શોધખોળ કરો

Happy Birthday Sachin Tendulkar: જ્યારે ભારત વિરુદ્ધ પાકિસ્તાન માટે ફીલ્ડિંગ કરવા મેદાનમાં ઉતર્યા હતા સચિન તેંડુલકર

સચિન તેંડુલકરે 664 ઇન્ટરનેશનલ મેચમાં રેકોર્ડ 34 હજાર 357 રન ફટકાર્યા હતા. આ દરમિયાન સચિને 100 સદી અને 164 અડધી સદી ફટકારી છે

ભગવાન ગણાતા સચિન રમેશ તેંડુલકરે આજે 49મ જન્મદિવસ ઉજવ્યો હતો. સચિને ફક્ત 16 વર્ષ 205 દિવસની ઉંમરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. સચિને 24 વર્ષના કરિયરમાં ક્રિકેટના અનેક રેકોર્ડ બનાવ્યા છે. જેના કારણે લોકો સચિનને ક્રિકેટના ભગવાન કહેવા લાગ્યા હતા.

સચિન તેંડુલકરે 664 ઇન્ટરનેશનલ મેચમાં રેકોર્ડ 34 હજાર 357 રન ફટકાર્યા હતા. આ દરમિયાન સચિને 100 સદી અને 164 અડધી સદી ફટકારી છે. તે સિવાય બોલિંગમાં પણ સચિને કમાલ કરી છે. સચિન 201 વિકેટ પોતાના નામે કરી છે.

પણ તમને જાણીને આશ્વર્ય થશે કે સચિન તેંડુલકરે એક વખત પાકિસ્તાનની જર્સી પહેરી પાકિસ્તાની ટીમ માટે ફિલ્ડિંગ ભરી હતી અને એ પણ ભારતના વિરોધમાં.

વાત વર્ષ 1987ની છે જ્યારે સચિન તેંડુલકરે ઇન્ટરનેશન ક્રિકેટમાં ડેબ્યૂ પણ કર્યું નહોતું. તે વર્ષે પાકિસ્તાનની ટીમ પાંચ ટેસ્ટ અને છ વન-ડે રમવા માટે ભારત પ્રવાસ પર હતી. સીરિઝની શરૂઆત અગાઉ 20 જાન્યુઆરી 1987ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં 40-40 ઓવરોની એક exhibition competition મેચ રમાઇ હતી.

આ મેચમાં જાવેદ મિયાંદાદ અને અબ્દુલ કાદિર લંચના સમયે મેદાનથી બહાર જતા રહ્યા. એવામાં ભારતીય ઇનિંગ દરમિયાન 13 વર્ષના સચિનને પાકિસ્તાન ટીમ તરફથી સબ્સ્ટીટ્યૂટ ફિલ્ડર તરીકે મેદાન પર ઉતારવામાં આવ્યો . તેને પાકિસ્તાની કેપ્ટન ઇમરાન ખાને વાઇડ લોંગ ઓન પર તૈનાત કર્યો હતો. સચિને પોતાની આત્મકથા ‘પ્લેઇંગ ઇટ માય વે’માં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.

સચિને આત્મહથામાં લખ્યું કે મને ખબર નથી કે ઈમરાન ખાનને યાદ હશે કે નહી પરંતુ મે પાકિસ્તાની ટીમ માટે એકવાર મેદાનમાં ફિલ્ડિંગ કરી હતી. સચિને લખ્યું કે ફિલ્ડિંગ દરમિયાન લગભગ 15 મીટર દોડીને તે કપિલનો કેચ પકડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાના થોડા વર્ષો બાદ સચિને પાકિસ્તાન સામે જ કરાચી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું.

24મીથી સચિન તેંડુલકરનું કંઈક ખાસ જોડાણ છે. વર્ષ 1988માં 24 ફેબ્રુઆરીના રોજ સચિને તેના બાળપણના મિત્ર વિનોદ કાંબલી સાથે હેરિસ શીલ્ડની સેમીફાઈનલમાં ત્રીજી વિકેટ માટે અણનમ 664 રનની ભાગીદારી પૂરી કરી હતી. તે ભાગીદારી દરમિયાન સચિન 326 અને કાંબલી 349 રન બનાવીને અણનમ રહ્યા હતા.

ત્યારબાદ 24 નવેમ્બર 1989ના રોજ 16 વર્ષની ઉંમરે સચિને તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ અડધી સદી (59 રન) ફટકારી. વર્ષ 1995માં 24 મેના રોજ સચિન તેંડુલકર અને અંજલિ લગ્નના બંધનમાં બંધાયા હતા. એટલું જ નહીં 24 ફેબ્રુઆરી 2010ના રોજ સચિને દક્ષિણ આફ્રિકા સામે ગ્વાલિયર વનડેમાં બેવડી સદી પણ ફટકારી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
Embed widget