T20 વર્લ્ડકપમાંથી ટીમ ઈન્ડિયા બહાર ફેંકાતા સેહવાગે ટ્રોલ કરીને શું કહ્યું ? જુઓ કેવા મીમ્સ થયા વાયરલ
T20 World Cup 2021: અફઘાનિસ્તાન ન્યૂઝીલેન્ડ સામે જીત્યું હોત તો ભારત માટે સેમિ ફાઈનલના દરવાજા ખૂલી શકતા હતો પરંતુ આમ ન થતાં ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે.
T20 World Cup 2021: ન્યૂઝીલેન્ડની અફઘાનિસ્તાન સામે 8 વિકેટથી જીત સાથે જ ભારત ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ ટી20 વર્લ્ડકપની સેમિ ફાઈનલમાંથી ફેંકાઈ ગયું છે. ભારત બહાર થતાં જ ફેન્સ અલગ અલગ અંદાજમાં રોષ વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક ફેન્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટીમ ઈન્ડિયાને જોરદાર ટ્રોલ કરી છે અને આ અંગેના અમુક મીમ્સ પણ વાયરલ થયા છે.
આ લિસ્ટમાં ભારતના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગનું નામ પણ સામેલ છે. સેહવાગે મીમ દ્વારા ટીમ ઈન્ડિયાની ફિરકી ઉતારી છે. તેણે વર્લ્ડકપમાંથી ભારતીય ટીમ બહાર થવા પર રાહુલ ગાંધીનો ફોટો શેર કરીને લખ્યું, ખતમ, બાય-બાય, ટાટા, ગુડ બાય.
India’s campaign at the #ICCT20WorldCup pic.twitter.com/VhsdiQld8I
— Virender Sehwag (@virendersehwag) November 7, 2021
ફિલ્મોના સીન શેર કરીને પણ ટીમ ઈન્ડિયાને ટ્રોલ કરવામાં આવી રહી છે.
Journey of Team India in this World Cup explained.#ICCT20WorldCup pic.twitter.com/R0epEkk7bF
— Krishna (@Atheist_Krishna) November 7, 2021
પાકિસ્તાન સરકારના સૂચના અને પ્રસારણ મંત્રી ફવાદ હુસૈને પણ એક ટ્વીટ કરીને ટીમ ઈન્ડિયાને ટ્રોલ કરી છે. તેમણે લખ્યું, જો ટીમ ઈન્ડિયા નામીબિયાને 3 ઓવરમાં હરાવી દે તો જલ્દી એરપોર્ટ પહોંચી શકે છે.
**BIG NEWS FOR INDIA**
— Ch Fawad Hussain (@fawadchaudhry) November 7, 2021
If they finish the match in 3 overs against Namibia tomorrow, they can reach airport early. (As Rcvd) #Endia #ICCT20WorldCup
એક યૂઝરે ભારતની આશા પર પાણી ફેરવી દેનારા અફઘાનિસ્તાન પર વ્યંગ કર્યો છે.
Indians to Afganistan rn#NZvAFG pic.twitter.com/tadzQMftOa
— Abhinav Sharma (@step_memer) November 7, 2021
Indian fans to.@BCCI #NZvAFG#NZvsAfg pic.twitter.com/H5gEJcLIcc
— king Wankhede (@lordinthetown) November 7, 2021
સેમિ ફાઈનલમાં કઈ ટીમની કોની સામે ટક્કર
10 નવેમ્બરઃ સેમિ ફાઈનલ 1- ઈંગ્લેન્ડ વિ ન્યૂઝીલેન્ડ
11 નવેમ્બરઃ સેમિ ફાઈનલ 2 ઓસ્ટ્રેલિયા વિ પાકિસ્તાન
બે સુપર ટીમો 14મી નવેમ્બરે 2021ના દિવસે સાંજે 7.30 વાગે આઇસીસી ટી20 વર્લ્ડકપ પર કબજો જમાવવા મેદાનમાં ઉતરશે અને ત્યારબાદ એક નવું ટી20 ચેમ્પિયન મળશે.
સેમિ ફાઈનલમાં પહોંચનારી ટીમોની કેવી રહી સફર
પાકિસ્તાન – 5 મેચ, 5 જીત
ઓસ્ટ્રેલિયા – 5 મેચ, 4 જીત, 1 હાર
ઈંગ્લેન્ડ – 5 મેચ, 4 જીત, 1 હાર
ન્યૂઝીલેન્ડ – 5 મેચ, 4 જીત, 1 હાર