T20 WC: આજે જીત જરૂરી, રોહિત એક સાથે ટીમમાં કરશે ત્રણ મોટા ફેરફારો, આવી હશે બાંગ્લાદેશ સામેની પ્લેઇંગ ઇલેવન
જાણો બાંગ્લાદેશ સામે ભારતીય ટીમમાં શું થઇ શકે છે ફેરફાર, કેવી હશે પ્લેઇંગ ઇલેવન........
T20 WC 2022: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022માં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ખરાખરીનો મુકાબલો બપોરથી શરૂ થઇ રહ્યો છે, બન્ને ટીમો સુપર 12 રાઉન્ડમાં બે-બે મેચ જીતી ચૂકી છે, અને આજની જીત બન્ને માટે સેમિ ફાઇનલમાં દાવેદારી કરવા માટે ખુબ જરૂરી છે. ભારતીય ટીમ હાલ મજબૂત સ્થિતિમાં છે, પરંતુ એક હાર તમામ સમીકરણો બદલી શકે છે. આવતીકાલે ભારત માટે મહત્વની મેચ છે. આવતીકાલે એડિલેડ ઓવલ મેદાન પર ભારત અને બાંગ્લાદેશની ટીમો આમને સામને ટકરશે. ભારત માટે બાકી બચેલી બન્ને મેચો જીતવી જરૂરી છે. પરંતુ આ મેચમાં વરસાદ પણ પડી શકે છે. જાણો બાંગ્લાદેશ સામે ભારતીય ટીમમાં શું થઇ શકે છે ફેરફાર, કેવી હશે પ્લેઇંગ ઇલેવન........
ભારતીય ટીમમાં થઇ શકે છે ત્રણ ફેરફાર -
મીડિયા રિપોર્ટ અનુસાર, કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની મેચમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં ત્રણ ફેરફારો કરી શકે છે. ટીમમાં દિનેશ કાર્તિકની જગ્યાએ વિકેટકીપર બેટ્સમેન તરીકે ઋષભ પંતને સ્થાન આપવામાં આવી શકે છે. વળી, બીજી ફેરફારમાં ફરી એકવાર અક્ષર પટેલની વાપસી થઇ શકે છે. દીપક હુડ્ડાની જગ્યાએ ઓલરાઉન્ડર અક્ષર પટેલને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. વળી રિપોર્ટ છે કે, અશ્વિનની જગ્યાએ યુજવેન્દ્ર ચહલને પણ તક મળી આપવામાં આવી શેક છે.
ભારતીય ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટકિપર), યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ.
બાંગ્લાદેશની સંભવિત પ્લેઇંગ ઇલેવન -
નજમુલ હુસૈન શાંતો, સૌમ્ય સરકાર, લિટન દાસ, શાકિબ અલ હસન (કેપ્ટન), અફિફ હુસૈન, યાસિર અલી, મોસાદ્દેક હુસૈન, નુરુલ હસન (વિકેટકિપર), મુસ્તફિઝુર રહેમાન, હસન મહમૂદ, તસ્કીન અહેમદ.
શું કહે છે હવામાન રિપોર્ટ -
વેધર રિપોર્ટ પ્રમાણે છેલ્લા બે દિવસથી એડિલેડમાં સતત વરસાદ પડી રહ્યો છે, અને જો વરસાદ કાલે પણ ચાલુ જ રહેશે, તો ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઇ શકે છે. જો આવુ થશે તો ટીમ ઇન્ડિયાનુ સેમિ ફાઇનલનુ સમીકરણ બગડી શકે છે. હવામાન વિભાગે જાણકારી આપી છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં વરસાદ વિલન બની શકે છે. એડિલેડનુ વાતાવરણ વરસાદી છે. ત્યા તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે, તે સમયે થોડો વરસાદ પણ પડશે. જોકે, હવે મેચ દરમિયાન વરસાદ કેટલી રમત બગાડી શકે છે તો તે આજે જ ખબર પડશે.
આંકડાઓ શું કહે છે ?
બાંગ્લાદેશ સામે ટી-20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ સારો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં 11 મેચ રમાઈ છે. ભારતીય ટીમે બાંગ્લાદેશને 10 વખત હરાવ્યું છે. તે જ સમયે બાંગ્લાદેશે ટીમ ઈન્ડિયાને માત્ર એક જ વાર હરાવ્યું છે. આ રીતે, આંકડા દર્શાવે છે કે આ મેચમાં ટીમ ઈન્ડિયાનો દબદબો રહેશે, પરંતુ જોવાનું રહેશે કે મેચના દિવસે હવામાન કેવુ રહે છે.
T20 વર્લ્ડ કપ સુપર 12 સ્ટેજમાં ગ્રુપ 2ની બાકીની મેચો
2 નવેમ્બર: ઝિમ્બાબ્વે v/s નેધરલેન્ડ, એડિલેડ ઓવલ
2 નવેમ્બર: ભારત v/s બાંગ્લાદેશ, એડિલેડ ઓવલ
3 નવેમ્બર: પાકિસ્તાન v/s દક્ષિણ આફ્રિકા, SCG, સિડની
6 નવેમ્બર: દક્ષિણ આફ્રિકા v/s નેધરલેન્ડ, એડિલેડ ઓવલ
6 નવેમ્બર: પાકિસ્તાન v/s બાંગ્લાદેશ, એડિલેડ ઓવલ
6 નવેમ્બર: ભારત v/s ઝિમ્બાબ્વે, MCG, સિડની