1st ODI: વાનખેડે સ્ટેડિયમમાં ભારતનું પરફોર્મન્સ છે સામાન્ય, જાણો કેટલી મેચોમાં મળી છે જીત......
મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં વનડેમાં ટીમ ઇન્ડિયાના આંકડા કંઇ સારા નથી રહ્યાં. ટીમ ઇન્ડિયાએ અહીં માત્ર 45.45 ટકા વનડે મેચો જ જીતી છે.
![1st ODI: વાનખેડે સ્ટેડિયમમાં ભારતનું પરફોર્મન્સ છે સામાન્ય, જાણો કેટલી મેચોમાં મળી છે જીત...... Today first ODi: knows ten big facts and records of Wankhede cricket Stadium mumbai, before IND vs AUS 1st ODI 1st ODI: વાનખેડે સ્ટેડિયમમાં ભારતનું પરફોર્મન્સ છે સામાન્ય, જાણો કેટલી મેચોમાં મળી છે જીત......](https://wcstatic.abplive.in/en/prod/wp-content/uploads/2018/05/v8wp6yUc0r.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IND vs AUS 1st ODI, Wankhede Stadium: આજથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝ બાદ હવે ત્રણ મેચોની વનડે સીરીઝની શરૂઆત થઇ રહી છે. આ સીરીઝની શરૂઆત આજથી 17 માર્ચ, શુક્રવારથી થઇ રહી છે, આજની પ્રથમ વનડે મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાવવાની છે, આ મેચ શરૂ થયા તે પહેલા અહીંના ખાસ રેકોર્ડ અને આંકડા પર નજર કરીએ. અહીં ભારતીય ટીમનો કેવો છે દેખાવ ને શું છે જીતની ટકાવારી...
મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં વનડેમાં ટીમ ઇન્ડિયાના આંકડા કંઇ સારા નથી રહ્યાં. ટીમ ઇન્ડિયાએ અહીં માત્ર 45.45 ટકા વનડે મેચો જ જીતી છે. વળી, ટૂરિંગ સાઇડ એટલે કે ભારત પ્રવાસ કરનારી ટીમો આ મેદાન પર અત્યાર સુધી 40.91 ટકા મેચ જીતી ચૂકી છે. જાણો આ મેદાન સાથે જોડાયેલા કેટલાક ખાસ ફેક્ટ્સ.....
આ મેદાન પર અત્યાર સુધી કુલ 22 વનડે મેચ રમાઇ ચૂકી છે.
અહીં પહેલી વનડે મેચ 1987માં રમાઇ હતી, છેલ્લી મેચ 2020 માં રમાઇ હતી.
આ મેદાન પર ઘરેલુ સાઇડ એટલે કે ટીમ ઇન્ડિયાએ કુલ 10 (45.45 ટકા જીત) મેચોમાં જીત પોતાના નામે કરી છે. વળી, ભારતનો પ્રવાસ કરનારી ટીમોએ 9 (40.91 ટકા જીત) મેચ પોતાના નામે કરી છે. જ્યારે નેચરલ સાઇડે કુલ 3 (13.64) મેચ જીતી છે.
અહીં અત્યાર સુધી પહેલા બેટિંગ કરનારી અને બાદમાં બેટિંગ કરનારી ટીમોએ 11-11 મેચ જીતી છે. પહેલા અને પછી બેટિંગ કરનારી ટીમોની જીત ટકાવારી 50-50ની રહી છે.
અહીં વનડેમાં ટૉસ હારનારી ટીમે કુલ 12 અને ટૉસ જીતનારી ટીમે 10 મેચ જીતી છે.
આ મેદાન પર રમાયેલી તમામ વનડે મેચોનું પરિણામ આવ્યુ છે.
કોઇપણ મેચ ડ્રૉ, ટાઇ કે પરિણામ વિનાની નથી રહી.
અહીં વનડેની એક ઇનિંગમાં હાઇ સ્કૉર 438/4 નો રહ્યો છે. આ ટૉટલ સાઉથ આફ્રિકાએ 2015 માં ભારતીય ટીમની વિરુદ્ધ બનાવ્યુ હતુ.
આ મેદાન પર વનડેમાં સૌથી ઓછુ ટૉટલ 115 રનોનું છે. આ ટૉટલ 1998 માં બાંગ્લાદેશે ભારત વિરુદ્ધ બનાવ્યુ હતુ.
અહીં વનડેમાં 284/4 રનોનો સૌથી મોટો રન ચેઝ થયો છે. આ ચેઝ 2017માં ન્યૂઝીલેન્ડે ભારત વિરુ્દ્ધ કર્યો હતો.
અહીં વનડેમાં શ્રીલંકાના પૂર્વ ખેલાડી સનથ જયસૂર્યાના નામે હાઇ સ્કૉર નોંધાયેલો છે. તેને 1997માં ભારત વિરુદ્ધ રમાયેલી મેચોમાં 151* રનોની ઇનિંગ રમી હતી.
ક્યારે અને ક્યાંથો જોઇ શકાશે લાઇવ મેચ ?
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝની પહેલી મેચ 17 માર્ચે બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે. આ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની અલગ અલગ ચેનલો પરથી કરવામાં આવશે. મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર ઉપલબ્ધ રહેશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)