T20 World Cup Dates: કઈ મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ પછી તરત જ ટી-20 વર્લ્ડકપ શરૂ થશે ? ક્વોલિફાયર મેચો ક્યાં રમાશે ? જાણો બીસીસીઆઈએ શું કહ્યું
ટુર્નામેન્ટને દુબઈમાં ખસેડવાને લઈ બીસીસીઆઈના વાઇસ પ્રેસિડેંટ રાજીવ શુક્લાએ કહ્યું, ટી-20 વર્લ્ડકપને લઈ અમારો શું નિર્ણય છે તે અંગે આઈસીસીને જાણ કરવા આજે ડેડલાઇન હતી.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે પરંતુ આ દરમિયાન ડેલ્ટા પ્લસ વેરિયંટે (Delta Plus Varinat) ચિંતા વધારી દીધી છે. જેને લઈ થોડા મહિના બાદ ભારતમાં યોજાનારા આઈસીસી ટી-20 વર્લ્ડકપના (ICC T20 World Cup) આયોજન પર પણ કાળા વાદળ છવાયા હતા. હવે સત્તાવાર રીતે ટી-20 વર્લ્ડકપ દુબઈમાં ખસેડવામાં આવ્યો હોવાની જાહેરાત ખુદ બીસીસીઆઈ (BCCI Secretary) સેક્રેટરી જય શાહે (Jay Shah) કરી છે. તેમણે કહ્યું કે, અમે આઈસીસીને આજે જાણકારી આપીશું કે ટી-20 ક્રિકેટ વર્લ્ડકપને યુએઈ શિફ્ટ કરી રહ્યા છીએ. તારીખોની જાહેરાત આઈસીસી (ICC) કરશે.
BCCIના વાઇસ પ્રેસિડેંટે શું કહ્યું
ટુર્નામેન્ટને દુબઈમાં ખસેડવાને લઈ બીસીસીઆઈના વાઇસ પ્રેસિડેંટ રાજીવ શુક્લાએ કહ્યું, ટી-20 વર્લ્ડકપને લઈ અમારો શું નિર્ણય છે તે અંગે આઈસીસીને જાણ કરવા આજે ડેડલાઇન હતી. આજે બીસીસીઆઈના અધિકારીઓની કોન્ફરન્સ મીટિંગ મળી હતી અને તેમાં કોરોનાની સ્થિતિને લઈ ટુર્નામેન્ટને દુબઈમાં ખસેડવાનો નિર્ણય કરાયો હતો. અમે તેને ભારતમાં રમાડવા ઈચ્છતા હતા અને અમારી પ્રાથમિકતા પણ ભારત હતી. બધી બાબતોને ધ્યાનમાં રાખી અમે આઈસીસીને આ ટુર્નામેન્ટ યુએઈ ખસેડી રહ્યા હોવાનું જણાવીશું.
Dates are going to be same. Immediately after IPL it will start. Qualifiers may take place in Oman & rest of the matches will be on three grounds -- Dubai, Abu Dhabi & Sharjah: BCCI Vice-President Rajeev Shukla (3/3)
— ANI (@ANI) June 28, 2021
ક્યારથી શરૂ થશે ટી-20 વર્લ્ડકપ
તેમણે એમ પણ કહ્યું કે ભારત પછી મેચના આયોજન માટે સારું કોઈ સ્થળ હોઈ શકે નહી. તેમણે એમ પણ કહ્યું કે, તારીખોમાં કોઈ ફેરફાર નહીં થાય, આઈપીએલ પૂરી થયા બાદ તરત જ તેની શરૂઆત થશે. ક્વોલિફાયર્સ ઓમાનમાં રમાશે અને બાકીની અન્ય મેચો દુબઈ, અબુ ધાબી અને શારજહામાં રમાશે.
ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં આ ટીમો પણ ભાગ લેશે
ક્વોલિફાઈંગ રાઉન્ડ બાદ ખરાખરીનો મુકાબલો શરૃ થશે. જેમાં ટોચની આઠ ટીમો અને ક્વોલિફાયર થયેલી ચાર ટીમો એમ કુલ ૧૨ ટીમો હશે. આ ટીમો વચ્ચે કુલ ૩૦ મુકાબલા ખેલાશે. જેનો પ્રારંભ તારીખ ૨૪મી ઓક્ટોબરથી થશે. આઇસીસી સુપર-૧૨માં પ્રવેશેલી ટીમોને છ-છના બે ગૂ્રપમાં વહેંચી નાખશે. આ ટીમો યુએઈ, અબુ ધાબી અને શારજાહમાં ગૂ્રપ સ્ટેજના મુકાબલા રમશે. જે પછી બે સેમિ ફાઇનલ અને ફાઈનલનું આયોજન થશે.
વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયા તૈયાર
તાજેતરમાં જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાની નજર ટી-20 વર્લ્ડકપ જીતવા પર છે. છેલ્લા થોડા વર્ષોથી ભારત આઈસીસીની મોટી ટુર્નામેન્ટ જીતી શક્યું નથી. આ સ્થિતિમાં ભારત ટી-20 વર્લ્ડકપ જીતવા તમામ તાકાત લગાવી દેશે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટમાં મેદાન પર ઉતરશે.