T20 World Cup 2024 પહેલા આ વર્લ્ડકપ વિનર ખેલાડીએ ક્રિકેટ છોડી, પિતાના નિધન બાદ લીધો ભાવૂક ફેંસલો
Chris Woakes Father’s Death: ક્રિકેટની દુનિયામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભારતીય સમય અનુસાર 2 જૂનથી T20 વર્લ્ડકપ 2024 શરૂ થવા જઈ રહ્યો છે
Chris Woakes Father’s Death: ક્રિકેટની દુનિયામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભારતીય સમય અનુસાર 2 જૂનથી T20 વર્લ્ડકપ 2024 શરૂ થવા જઈ રહ્યો છે. તમામ ખેલાડીઓ અને ટીમો સંપૂર્ણ રીતે તૈયાર છે, પરંતુ ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર ક્રિસ વૉક્સ આ ટૂર્નામેન્ટથી ખસી ગયો છે. વૉક્સે હવે તેના સોશિયલ મીડિયા પર આ પાછળનું કારણ જાહેર કર્યું છે. જે બાદ ફેન્સ તેની ક્રિકેટમાં વાપસી માટે પ્રાર્થના કરી રહ્યા છે અને તેને જલ્દી મેદાન પર રમતા જોવા માંગે છે.
ક્રિસ વૉક્સે લીધો ક્રિકેટમાંથી બ્રેક ?
અનુભવી ઓલરાઉન્ડર ક્રિસ વૉક્સે સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ શેર કર્યું અને ક્રિકેટમાંથી બ્રેક લેવાના નિર્ણયની સ્પષ્ટતા કરી. ક્રિસ વૉક્સે લખ્યું- "આ ગયો મહિનો મારા જીવનનો સૌથી પડકારજનક મહિનો રહ્યો. કમનસીબે, મે મહિનાની શરૂઆતમાં મારા પિતાનું અવસાન થયું."
વૉક્સે આ મુશ્કેલ સમયગાળા દરમિયાન પોતાના પરિવાર સાથે સમય પસાર કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. "આપણે બધા દેખીતી રીતે દુઃખી છીએ અને નિઃશંકપણે આપણા જીવનની સૌથી મુશ્કેલ ક્ષણોમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા છીએ."
— Chris Woakes (@chriswoakes) May 31, 2024
આઇપીએલ 2024 થી પણ ખુદને રાખ્યો હતો દુર
35 વર્ષીય વૉક્સ આ સિઝનમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં ના તો વૉરવિકશાયર તરફથી રમ્યો છે કે ના તો પંજાબ કિંગ્સ માટે આ કારણે તેને ટી20 વર્લ્ડકપ માટે ઈંગ્લેન્ડની ટીમમાંથી પણ બહાર રાખવામાં આવ્યો હતો.
પરિવારને આપી પ્રાથમિકતા
ક્રિસ વૉક્સે સ્વીકાર્યું કે તેના પિતાને તેની ક્રિકેટ કારકિર્દી પર ખૂબ ગર્વ છે. જો કે, તેણે સ્પષ્ટ કર્યું કે પરિવાર પ્રથમ હરોળમાં આવે છે. તેણે કહ્યું, "જ્યારે મારા અને મારા પરિવાર માટે યોગ્ય સમય આવશે ત્યારે હું વૉરવિકશાયર માટે ફરીથી ક્રિકેટ રમવાનું શરૂ કરીશ, જેને મારા પિતા ખૂબ પ્રેમ કરતો હતો."
ક્રિસ વૉક્સની ઇન્ટરનેશનલ ક્રિકેટ પ્રૉફાઇલ
ક્રિસ વૉક્સે 200 થી વધુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી છે. જેમાં 48 ટેસ્ટ મેચ, 122 ODI મેચ અને 33 T20 મેચ સામેલ છે. ટી20 વર્લ્ડકપ 2022માં વૉક્સ ઈંગ્લેન્ડની ટીમનો ભાગ હતો. ઈંગ્લેન્ડે આ વર્લ્ડકપ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે વૉક્સ ODI વર્લ્ડકપ 2019માં પણ ઈંગ્લેન્ડની ટીમનો ભાગ હતો અને ઈંગ્લેન્ડે આ ટૂર્નામેન્ટ પણ જીતી હતી.