(Source: ECI/ABP News/ABP Majha)
13 વર્ષના આ ભારતીય બેટ્સમેનનો તરખાટ, 137 મિનિટ - 125 બોલમાં 331 રન બનાવ્યા, 28 ચોગ્ગા અને 30 છગ્ગા ફટકાર્યા
ડ્રીમ ચેઝર કપ અંડર-13 ક્રિકેટ ટુર્નામેન્ટના ભાગ રૂપે શિક્ષા ભારતી પબ્લિક સ્કૂલ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં મોહૌકે એન્ડ્યુરન્સ ક્રિકેટ એકેડેમી અંડર-13 સામે 125 બોલમાં 331 રન બનાવ્યા હતા.
દિલ્હીના 13 વર્ષના ક્રિકેટરે પોતાની બેટિંગથી 40 ઓવરની ક્રિકેટમાં તરખાટ મચાવ્યો છે. મોહક કુમાર નામના આ યુવા ક્રિકેટરે 137 મિનિટ સુધી બેટિંગ કરી અને 125 બોલનો સામનો કર્યો હતો. આ દરમિયાન તેણે 331 રન બનાવ્યા હતા. તેની શાનદાર બેટિંગનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે તેની સ્ટ્રાઈકરેટ 264.80 હતી, જ્યારે તેણે તેની ત્રિપલ સદી દરમિયાન 28 ચોગ્ગા અને 30 છગ્ગા ફટકાર્યા હતા.
દિલ્હી કેપિટલ્સ બાલ ભવન ક્રિકેટ એકેડમીના ક્રિકેટર મોહક કુમારે સોમવારે આ ઇનિંગ રમી હતી. ડ્રીમ ચેઝર કપ અંડર-13 ક્રિકેટ ટુર્નામેન્ટના ભાગ રૂપે શિક્ષા ભારતી પબ્લિક સ્કૂલ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં મોહૌકે એન્ડ્યુરન્સ ક્રિકેટ એકેડેમી અંડર-13 સામે 125 બોલમાં 331 રન બનાવ્યા હતા. કુમાર ચોથા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો.
તે સમયે દિલ્હી કેપિટલ્સ બાલ ભવન ક્રિકેટ એકેડેમીએ બોર્ડ પર માત્ર 5 રનથી તેના ઓપનર ગુમાવ્યા હતા. મોહકે આગેવાની લીધી અને ઝડપથી બેટિંગ શરૂ કરી. તેણે 137 મિનિટમાં 264.80ના સ્ટ્રાઈક રેટથી 28 ચોગ્ગા અને 30 છગ્ગાની મદદથી 331 રન બનાવ્યા. તેના સિવાય વિકેટકીપર શિવાઈ મલિક (67) અને આર્યન ભારદ્વાજ (40) શ્રેષ્ઠ સ્કોરર હતા.
દિલ્હી કેપિટલ્સ બાલ ભવન ક્રિકેટ એકેડમીએ તેમની 40 ઓવરમાં કુલ 576/7 બનાવ્યા. જવાબમાં એન્ડ્યુરન્સ ક્રિકેટ એકેડમી અંડર-13ના મેધંશે પણ શાનદાર ઇનિંગ રમી હતી અને 53 બોલમાં 126 રન બનાવ્યા હતા. જો કે, તેમને બીજા છેડેથી વધુ સહકાર મળ્યો ન હતો અને એન્ડ્યુરન્સ ક્રિકેટ એકેડમી અંડર-13 17.1 ઓવરમાં 153 રનમાં સમેટાઈ ગઈ હતી. દિલ્હી કેપિટલ્સ બાલ ભવન ક્રિકેટ એકેડમી માટે વામન અને યતિન સોલંકીએ અનુક્રમે 5/29 અને 4/45 લીધા હતા. એન્ડ્યુરન્સ ક્રિકેટર એકેડમી તરફથી મેધંશે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 53 બોલમાં 126 રનની ઇનિંગ રમી હતી. દિલ્હી કેપિટલ્સ બાલ ભવન ક્રિકેટ એકેડમી માટે વામન અને યતિન સોલંકી સૌથી સફળ બોલર હતા. દિલ્હી કેપિટલ્સ બાલ ભવન ક્રિકેટ એકેડમીએ આ મેચ 178 રનથી જીતી લીધી હતી.