળાટHun To Bolish: હું તો બોલીશ : વાવમાં વાવાઝોડું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vav bypoll 2024: વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને અપક્ષનું અંતિમ શક્તિપ્રદર્શન આજે
વાવ પેટાચૂંટણી: કોંગ્રેસ અને અપક્ષનું અંતિમ શક્તિપ્રદર્શન આજે
IPS અભયસિંહ ચુડાસમાએ રાજકારણમાં આવવાને લઈને કર્યો મોટો ખુલાસો, કહ્યું – રાજકારણ મારું ક્ષેત્ર....
IPS અભયસિંહ ચુડાસમાએ રાજકારણમાં આવવાને લઈને કર્યો મોટો ખુલાસો, કહ્યું – રાજકારણ મારું ક્ષેત્ર....
'મક્કામાં 40 કિલોમીટર પહેલાં જ..', મહાકુંભમાં મુસ્લિમોના પ્રતિબંધની વાત પર બોલ્યા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
'મક્કામાં 40 કિલોમીટર પહેલાં જ..', મહાકુંભમાં મુસ્લિમોના પ્રતિબંધની વાત પર બોલ્યા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ
IPO Calendar: પૈસા તૈયાર રાખો, આ અઠવાડિયે 3 નવા IPO લૉન્ચ થઈ રહ્યા છે, જાણો GMP સહિત અન્ય વિગતો
આ અઠવાડિયે 3 નવા IPO લૉન્ચ થઈ રહ્યા છે, જાણો GMP સહિત અન્ય વિગતો
IND vs SA: બીજી T20માં સેન્ચુરી ફટકારનાર સંજુ સેમસન થશે બહાર? આવી હશે દક્ષિણ આફ્રિકા સામે ભારતની પ્લેઇંગ 11
બીજી T20માં સેન્ચુરી ફટકારનાર સંજુ સેમસન થશે બહાર? આવી હશે દક્ષિણ આફ્રિકા સામે ભારતની પ્લેઇંગ 11
યુપીના આ ગામમાં 35થી વધુ કુંવારી છોકરીઓ ગર્ભવતી થઈ ગઈ! પરિવારજનોના હોશ ઉડી ગયા
યુપીના આ ગામમાં 35થી વધુ કુંવારી છોકરીઓ ગર્ભવતી થઈ ગઈ! પરિવારજનોના હોશ ઉડી ગયા
'પત્નીને ટોણા મારવા, તેને TV ન જોવા દેવું એ ક્રૂરતા નથી', બોમ્બે HCની મહત્વપૂર્ણ ટિપ્પણી
'પત્નીને ટોણા મારવા, તેને TV ન જોવા દેવું એ ક્રૂરતા નથી', બોમ્બે HCની મહત્વપૂર્ણ ટિપ્પણી
SC On Bulldozer Justice: અધિકારીને કારણ વગર કોઈના મકાન તોડવાની સત્તા નથી, બુલડોઝરથી ડરાવીને લોકોનો અવાજ ન દબાવી શકાય: સુપ્રીમ કોર્ટ
અધિકારીને કારણ વગર કોઈના મકાન તોડવાની સત્તા નથી, બુલડોઝરથી ડરાવીને લોકોનો અવાજ ન દબાવી શકાય: સુપ્રીમ કોર્ટ
Embed widget