ICC Test Rankings: રોહિતે કોહલીને પછાડ્યો, રૂટ બન્યો કિંગ, બોલર્સમાં બુમરાહને ફાયદો
ભારત સામે સતત ત્રણ ટેસ્ટમાં સદી ફટકારનારો રૂટ હવે ટેસ્ટ ક્રિકેટનો નવો બાદશાહ બની ગયો છે. તેCs બેટ્સમેનોના રેન્કિંગમાં ન્યૂઝિલેન્ડના વિલિયમસનને પછાડીને ટોચનું સ્થાન કબજે કર્યું છે.
નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આવતીકાલથી ચોથી ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે. આ પહેલા આઈસીસીએ ટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યુ છે. નવા રેન્કિંગમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટનો મોટો ફાયદો થયો છે. ભારત સામે સતત ત્રણ ટેસ્ટમાં સદી ફટકારનારો રૂટ હવે ટેસ્ટ ક્રિકેટનો નવો બાદશાહ બની ગયો છે. તેCs બેટ્સમેનોના રેન્કિંગમાં ન્યૂઝિલેન્ડના વિલિયમસનને પછાડીને ટોચનું સ્થાન કબજે કર્યું છે. રૂટ છ વર્ષ બાદ ટેસ્ટમાં નંબર વન બેટ્સમેન બન્યો છે.
બેટ્સમેનોના રેન્કિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વધુ એક ક્રમ નીચે સરકી ગયો છે. ટીમ ઈન્ડિયાનો સાથી અને ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા તેનાથી આગળ નીકળી ગયો છે. રોહિત શર્મા હવે પાંચમા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે કોહલી છઠ્ઠા સ્થાને ધકેલાઈ ગયો છે. ટોચના પાંચ બેટ્સમેનોમાં જ રૂટ, કેન વિલિયમસન, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશાન અને રોહિત શર્મા છે.
👑 𝐀 𝐍𝐄𝐖 𝐍𝐎.𝟏 👑
— ICC (@ICC) September 1, 2021
England captain @root66 surges to the top spot in the @MRFWorldwide ICC Men's Test Player Rankings for batting 👏
More on his rise 👇
બોલર્સની વાત કરીએ તો ઈંગ્લેન્ડનો અનુભવી ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન ફરીથી ટોપ-5માં પહોંચી ગયો છે. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની પણ ટોપ-10માં વાપસી થઈ છે. ટોપ ચારમાં કોઈ બદલાવ થયો નથી. ઓસ્ટ્રેલિયાનો પેટ કમિંસ હજુ પણ નંબર વન બોલર છે. ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ બીજા સ્થાન પર યથાવત છે.
Other changes in the @MRFWorldwide ICC Men’s Test Player Rankings for the week:
— ICC (@ICC) September 1, 2021
🔹 Rohit Sharma overtakes Virat Kohli
🔹 James Anderson enters top five
Details 👉 https://t.co/woGyneJVGk pic.twitter.com/9mFl314BS8
આવતીકાલથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ
ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સીરિઝનો ચોથો મુકાબલો 2 સપ્ટેમ્બરથી રમાશે. લીડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને મળેલી જીત બાદ ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ ભારતને હળવાશથી નથી લઈ રહ્યો. ત્રીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ધબડકા બાદ ભારત બીજી ઈનિંગમાં અંગ્રેજ ટીમને ટક્કર આપશે તેમ લાગતું હતું પરંતુ ચોથા દિવસે પ્રથમ સત્રમાં જ ભારતે 8 વિકેટ ગુમાવી દેતા કારમી હાર થઈ હતી.
રોહિત શર્મા, કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિષભ પંત, આર અશ્વિન, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, રિદ્ધીમાન સાહા, અભિમન્યુ ઈશ્વરન, પૃથ્વી શૉ, સૂર્યકુમાર યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ના