શોધખોળ કરો
ઇંગ્લેન્ડ સામેની મેચ પહેલા દક્ષિણ આફ્રિકાનો ખેલાડી કોરોના પૉઝિટીવ નીકળતા ટીમમાં ખળભળાટ, જાણો વિગતે
સીએસએએ કહ્યું કે 27 નવેમ્બરથી શરૂ થનારી લિમીટેડ ઓવરોની સીરીઝ પહેલા પૂર્વ ખેલાડીઓ અને સહયોગી સ્ટાફને જૈવિક રીતે સુરક્ષિત માહોલમાં જગ્યા આપતા પહેલા લગભગ 50 કૉવિડ-19 આરટીપીસીઆઇ ટેસ્ટ કરવામાં આવ્યા
![ઇંગ્લેન્ડ સામેની મેચ પહેલા દક્ષિણ આફ્રિકાનો ખેલાડી કોરોના પૉઝિટીવ નીકળતા ટીમમાં ખળભળાટ, જાણો વિગતે three south africa cricketers tests covid-19 positive ઇંગ્લેન્ડ સામેની મેચ પહેલા દક્ષિણ આફ્રિકાનો ખેલાડી કોરોના પૉઝિટીવ નીકળતા ટીમમાં ખળભળાટ, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/11/19195602/SA-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ દુનિયામાં ફરી એકવાર કોરોનાનો કેર શરૂ થઇ ગયો છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ સીમિત ઓવરોની સીરીઝ પહેલા દક્ષિણ આફ્રિકા મેન્સ ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડીઓ ક્વૉરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે, કેમકે તેમાંથી એક કૉવિડ-19 પૉઝિટીવી નીકળ્યો છે. ટીમમાં કોરોનાની એન્ટ્રી થતાં જ દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડના ખેલાડીમાં ખળભળાટ મચી ગયો છે.
જોકે, સીએસએએ આ ત્રણેય ખેલાડીઓ કોણ છે તેના વિશે માહિતી નથી આપી, સીએસએએ કહ્યું કે 27 નવેમ્બરથી શરૂ થનારી લિમીટેડ ઓવરોની સીરીઝ પહેલા પૂર્વ ખેલાડીઓ અને સહયોગી સ્ટાફને જૈવિક રીતે સુરક્ષિત માહોલમાં જગ્યા આપતા પહેલા લગભગ 50 કૉવિડ-19 આરટીપીસીઆઇ ટેસ્ટ કરવામાં આવ્યા.
સીએસએના નિવેદનમાં કહેવામાં આવ્યુ કે એક ખેલાડીનો ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે, અને મેડિકલ ટીમે આકલન કર્યુ છે કે બે ખેલાડી તેના નજીકના સંપર્કમાં હતા. આમાં કહેવામાં આવ્યુ કે કૉવિડ-19 નિયમો અંતર્ગત ખેલાડીઓમાં લક્ષણો નથી દેખાઇ રહ્યાં, અને સીએસએની મેડિકલ ટીમ તેના સ્વાસ્થ્ય પર નજર રાખશે.
ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય અને ત્રણ વનડે મેચોની સીરીઝ માટે વૈકલ્પિક ખેલાડીઓની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ બોર્ડે કહ્યું કે સપ્તાહના અંત પહેલા ટીમના અભ્યાસ મેચ પહેલા બે નવા ખેલાડીઓ જોડાઇ જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)