T20 World Cup 2022, IND vs PAK: ભારત-પાકિસ્તાન હાઈ વોલ્ટેજ મુકાબલા પહેલા વાયરલ થયા આવા memes, હસીને બઠ્ઠા વળી જશો
IND vs PAK: ભારતીય સમય પ્રમાણે બપોરે 1.30 થી રમાનાર આ મેચ માટે બંને ટીમ જીતવા માટે સમાન તક ધરાવે છે.
T20 World Cup 2022, IND vs PAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટી-20 વર્લ્ડકપનો એશિયાના ચાહકો માટે મેગા મુકાબલો જામશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 1.30 થી રમાનાર આ મેચ માટે બંને ટીમ જીતવા માટે સમાન તક ધરાવે છે.
ભારત માટે શું છે ચિંતાની વાત
જોકે પાકિસ્તાન કેપ્ટન બાબર આઝમ, વિકેટકિપર બેટ્સમેન રિઝવાન અને ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીના ફોર્મ પર મહત્તમ આધાર રાખે છે. જ્યારે ભારતની ટીમમાં સુર્યકુમાર યાદવ, રાહુલ અને હાર્દિક પંડયાની આક્રમક બેટિંગ નિર્ણાયક બનશે. ભારતને ડેથ ઓવરમાં 15 થી 25 રન આપતું હોઈ ચિંતા છે. બુમરાહ, જાડેજાની પણ ખોટ સાલશે. પંત કે કાર્તિક કોને રમાડવા પ્રશ્ન છે. સ્પિનરની પસંદગી પણ મુંઝવે છે.
If KLol scores a 50+ today then I'll transfer 100 rs to everyone who like and Retweet this tweet. #INDvsPAK pic.twitter.com/xXmFc6gd2b
— PBSena2.o (@PBSena2) October 23, 2022
આ ખેલાડીઓની ટક્કર પર રહેશે નજર
ભારત-પાકિસ્તાન મેચના કારણે આ મેચમાં ખેલાડીઓ પર દબાણ ખૂબ વધારે છે. ઘણા એવા ખેલાડીઓ પણ છે જે હંમેશા એકબીજા સામે સારો દેખાવ કરવાનો પ્રયાસ કરે છે. ચાલો જાણીએ કે આ મેચમાં કયા ખેલાડીઓ પરસ્પર યુદ્ધ જોવા મળશે.
શાહીન અને રોહિતની ટક્કર
શાહીન શાહ આફ્રિદી પાકિસ્તાનનો મુખ્ય ઝડપી બોલર છે, જે પોતાની બોલિંગ દ્વારા વિરોધી ટીમને પરાસ્ત કરવા જાણીતો છે. ભારતીય કેપ્ટન અને ઓપનર બેટ્સમેન રોહિત શર્મા શરૂઆતમાં શાહીન સાથે ટકરાશે. આ બંને વચ્ચે સારી લડાઈ જોવા મળી શકે છે કારણ કે બંને પોતાની ટીમને મજબૂત શરૂઆત આપવાનો પ્રયાસ કરશે.
Me right now..#INDvsPAK #T20WorldCup #INDvPAK @DivyaPa18132864 @BCCI pic.twitter.com/AAvJjuEiKz
— vijay singh (@vijaysi53878477) October 23, 2022
નસીમ શાહ કોહલીને પડકારશે
જો ભારતીય ટીમને શરૂઆતમાં જ ઝટકો લાગે છે તો ઈનિંગને સંભાળવાની જવાબદારી પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પર રહેશે. પાકિસ્તાનનો યુવા ફાસ્ટ બોલર નસીમ શાહ તેની ઝડપ અને નિયંત્રણ માટે જાણીતો છે. શાહ અને કોહલી વચ્ચે સારો મુકાબલો જોવા મળી શકે છે. શાહ પાસે સારી વેરાયટી છે, જ્યારે કોહલી બેટિંગ માસ્ટર છે.
#INDvsPAK
— Vaibhav (@vrushv14) October 23, 2022
Me to my kid after 1.30pm today.. pic.twitter.com/CcrjRsd5GK
ચહલ બાબરને પરેશાન કરી શકે છે
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે સતત સાતત્ય દાખવ્યું છે. બાબર શરૂઆતમાં ઝડપી બોલરો સામે ઘણો સારો છે. જો કે, મધ્ય ઓવરોમાં સ્પિનરો તેના પર પ્રભુત્વ ધરાવે છે. આવી સ્થિતિમાં યુઝવેન્દ્ર ચહલ પોતાની લેગ સ્પિન બોલિંગથી બાબરને ફસાવવાનો પૂરો પ્રયાસ કરશે
#INDvsPAK#BelieveInBlue#BleedBlue
— Ajay Kumar Panwar (@Ajaykumarpnwr97) October 23, 2022
All Set For Today 🔥 🔥 🔥 pic.twitter.com/hKsVfaaL8o
શમી રિઝવાનને રોકી શકશે?
મોહમ્મદ રિઝવાને 2021 પછી T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવ્યા છે. કોઈપણ બોલિંગ આક્રમણ માટે રિઝવાનને નિયંત્રિત કરવું મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે. મોહમ્મદ શમીને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જે શરૂઆતથી જ ટીમને સફળતા અપાવવાનો પ્રયાસ કરશે. શમી અને રિઝવાન વચ્ચેની સ્પર્ધા જોવા જેવી રહેશે.
Situation right now#INDvsPAK #PakVsInd pic.twitter.com/Zmy6if7KvE
— Ans Hafeez (@PakForeverIA) October 23, 2022
શું રઉફ કાર્તિકને ફિનિશિંગ કરતા રોકી શકશે?
દિનેશ કાર્તિક ભારતીય ટીમનો ફિનિશર છે અને તેની પાસેથી છેલ્લી ઓવરોમાં ધમાકેદાર બેટિંગની અપેક્ષા રાખવામાં આવશે. હરિસ રઉફ પણ છેલ્લી ઓવરોમાં પાકિસ્તાન માટે ખૂબ જ મહત્વપૂર્ણ બોલર હશે. રઉફ અને કાર્તિક વચ્ચેની ટક્કર જોવા જેવી રહેશે. જ્યારે રઉફ તેની ટીમ માટે રન રોકવાનો પ્રયાસ કરશે, જ્યારે કાર્તિક આક્રમક ઇનિંગ રમવા માંગશે.
Maza×300 #INDvsPAK pic.twitter.com/leXbmollAp
— शिवांश🔱 (@ImSanskariLadka) October 23, 2022
This is true 🤣😂#INDvsPAK #INDvPAK#T20WorldCup pic.twitter.com/FIcIS1ZXyp
— Cricket Hotspot (@AbdullahNeaz) October 15, 2022
Scenes on 23rd Oct#INDvsPAK pic.twitter.com/Y0w9jzepIZ
— Virat fan (@honest_kohli) October 21, 2022