શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં ભારતના 3 સ્ટાર ક્રિકેટર સહિત 5 ક્રિકેટરના રમવા પર મૂકાઈ શકે પ્રતિબંધ, જાણો શું છે કારણ ?

ભારતીય ટીમે સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે 7 જાન્યુઆરીથી ત્રીજી ટેસ્ટ રમવાની છે. આ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાના પાંચ ખેલાડીઓ સામે કોરોનાની ગાઈડલાઈન તોડવાના આરોપ મૂકાયા છે

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમના પાંચ ખેલાડીઓ સામે કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરવા બદલ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ક્રિકેટરોને 14 દિવસ માટે ક્વોરેન્ટાઈન કરાય તો ત્રીજ ટેસ્ટમાં ના રમી શકે એવું પણ બને. રોહિત શર્મા, શુભમન ગિલ, પૃથ્વી શો, ઋષભ પંત અને નવદીપ સેની એ પાંચ ક્રિકેટરો એક ભારતીય ક્રિકેટ ચાહકના કારણે ફસાઈ ગયા છે. આ તમામ ક્રિકેટરો નવા વર્ષના દિવસે મેલબોર્નની એક રેસ્ટોરન્ટમાં ભોજન કરવા માટે ગયા હતા. આ દરમિયાન એક ક્રિકેટ ફેન નવદીપસિંહ પણ તેમની સાથે ગયો હતો. આ ક્રિકેટરોનુ બિલ પણ નવલદીપ સિંહે જ ચૂકવ્યું હતુ. એ પછી તેણે પોતાની અને ખેલાડીઓની તસવીર તથા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતાં ઘટના વાયરલ થઈ હતી. નવદીપસિંહે બિલની નકલ પણ મૂકતાં ઓસ્ટ્રેલિયાના મીડિયાએ હોબાળો મચાવી દેતાં તપાસ શરૂ થઈ છે. ભારતીય ટીમે સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે 7 જાન્યુઆરીથી ત્રીજી ટેસ્ટ રમવાની છે. આ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાના પાંચ ખેલાડીઓ સામે કોરોનાની ગાઈડલાઈન તોડવાના આરોપ મૂકાયા છે. આ પ્રકારનુ વર્તન ઓસ્ટ્રેલિયાના નિયમો પ્રમાણે કોરોના ગાઈડલાઈનનુ ઉલ્લંઘન છે. આ ગાઈડલાઈન પ્રમાણે ક્રિકેટરો બહાર રેસ્ટોરન્ટમાં જમી શકે છે પણ તેમણે આઉટડોર એટલે કે બહાર બેસીને ભોજન કરવાનુ હોય છે જ્યારે પાંચે ક્રિકેટરોએ રેસ્ટોરન્ટમાં અંદર બેસીને ભોજન કર્યુ હતુ. આ વાતને રેસ્ટોરન્ટના સ્ટાફે પણ સમર્થન આપ્યું છે. ઓસ્ટ્રેલિયા તરફથી આ મામલે હજી કોઈ નિવેદન આવ્યુ નથી પણ શક્ય છે કે, આ પાંચે ક્રિકેટરનો ફરી કોરોના ટેસ્ટ કરવામાં આવે અને તેમને ક્વોરેન્ટાઈન કરી દેવાય. ભારતીય ટીમ માટે બનાવાયેલી બાયો બબલ ગાઈડલાઈન હેઠળ તેમને 14 દિવસ પછી બહાર નિકળવા કહેવાય એવી શક્યતા છે. ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં ભારતના 3 સ્ટાર ક્રિકેટર સહિત 5 ક્રિકેટરના રમવા પર મૂકાઈ શકે પ્રતિબંધ, જાણો શું છે કારણ ? (ફાઇલ તસવીર)

ટોપ સ્ટોરી

ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
વિરાટ કોહલીને ODI રેન્કિંગમાં થયું નુકસાન, કેએલ રાહુલે લગાવી મોટી છલાંગ
વિરાટ કોહલીને ODI રેન્કિંગમાં થયું નુકસાન, કેએલ રાહુલે લગાવી મોટી છલાંગ
ટીમ ઇન્ડિયામાં વાપસી માટે આ 3 ખેલાડીઓની દાવેદારી મજબૂત, ભુવનેશ્વર કુમાર પછી કોનો વારો?
ટીમ ઇન્ડિયામાં વાપસી માટે આ 3 ખેલાડીઓની દાવેદારી મજબૂત, ભુવનેશ્વર કુમાર પછી કોનો વારો?
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
Weather Forecast: ચોમાસાની વિદાય વચ્ચે IMDનું એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
RBI એ રેપો રેટ વધારતાં લોન મોંઘી: BoB, PNB સહિત આ બેંકોએ વધાર્યા દર, EMI વધશે
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
હવે કપડાં ધોવા પણ મોંઘા! HUL એ ડિટર્જન્ટના ભાવ વધાર્યા, ઘરનું બજેટ ખોરવાશે
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Embed widget