શોધખોળ કરો
કોરોના સામેની લડાઇ લડવા કોહલીએ લોકોને કરી આ ખાસ અપીલ, જાણો વિગતે
પીએમની આ અપીલના સમર્થનમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા જેવા સુપરસ્ટાર ઉતર્યા છે. જોકે, કોહલીએ દેશવાસીઓને એક ખાસ સંદેશ સાથે અપીલ કરી છે.

નવી દિલ્હીઃ ભારતીય રમતજગત કોરોના વાયરસના સામેની દેશની લડાઇમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલનુ સમર્થન કરી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ પાંચમી એપ્રિલે રાત્રે નવ વાગે દીવા કરીને રોશની કરીને 9 મિનીટ સુધી પોતાના ઘરેથી લડાઇ લડવાની અપીલ કરી છે. પીએમની આ અપીલના સમર્થનમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા જેવા સુપરસ્ટાર ઉતર્યા છે. જોકે, કોહલીએ દેશવાસીઓને એક ખાસ સંદેશ સાથે અપીલ કરી છે.
વિરાટ કોહલીએ એક ટ્વીટ કરતાં લખ્યું- સ્ટેડિયમની તાકાત તેના ફેન્સ છે, અને ભારતની તાકાત તેમના લોકો, આજે રાત્રે નવ વાગે નવ મિનીટ માટે ચાલો દુનિયાને બતાવીએ કે આપણે બધા એક છીએ. આપણા હેલ્થ વૉરિયરને બતાવીએ કે આપણે તેમના પાછળ ઉભા છીએ. ટીમ ઇન્ડિયા. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ સામેની લડાઇમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમી એપ્રિલે નવ વાગે નવા મિનીટ સુધી દીવા પ્રગટાવવાની અપીલ કરી છે. ભારતમાં કોરોનાનો ખતરો દિવસે દિવસે વધી રહ્યો છે.
વિરાટ કોહલીએ એક ટ્વીટ કરતાં લખ્યું- સ્ટેડિયમની તાકાત તેના ફેન્સ છે, અને ભારતની તાકાત તેમના લોકો, આજે રાત્રે નવ વાગે નવ મિનીટ માટે ચાલો દુનિયાને બતાવીએ કે આપણે બધા એક છીએ. આપણા હેલ્થ વૉરિયરને બતાવીએ કે આપણે તેમના પાછળ ઉભા છીએ. ટીમ ઇન્ડિયા. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસ સામેની લડાઇમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમી એપ્રિલે નવ વાગે નવા મિનીટ સુધી દીવા પ્રગટાવવાની અપીલ કરી છે. ભારતમાં કોરોનાનો ખતરો દિવસે દિવસે વધી રહ્યો છે. વધુ વાંચો



















