વરસાદ વચ્ચે બંને ટીમના ખેલાડીઓએ રમતની મજા માણી, જુઓ વીડિયો
ભારતીય ખેલાડીઓની સાથે કિવી ખેલાડીઓ પણ તેમાં ભાગ લેતા જોવા મળે છે . બંને ટીમના ખેલાડીઓ ઇન્ડોર ગેમ રમીને સમય પસાર કરવાની સાથે વોર્મ-અપ પણ કરતા હોય તેવું લાગી રહ્યું છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજથી ત્રણ મેચની T20 ઈન્ટરનેશનલ સીરીઝ શરૂ થવાની હતી. જો કે વરસાદને કારણે મેચ શરૂ થવામાં મોડું થયું.આ દરમિયાન બંને ટીમના ક્રિકેટરો એકબીજાની સાથે ફૂટવોલી રમવા લાગ્યા હતા. ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે વેલિંગ્ટનના સ્કાય સ્ટેડિયમમાં ત્રણ મેચોની શ્રેણીની પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ રહી છે. વરસાદના કારણે ટોસમાં વિલંબ થયો છે અને આવી સ્થિતિમાં ઓછી ઓવરની મેચ થઈ શકે છે. વરસાદના કારણે મેચ સમયસર શરૂ થઈ શકી ન હતી ત્યારે બંને ટીમના ક્રિકેટરો એકબીજામાં ફૂટવોલી રમવા લાગ્યા હતા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર તેનો વીડિયો શેર કર્યો છે.
#TeamIndia and New Zealand team enjoy a game of footvolley as we wait for the rain to let up.#NZvIND pic.twitter.com/8yjyJ3fTGJ
— BCCI (@BCCI) November 18, 2022
બંને ટીમના ખેલાડીઓએ રમતની માણી મજા
ભારતીય ખેલાડીઓની સાથે કિવી ખેલાડીઓ પણ તેમાં ભાગ લેતા જોવા મળે છે. બંને ટીમના ખેલાડીઓ ઇન્ડોર ગેમ રમીને સમય પસાર કરવાની સાથે વોર્મ-અપ પણ કરતા હોય તેવું લાગી રહ્યું છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલને આ પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો છે. રોહિતની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા T20 ટીમની કમાન સંભાળી રહ્યો છે. જ્યારે વન ડેની કમાન શિખર ધવનને સોંપવામાં આવી છે. T20 વર્લ્ડ કપ 2022માં ભાગ લઈ રહેલા રોહિત, વિરાટ, કેએલ રાહુલ ઉપરાંત મોહમ્મદ શમી પણ આ પ્રવાસનો ભાગ નથી. યુઝવેન્દ્ર ચહલ અને સંજુ સેમસન કિવી ખેલાડીઓ સાથે રમતની મજા લેતા જોવા મળ્યા હતા.