Tim Southee Hat-Trick: કિવી બોલર ટીમ સાઉથીએ ભારત સામે લીધી હેટ્રિક, મલિંગાની ક્લબમાં થયો સામેલ
IND vs NZ, 2nd T20: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટી-20માં ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 191 રન બનાવ્યા હતા
IND vs NZ, 2nd T20: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટી-20માં ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 191 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે ટી20 વર્લ્ડકપનું ફોર્મ જાળવી રાખતાં 51 બોલમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી અણનમ 111 રન બનાવ્યા હતા. ઈશાન કિશને 31 બોલમાં 36 રન બનાવ્યા હતા. ટીમ સાઉથીએ હેટ્રિક લીધી હતી.
સૂર્યકુમારે રાહિતના રેકોર્ડની કરી બરાબરી
સૂર્યકુમાર યાદવે સદી ફટકારતાં જ રોહિત શર્માના રેકોર્ડની બરાબરી કરી હતી. સૂર્યકુમાર યાદવ ટી20 ઈન્ટરનેશનલ કેલેન્ડરમાં બે સદી ફટકારનારો બીજો બેટ્સમેન બન્યો હતો. આ પહેલા 2018માં રોહિત શર્માએ આ પરાક્રમ કર્યુ હતું.
સાઉથીની હેટ્રિક
ટીમ સાઉથીએ 20મી ઓવરના ત્રીજા, ચોથા અને પાંચમાં બોલ પર અનુક્રમે હાર્દિક પંડ્યા 13 રન, દીપક હુડ્ડા 0 રન અને વોશિંગ્ટન સુંદર 0 રને આઉટ કરીને હેટ્રિક લીધી હતી. આંતરરાષ્ટ્રીય ટી20માં સાઉથીની આ બીજી હેટ્રિક હતી. જેની સાથે તે મલિંગની ક્લબમાં સામેલ થયો હતો. મલિંગાએ પણ આંતરરાષ્ટ્રીય ટી20માં બે વખત હેટ્રિક લીધી છે.
T20 CRICKET
— 🇬🇧🇺🇦 VWH Portsmouth | Solidarity with Ukraine (@VWHPortsmouth) November 20, 2022
2nd T20 | 🇳🇿 New Zealand vs 🇮🇳 India
WICKET
Washington Sundar (0 runs scored) 🦆
c Neesham b Southee
FALL OF WICKET
IND 190 - 6
19.5 overs#Southee - #HatTrickBall
🔊 "Sandstorm" -- Darude
Image Credits: Fox Sports 503 (Fox Cricket Plus) pic.twitter.com/OGELPpkuiR
ન્યૂઝીલેન્ડે ટૉસ જીતી ભારતને આપી બેટિંગ
બે ઓવલમાં બીજી ટી20માં કીવી ટીમના કેપ્ટન કેન વિલિમસને ટૉસ જીત્યો હતો અને ભારતીય ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતું. યજમાન ટીમે પહેલા બૉલિંગ કરવાનો ફેંસલો કર્યો હો. મેદાન પર ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યા અને કીવી કેપ્ટન કેન વિલિયમસન એકબીજાને હાથ મીલાવ્યા હતા.
ભારતીય ટીમઃ ઈશાન કિશન, રિષભ પંત, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, દિપક હુડ્, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ
જાણો બન્ને ટીમોમાંથી ટી20માં કોનુ પલડુ રહ્યું છે ભારે.......
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી અત્યાર સુધીની ટી20 મેચોની વાત કરીએ તો ખબર પડશે કે ભારતીય ટીમ કીવી ટીમ પર થોડી હાવી રહી છે. બન્ને વચ્ચે અત્યાર સુધી કુલ 20 આંતરરાષ્ટ્રીય ટી20 મેચો રમાઇ છે, જેમાં ભારતીય ટીમને 11 મેચોમાં જીત હાંસલ થઇ છે, તો ન્યૂઝીલેન્ડની ટીમે 9 મેચોમાં જીત મેળવી છે. વળી, આંકડાઓમાં જોઇએ તો ભારતીય ટીમનુ દેશની બહાર પણ સારુ પ્રદર્શન દેખાઇ રહ્યું છે. ટીમ ઇન્ડિયા દેશની બહાર 6 મેચોમાં જીતી છે, જે બતાવે છે કેક ન્યૂઝીલેન્ડને તેની જ ધરતી પર પણ હરાવવાની તાકાત ભારતીય ટીમ રાખે છે.
T20 hat-trick number two for Tim Southee! 😍 #NZvIND #CricketNation pic.twitter.com/p17wtD2228
— BLACKCAPS (@BLACKCAPS) November 20, 2022