શોધખોળ કરો

T20Iમાં ફાસ્ટ બૉલર અર્શદીપના નામે નોંધાયો આ સૌથી શરમજનક રેકોર્ડ, જાણો ડિટેલ્સ....

Arshdeep Singh's Unwanted Records: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ તેને અંતિમ ઓવરમાં નૉ બૉલ ફેંકવાના મામલામાં તેને પોતાના નંબર 1નો રેકોર્ડ મજબૂત કરી લીધો છે.

Arshdeep Singh's Unwanted Records: ટીમ ઇન્ડિયાના યુવા ફાસ્ટ બૉલર અર્શદીપ સિંહ (Arshdeep Singh) નો નૉ બૉલ ફેંકવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. માત્ર 24 ટી20 ઇન્ટરનેશનલ મેચોમાં આ ડાબોડી ફાસ્ટ બૉલરે 15 નૉ બૉલ ફેંક્યા છે. ગઇ ટી20 સીરીઝમાં તેને ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ નૉ બૉલ ફેંકનારા બૉલરનો બેઝ મળ્યો હતો, હવે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ તેને અંતિમ ઓવરમાં નૉ બૉલ ફેંકવાના મામલામાં તેને પોતાના નંબર 1નો રેકોર્ડ મજબૂત કરી લીધો છે.

અર્શદીપ સિંહે રાંચીમા શુક્રવારે રમાયેલી પ્રથમ ટી20માં ન્યૂઝીલેન્ડની ઇનિંગ દરમિયાન છેલ્લી ઓવરમાં નૉ બૉલથી શરૂઆત કરી. આ બૉલ પર તેને છગ્ગો પડ્યો. આગળના ફ્રી હીટ પર પણ તેને છગ્ગો પડ્યો. આ રીતે શરૂઆતના બે બૉલમાં જ તેને 19 રન આપી દીધા. તેને આખી ઓવરમાં કુલ 27 રન આપ્યા. આટલા બધા રન આપવાના કારણે તેના નામે એક શરમજનક રેકોર્ડ પણ નોંધાયો.  

T20Iમાં સૌથી વધુ નૉ બૉલ ફેંકનારા બૉલરો - 
1. અર્શદીપ સિંહ - 15
2. હસન અલી - 11
3. કીમો પૉલ - 11
4. ઓશાને થૉમસ - 11
5. રિચર્ડ અનગરાવા - 10

T20Iમાં ઇનિંગની છેલ્લી 20મી ઓવરમાં સર્વાધિક રન આપનારા ભારતીય બૉલર  -
1. અર્શદીપ સિંહ - 27 રન (2023)
2. સુરેશ રૈના - 26 રન (2012)
3. દીપક ચાહર - 24 (2022)
4. ખલીલ અહેમદ - 23 (2018)

T20Iમાં એક ઓવરમાં સૌથી વધુ રન આપનારા ભારતીય બૉલર - 
1. શિવમ દુબે - 34 રન (2020)
2. સ્ટુઅર્ટ બિન્ની - 32 રન (2016)
3. શાર્દૂલ ઠાકુર - 27 રન (2018)
4. અર્શદીપ સિંહ - 27 રન (2023)

IND vs NZ 1st T20:રાંચીમાં ન્યૂઝીલેન્ડે ભારતને 21 રનથી હાર આપી, કામ ન આવી વોશિંગ્ટન સુંદરની શાનદાર ઈનિંગ 

India vs New Zealand 1st T20I Ranchi: રાંચીમાં ન્યુઝીલેન્ડે ભારતને 21 રને હરાવ્યું. ન્યુઝીલેન્ડ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરતી ટીમ ઈન્ડિયા માટે શુભમન ગિલ અને ઈશાન કિશન ઓપનિંગ કરવા આવ્યા હતા. ઈશાન માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે શુભમન 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. રાહુલ ત્રિપાઠી ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. સૂર્યકુમાર યાદવે સારી બેટિંગ કરી હતી. તેણે 34 બોલનો સામનો કરીને 47 રન બનાવ્યા હતા. સૂર્યાએ આ ઇનિંગમાં 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. કેપ્ટન હાર્દિક પંડ્યાએ 21 રનનું યોગદાન આપ્યું હતું.

દીપક હુડ્ડા કંઈ ખાસ કરી શક્યો નથી. તે 10 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. શિવમ માવી 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. કુલદીપ યાદવ પણ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો. આ હાર સાથે ટીમ ઈન્ડિયા ત્રણ મેચની શ્રેણીમાં 0-1થી પાછળ થઈ ગઈ છે.

ડેરીલ મિશેલે બેટિંગ કરતાં અડધી સદી ફટકારી હતી

પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. આ દરમિયાન ડેરિલ મિશેલે ઝડપી બેટિંગ કરતા અણનમ અડધી સદી ફટકારી હતી. તેણે 30 બોલનો સામનો કરીને અણનમ 59 રન બનાવ્યા હતા. મિશેલે 5 સિક્સ અને 3 ફોર ફટકારી હતી. ડેવોન કોનવેએ પણ અડધી સદી ફટકારી હતી. તેણે 35 બોલમાં 52 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 7 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. ફિન એલને 23 બોલમાં 35 રન બનાવ્યા હતા. એલનની ઇનિંગ્સમાં 4 ફોર અને 2 સિક્સ સામેલ હતી.

વોશિંગ્ટન સુંદરે 2 વિકેટ લીધી હતી

ભારત તરફથી શાનદાર બોલિંગ કરતા વોશિંગ્ટન સુંદરે 2 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 22 રન આપ્યા હતા. કુલદીપ યાદવે 4 ઓવરમાં 20 રન આપીને એક વિકેટ લીધી હતી. શિવમ માવીએ 2 ઓવરમાં 19 રન આપીને એક વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહને પણ સફળતા મળી. જો કે, તેઓ ખૂબ ખર્ચાળ સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં 51 રન આપ્યા હતા. હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં 33 રન આપ્યા હતા. ટીમ ઈન્ડિયાની અંતિમ ઓવરમાં કુલ 27 રન આવ્યા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?
શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 
શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 
ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ
ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
Embed widget