![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
'ભારતને લાંબા સમય બાદ મળ્યો છે આ મેચ વિનર, ટી20માં કરશે કમાલ' -દીપક હૂડ્ડાના આ પૂર્વ ભારતીયે કર્યા વખાણ
પૂર્વ ભારતીય ખેલાડી અનુસાર, દીપક હૂડ્ડા હાલના સમયનો ટીમ ઇન્ડિયાનો સૌથી મોટો મેચ વિનર ગણી શકાય. તે ઓલરાઉન્ડર તરીકે ખુબ જ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.
!['ભારતને લાંબા સમય બાદ મળ્યો છે આ મેચ વિનર, ટી20માં કરશે કમાલ' -દીપક હૂડ્ડાના આ પૂર્વ ભારતીયે કર્યા વખાણ Team India: saba karim praised to deepak hooda and said he is the biggest match winner 'ભારતને લાંબા સમય બાદ મળ્યો છે આ મેચ વિનર, ટી20માં કરશે કમાલ' -દીપક હૂડ્ડાના આ પૂર્વ ભારતીયે કર્યા વખાણ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/22/5972d40254bb083509cdfbc2c2c8c7d1_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Saba Karim On Deepak Hooda: હાલમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે સીરીઝ રમાઇ રહી છે. આ બધાની વચ્ચે પૂર્વ ભારતીય ક્રિકેટર સબા કરીમે યુવા ઓલરાઉન્ડર દીપક હૂડ્ડા (Deepak Hooda)ના શાનદાર પ્રદર્શન બાદ તેના વખાણ કર્યા છે. ખરેખરમાં, આયરલેન્ડ અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ સીરીઝમાં આ યુવા ક્રિકેટરે જબરદસ્ત જલવો બતાવ્યો હતો. હવે સબા કરીમે મોટુ નિવેદન આપ્યુ છે, તેમને કહ્યું કે, લિમીટેડ ઓવરના ફોર્મેટમાં દીપક હૂડ્ડા ભારત માટે એક ખાસ કામનો અને મેચ વિનર ખેલાડી બની શકે છે, કેમેક આ ખેલાડી બેટિંગની સાથે સાથે બૉલિંગ પણ કરી શકે છે.
લાંબા સમય બાદ મળ્યો ટીમ ઇન્ડિયાને આવો ખેલાડી -
પૂર્વ ભારતીય વિકેટકીપર સબા કરીમે (Saba Karim) કહ્યં કે, ટીમ ઇન્ડિયાને લાંબા સમયથી શોધ હતી જ ટૉપ 6માં બેટિંગ કરવા ઉપરાંત જરૂર પડ્યે બૉલિંગ પણ કરી શકે. તેમને કહ્યું કે, દીપક હૂડ્ડાને બહુ ઓછો મોકો મળ્યો છે, પરંતુ પોતાની કાબેલિયતથી ખુબ પ્રભાવિત કર્યા છે. ઉલ્લેખનીય છે કે દીપક હૂડ્ડા આયરલેન્ડ વિરુદ્ધ ટી20 મેચોમાં સદી ફટકારી દીધી હતી.
દીપક હૂડ્ડા સૌથી મોટો મેચ વિનર -
પૂર્વ ભારતીય ખેલાડી અનુસાર, દીપક હૂડ્ડા હાલના સમયનો ટીમ ઇન્ડિયાનો સૌથી મોટો મેચ વિનર ગણી શકાય. તે ઓલરાઉન્ડર તરીકે ખુબ જ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. દીપક હૂડ્ડાએ આઇપીએલ 2022 (IPL 2022)માં પણ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. હાલમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની સીરીઝમાં ભારતીય ટીમમાં રમી રહ્યો છે.
આ પણ વાંચો...........
Monkeypox Case In Delhi: દિલ્હીમાં મંકીપૉક્સનો વધુ કેસ, વિદેશ યાત્રાને છે રેકોર્ડ
India Corona Cases Today: ભારતમાં કોરોના કેસ અને મૃત્યુઆંકમાં આવ્યો ઉછાળો, જાણો આજનો આંકડો
સરકારે 4,32,796 કંપનીઓના નામ લિસ્ટમાંથી હટાવ્યા, ઝડપથી તપાસો કે તમારી કંપનીનું નામ તો તેમાં નથી ને
જોખમ વગર કરોડપતિ બનવા માંગો છો, આ સરકારી યોજનાઓમાં કરો રોકાણ, જાણો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)