T20: વર્લ્ડકપમાં આજે મોટી મેચ, દાંવ પર રહેશે ત્રણ ટીમોની સેમિ ફાઇનલની દાવેદારી
આજે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 માં ગૃપ 2માં બે મોટી મેચો રમાવવાની છે, ત્રણ ટીમોની સેમિ ફાઇનલમાં જવાની દાવેદારી પર દાંવ લાગશે
ZIM vs NED, IND vs BAN: આજે આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022 (T20 WC 2022)માં ગૃપ 2માં બે મોટી મેચો રમાવવાની છે, આજે એક સાથે ચાર ટીમો રમશે, પરંતુ ત્રણ ટીમોની સેમિ ફાઇનલમાં જવાની દાવેદારી પર દાંવ લાગશે. આજે સવારે ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડ્સ (ZIM vs NED)ની વચ્ચે ટક્કર થશે, જ્યારે બપોરે ભારત અને બાંગ્લાદેશ (IND vs BAN) મહત્વની મેચ રમાશે. નેધરલેન્ડ્સ તો પહેલાથી જ સેમિ ફાઇનલની રેસમાંથી બહાર નીકળી ગયુ છે, પરંતુ આ સિવાયની ત્રણેય ટીમો માટે આજનો દિવસ મહત્વનો છે, આમાં ઝિમ્બાબ્વે, બાંગ્લાદેશ અને ભારતીય ટીમ સામેલ છે. આ ત્રણેય માટે આજની મેચ જીતવી ખુબ જરૂરી છે.
નેધરલેન્ડ્સ વિરુદ્ધ ઝિમ્બાબ્વે -
આ બન્ને ટીમોની વચ્ચે સવારે 9.30 વાગ્યાથી મેચ શરૂ થશે. નેધરલેન્ડસ્ અત્યાર સુધી સુપર 12 રાઉન્ડની પોતાની ત્રણેય મેચો હારી ચૂક્યુ છે. તે પૉઇન્ટ ટેબલમાં સૌથી નીચે છે. વળી ઝિમ્બાબ્વેની ટીમે એક હાર એક જીત, અને એક પરિણામ વિનાની મેચ સાથે રેસમાં ટકેલુ છે. ઝિમ્બાબ્વેની ટીમે મજબૂત ગણાતી પાકિસ્તાનની ટીમને હરાવીને સમીકરણો બદલી કાઢયા છે. આ મોટા ઉલટફેરથી સેમિ ફાઇનલમાં જવાની ઝિમ્બાબ્વેની આશા જીવંત રહી છે.
ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ -
આજે બપોરે 1.30 વાગ્યાથી ભારત અને બાંગ્લાદેશની ટીમે આમને સામને ટકરાશે. આ બન્ને ટીમો સુપર 12 રાઉન્ડમાં 2-2 મેચો જીતી ચૂકી છે. ભારતે પાકિસ્તાન અને નેધરલેન્ડ્સને હરાવ્યુ છે,તો બાંગ્લાદેશે નેધરલેલેન્ડ્સ અને ઝિમ્બાબ્વેને હરાવ્યુ છે, જોકે, બન્નેએ દક્ષિણ આફ્રિકા સામે મેચ ગુમાવી છે. આ મેચ જીતનારી ટીમ પોતાની સેમિફાઇનલની દાવેદારી મજબૂત કરી શકે છે. હાલમાં ટીમ ઇન્ડિયાનુ પલડુ ભારે લાગી રહ્યું છે. બન્ને ટીમોની વચ્ચે 11 ટી20 મેચો રમાઇ છે, અને ટીમ ઇન્ડિયા 10માં જીત મેળવવામાં સફળ રહી છે.
T20 World Cup 2022: શાકિબ અલ હસનનું નિવેદન, કહ્યું- ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતવા આવી છે, પરંતુ અમે....
'ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ જીતવા ઓસ્ટ્રેલિયા આવી છે, પરંતુ...'
બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને કહ્યું કે ટીમ ઈન્ડિયા ચોક્કસપણે ફેવરિટ છે, પરંતુ અમે આ મેચમાં અપસેટ કરવા ઈચ્છીશું. તેણે કહ્યું કે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપ જીતવા આવી છે, અમારી ટીમ અહીં વર્લ્ડ કપ જીતવા નથી આવી. શાકિબ અલ હસને વધુમાં કહ્યું કે જો અમે ટીમ ઈન્ડિયા સામે જીતવામાં સફળ રહીશું તો અપસેટ થશે. સાથે જ તેણે કહ્યું કે ભારત સામેની મેચમાં અમે અમારા સો ટકા આપીશું.