શોધખોળ કરો
Advertisement
મેલબર્નમાં છવાઈ ગઈ ટીમ ઇન્ડિયા, કોઈ એક જ વિદેશી ગ્રાઉન્ડ પર સૌથી વધારે જીતનો.....
ઓસ્ટ્રેલિયા બીજી ઈનિંગમાં 200 રનમાં ઓલઆઉટ થયું હતું. જેના કારણે ભારતને જીતવા 70 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
મેલબર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો 8 વિકેટથી વિજય થયો હતો. મેચ જીતવા 70 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે 2 વિકેટ ગુમાવી લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ગિલ 35 અને રહાણે 27 રને નોટ આઉટ રહ્યા હતા. આ પહેલા મયંક અગ્રવાલ 5 અને પુજારા 3 રન બનાવી આઉટ થયા હતા. બીજી ટેસ્ટમાં જીત સાથે સીરિઝ 1-1થી સરભર થઈ ગઈ છે. ત્રીજી ટેસ્ટ સિડનીમાં રમાશે.
આ જીત સાથે જ ટીમ ઇન્ડિયાએ એક ખાસ રોચક રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. મેલબર્ન ટીમ ઇન્ડિયા માટે એવું મેદાન બની ગયું છે જ્યાં વિદેશી ધરતી પર કોઈ એક જ ગ્રાઉન્ડ પર ભારતે સૌથી વધારે મેચ જીતી છે. ભારતીય ટીમે અત્યાર સુધી મેલબર્નમાં કુલ 14 ટેસ્ટ મેચ રમી છે, તેમાંથી ચારમાં જીત નોંધાવી છે.
ત્યાર બાદ નંબર આવે છે શ્રીલંકાના એસએસસી કોલંબો મેદાનનો, અહીં ભારતે કુલ 9 મેચ રમી છે અને ત્રણમાં જીત મેળવી છે. જ્યારે પોર્ટ ઓફ સ્પેનમાં ભારતીય ટીમે 13 મેચ રમી છે અને ત્રણમાં જીત મેળવી છે. ચોથા નંબર પર જમૈકાનું કિંગ્સ્ટન, અહીં પર પણ ભારતીય ટીમે 13 મેચ રમી છે અને ત્રણમાં જીત મેળવી હતી.
ઓસ્ટ્રેલિયા બીજી ઈનિંગમાં 200 રનમાં ઓલઆઉટ થયું હતું. જેના કારણે ભારતને જીતવા 70 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી કેમરૂન ગ્રીને સર્વાધિક 45 રન બનાવ્યા હતા. વેડે 45, લાબુશાનેએ 28 રન બનાવ્યા હતા. ભારત તરફથી સિરાજે 3, અશ્વિન, જાડેજા અને બુમરાહે 2-2 તથા ઉમેશ યાદવને 1 વિકેટ મળી હતી.ઓસ્ટ્રેલિયાએ 99 રનમાં જ 6 વિકેટ ગુમાવી દીધી હતી. તેમ છતાં 200 રન સુધી પહોંચવામાં સફળ થયા હતા. છેલ્લી 4 વિકેટ 101 રન ઉમેરતા ભારતને જીતવા 70 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 200 રન બનાવવા 103 ઓવર લીધી હતી. 1978-79 પછી ઓસ્ટ્રેલિયાએ ઘર આંગણે રમતી વખતે આટલી ધીમી બેટિંગ પ્રથમ વખત કરી હતી.
ભારત પ્રથમ ઈનિંગ 326
ટીમ ઈન્ડિયાએ કેપ્ટન રહાણેના 112, જાડેજાના 57 રનની મદદથી પ્રથમ ઈનિંગમાં 326 રન બનાવીને ઓસ્ટ્રેલિયા પર 131 રનનની લીડ લીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion