IPL 2024: પાવર પ્લેમાં 100 વિકેટ લેનાર ત્રીજો ખેલાડી બન્યો ટ્રેન્ટ બોલ્ટ, રેકોર્ડ લીસ્ટમાં એક ભારતીય પણ સામેલ
IPL 2024: રાજસ્થાન રોયલ્સ વિ સનરાઈઝર્સ હૈદરાબાદ મેચમાં, ટ્રેન્ટ બોલ્ટે પ્રથમ 6 ઓવરમાં 3 વિકેટ લીધી. બોલ્ટે પાવરપ્લે ઓવરનો ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
IPL 2024: આઈપીએલ 2024 ની બીજી ક્વોલિફાયર મેચ ચેપોક સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ટ્રેન્ટ બોલ્ટે T20 ક્રિકેટના ઈતિહાસમાં પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા બોલરોની યાદીમાં સ્થાન બનાવી લીધું છે. જો આપણે T20 ક્રિકેટના ઈતિહાસ પર નજર કરીએ તો અત્યાર સુધી માત્ર ત્રણ જ ખેલાડી એવા છે જેમણે પ્રથમ 6 ઓવરમાં 100 કે તેથી વધુ વિકેટ લીધી હોય. હવે આ યાદીમાં ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટનું નામ પણ જોડાઈ ગયું છે. T20 ક્રિકેટના ઈતિહાસમાં તેણે અત્યાર સુધી પાવરપ્લે ઓવરમાં 100થી વધુ વિકેટ ઝડપી છે. તેણે આઈપીએલ 2024ની ક્વોલિફાયર 2 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.
WATCH 📽️
— IndianPremierLeague (@IPL) May 24, 2024
Trent Boult's impactful comeback ⚡️🔽#TATAIPL | #SRHvRR | #Qualifier2 | #TheFinalCallhttps://t.co/l5d8HtX56r
પાવરપ્લેનો કિંગ ટ્રેન્ટ બોલ્ટ
ટ્રેન્ટ બોલ્ટે 2015માં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા IPLમાં ડેબ્યૂ કર્યું હતું. તે આ લીગમાં રાજસ્થાન રોયલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ તરફથી પણ રમી ચૂક્યો છે અને હવે તે રાજસ્થાન રોયલ્સ ટીમનો ભાગ છે. તેણે તેની T20 ક્રિકેટ કારકિર્દીમાં ઘણી અન્ય ટીમોનું પ્રતિનિધિત્વ કર્યું છે. બોલ્ટે હૈદરાબાદ સામેની ક્વોલિફાયર 2 મેચમાં પાવરપ્લે ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ ઓવરમાં અભિષેક શર્મા અને 5મી ઓવરમાં રાહુલ ત્રિપાઠીની વિકેટ લઈને T20 ક્રિકેટની પાવરપ્લે ઓવરમાં 100 વિકેટ પૂરી કરી. તેણે ઇનિંગની પાંચમી ઓવરમાં એડન માર્કરમને પણ પેવેલિયન મોકલી દીધો હતો. આ સાથે ટ્રેન્ટ બોલ્ટે હવે T20માં પ્રથમ 6 ઓવરમાં 101 વિકેટ ઝડપી છે. ટ્રેન્ટ બોલ્ટની ટી20 કારકિર્દી 223 મેચની છે, જેમાં તેણે 254 વિકેટ લીધી છે.
ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર ડેવિડ વિલી ટોપ પર
નોંધનીય છે કે પાવરપ્લે ઓવરમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર ડેવિડ વિલી ટોપ પર છે. ડેવિડ વિલીએ તેની T20 કારકિર્દીમાં અત્યાર સુધીમાં 292 મેચ રમી છે અને 295 વિકેટ લીધી છે, જેમાંથી 128 પાવરપ્લે ઓવરમાં આવી છે. આ યાદીમાં ભુવનેશ્વર કુમાર એકમાત્ર ભારતીય ખેલાડી છે. ભુવનેશ્વરે તેની T20 કારકિર્દીમાં અત્યાર સુધી 284 મેચમાં 299 વિકેટ ઝડપી છે. જેમાંથી ભુવનેશ્વરની 118 વિકેટ પહેલી 6 ઓવરમાં જ આવી છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial