શોધખોળ કરો

T20 World Cup Trends: ટોસ જીતનારી ટીમ કેમ પ્રથમ બોલિંગ પસંદ કરે છે ? જાણો શું છે કારણ

T20 World Cup ટી0 વર્લ્ડકપમાં અત્યાર સુધી ટોસ જીતીને બોલિંગ કરનારી ટીમનો સક્સેસ રેટ 86 ટકા છે.

T20 World Cup: ICC T20 વર્લ્ડકપમાં આજે બે મુકાબલા છે. બંને મુકાબલા ખાસ છે. મોટા ભાગની ટીમો ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરે છે. કારણકે આ વર્લ્ડકપમાં અત્યાર સુધી બીજી બેટિંગ કરનારી ટીમનો સકસેસ રેટ 86 ટકા રહ્યો છે. 14 માંથી 12 મેચ બાદમાં બેટિંગ કરનારી ટીમે જીતી છે.

અફઘાનિસ્તાન-વેસ્ટ ઈન્ડિઝ અપવાદ

જે બે મુકાબલામાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી છે તેમાં પ્રથમ નામ અફઘાનિસ્તાનનું છે અને બીજું વેસ્ટ ઈન્ડિઝનું છે. અફઘાનિસ્તાને સ્કોટલેન્ડ સામે પ્રથમ બેટિંગ કરતા 190 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો અને સ્કોટલેન્ડની ટીમ 60 રનમાં જ તંબુ ભેગી થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝે રોમાંચક મુકાબલામાં બાંગ્લાદેશને 3 રનથી હરાવ્યું હતું.

14માંથી 12 મેચમાં બેટિંગ કરનારી ટીમ જીતી

  • ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને 5 વિકેટથી હાર આપી.
  • ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટથી હાર આપી.
  • શ્રીલંકે બાંગ્લાદેશને 5 વિકેટથી હાર આપી.
  • પાકિસ્તાને ભારતને 10 વિકેટથી હાર આપી.
  • દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટથી હાર આપી.
  • પાકિસ્તાને ન્યૂઝિલેન્ડને 5 વિકેટથી હાર આપી.
  • ઈંગ્લેન્ડે બાંગ્લાદેસને 8 વિકેટથી હાર આપી.
  • નામીબિયાએ સ્કોટલેન્ડને 4 વિકેટથી હાર આપી.
  • ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકાને 7 વિકેટથી હાર આપી.
  • પાકિસ્તાન અફઘાનિસ્તાનને 5 વિકેટથી હાર આપી.
  • દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને 4 વિકેટથી હાર આપી.
  • ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હાર આપી.

ટી-૨૦ વર્લ્ડ પમાં ભારતના ન્યૂઝીલેન્ડ સામે કેવો છે દેખાવ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી-૨૦ વર્લ્ડ કપમાં બે મુકાબલા રમાયા છે અને બંનેમાં ન્યૂઝીલેન્ડ વિજેતા બન્યું છે. વર્ષ ૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડ કપમાં જોહનિસબર્ગમાં રમાયેલી મેચમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે ૧૦ રનથી પરાજય થયો હતો. ન્યૂઝીલેન્ડના ૧૯૦ સામે ભારત ૯ વિકેટે ૧૮૦ રન કરી શક્યું હતુ. તે મેચમાં મેક્કુલમે ૪૫ અને મેકમિલને ૪૪ રન કર્યા હતા. ૨૦ રનમાં ચાર વિકેટ ઝડપનારો વેટ્ટોરી પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. જ્યારે ભારત તરફથી ગંભીરે ૫૧ અને સેહવાગે ૧૭ બોલમાં ૪૦ રન કર્યા હતા.

૨૦૧૬માં ભારતમાં રમાયેલા ટી-૨૦ વર્લ્ડ કપમાં રમાયેલી ભારત સામેની મેચમાં ન્યૂઝીલેન્ડ ૪૭ રનથી જીત્યું હતુ. ન્યૂઝીલેન્ડના ૧૨૬/૭ સામે ભારત ૭૯માં ખખડયું હતુ. કોરી એન્ડરસને ૩૪ રન કર્યા હતા. સાન્ટનરે ૧૧ રનમાં ચાર અને ઈશ સોઢીએ ૩ વિકેટ ઝડપતા ભારત ૭૯માં ખખડયું હતુ. જેમાં ધોનીના ૩૦ અને કોહલીના ૨૩ રન હતા. તે મેચમાં કોહલી, રહિત, અશ્વિન, બુમરાહ, ધવન, હાર્દિક પંડયા, જાડેજા ભારત તરફથી અને વિલિયમસન, ગપ્ટિલ, સાન્ટનર, ઈશ સોઢી અને મિલ્ને ન્યૂઝિલેન્ડ તરફથી રમ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Embed widget