શોધખોળ કરો

T20 World Cup 2021: બાબર આઝમે તોડ્યો કોહલીનો મોટો રેકોર્ડ, જાણો કોણ કોણ છે લિસ્ટમાં

T20 WC: અફઘાનિસ્તાનને 5 વિકેટથી હાર આપવા દરમિયાન પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે 51 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે ભારતના કેપ્ટન વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડ્યો હતો.

T20 World Cup: ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાન શાનદાર દેખાવ કરી રહ્યું છે. ભારત, ન્યૂઝીલેન્ડ અને ગઈકાલે અફઘાનિસ્તાનને હરાવવાની સાથે પાકિસ્તાનનું સેમી ફાઇનલમાં પહોંચવાનું નક્કી થઈ ગયું છે. અફઘાનિસ્તાનને 5 વિકેટથી હાર આપવા દરમિયાન પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે 51 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે ભારતના કેપ્ટન વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડ્યો હતો.

આ લિસ્ટમાં કોણ કોણ છે

બાબર આઝમે ટી20 ઈન્ટરનેશનલમાં માત્ર 26 ઈનિંગમાં જ હજાર રન પૂરા કરવાની ઉપલબ્ધિ મેળવી હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કહોલીએ કેપ્ટન તરીકે ટી20 ઈન્ટરનેશનલમાં હજાર રન પૂરા કરવા માટે 30 ઈનિંગ લીધી હતી. સાઉથ આફ્રિકાના ફાફ ડુપ્લેસિસે 31, ઓસ્ટ્રેલિયાના એરોન ફિંચે 32 અને ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને 36 ઈનિંગમાં આ સિદ્ધી મેળવી હતી.

ટીમ ઈન્ડિયા માટે સેમિફાઈનલનો રસ્તો ઘણો મુશ્કેલ, ટીમ સામે અનેક પડકારો

ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમને પહેલી જ મેચમાં તેના કટ્ટર હરીફ પાકિસ્તાનના હાથે 10 વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. વર્લ્ડકપની શરૂઆત પહેલા જીતની મુખ્ય દાવેદાર ટીમ ઈન્ડિયા માટે સેમીફાઈનલનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે. ચાલો જાણીએ એવા ત્રણ કારણો જેના કારણે ટીમ ઈન્ડિયા માટે આગળનો રસ્તો મુશ્કેલ દેખાઈ રહ્યો છે.

  • ટીમે જીતવી પડશે તેની તમામ મેચ - ટીમ ઈન્ડિયાએ હવે સેમીફાઈનલની રેસમાં રહેવા માટે તેની તમામ મેચ જીતવી પડશે. જો કે ન્યૂઝીલેન્ડ બાદ ટીમ ઈન્ડિયાની બાકીની ત્રણ મેચ સ્કોટલેન્ડ, નામિબિયા અને અફઘાનિસ્તાન જેવી ટીમોની છે. અલબત્ત, ભારતીય ટીમને સ્કોટલેન્ડ, અને નામિબિયાને હરાવવામાં બહુ મુશ્કેલી ન હોવી જોઈએ, પરંતુ અફઘાનિસ્તાન સામેની મેચ બરાબરી થઈ શકે છે. વાસ્તવમાં અફઘાનિસ્તાન ટીમની સ્પિન બોલિંગ ઘણી સારી છે. રાશિદ ખાન અને મુજીબ ઉર રહેમાન ભારતીય બેટ્સમેનો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. જો ટીમ ન્યુઝીલેન્ડ સામે હારી જાય છે અને ન્યુઝીલેન્ડ તેની તમામ મેચ જીતી જાય છે તો ભારત માટે તે ઘણું મુશ્કેલ બની જશે.
  • વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ સામે સારું પ્રદર્શન રહ્યું નથી - ભારતની આગામી મેચ આવતીકાલે ન્યુઝીલેન્ડ સામે છે. તે જીતવું ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ તે એટલું સરળ નહીં હોય. વાસ્તવમાં વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ન્યુઝીલેન્ડ સામે સારું રહ્યું નથી. 2003ના વર્લ્ડ કપ બાદથી ભારત માત્ર બંને ટીમો વચ્ચે રમાયેલી તમામ મેચોમાં હાર્યું છે. T20 વર્લ્ડ કપની વાત કરીએ તો બંને ટીમો વર્ષ 2007 અને 2016 T20 વર્લ્ડ કપ સહિત બે વખત આમને સામને આવી ચુકી છે અને બંને મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. મેચ પહેલા ભારતીય ટીમ પર પણ દબાણ રહેશે.
  • બોલિંગમાં પ્રદર્શન નબળું - છેલ્લા બે વર્ષમાં ટીમ ઈન્ડિયાના સારા પ્રદર્શનમાં બોલરોએ મહત્વની ભૂમિકા ભજવી છે, ખાસ કરીને ઝડપી બોલરો. હાલમાં ટીમની બોલિંગમાં તે ધાર દેખાતી નથી. પ્રથમ મેચમાં ભારતીય બોલરો એક પણ બેટ્સમેનને આઉટ કરી શક્યા ન હતા. મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. બીજી તરફ સ્પિન બોલિંગની વાત કરવામાં આવે તો અત્યાર સુધી ટીમ ઈન્ડિયા એ નક્કી કરી શકી નથી કે સ્પિન સાથે કયું કોમ્બિનેશન રાખવું. છેલ્લી મેચમાં અશ્વિન જેવા અનુભવી બોલરને બેસાડી વરુણ ચક્રવર્તીને રમાડવામાં આવ્યો હતો જે ખોટો નિર્ણય સાબિત થયો હતો. અશ્વિન સિવાય ત્રીજો સ્પિનર ​​રાહુલ ચહર છે, તેની પાસે અનુભવનો અભાવ છે. આવી સ્થિતિમાં ફાસ્ટ બોલિંગ સિવાય ભારતની ટીમ સ્પિનમાં એટલી મજબૂત દેખાતી નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા 181 રનમાં ઓલઆઉટ,ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરોએ મચાવ્યો તરખાટ
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
Rohit Sharma: સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ રોહિત શર્માએ નિવૃત્તિને લઈને કર્યો મોટો ધડાકો
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
Ekadashi 2025 List: 2025મા આવશે 24 એકાદશી, યજ્ઞ કરતાં પણ સારુ ફળ આપે છે એકાદશી વ્રત,નોંધી લો તારીખ
Ekadashi 2025 List: 2025મા આવશે 24 એકાદશી, યજ્ઞ કરતાં પણ સારુ ફળ આપે છે એકાદશી વ્રત,નોંધી લો તારીખ
General Knowledge: શા માટે કંપનીઓ 99.9% કીટાણું મારવાનો દાવો કરે છે? હંમેશા કેવી રીતે બચી જાય છે 1 બેક્ટેરિયા?
General Knowledge: શા માટે કંપનીઓ 99.9% કીટાણું મારવાનો દાવો કરે છે? હંમેશા કેવી રીતે બચી જાય છે 1 બેક્ટેરિયા?
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
Embed widget