શોધખોળ કરો
Advertisement
ટ્વિટર યુઝરે બનાવી ભાગ્યે જ સારું રમતા ક્રિકેટરોની ટુક ટુક એકેડમી, ધોની-જાધવ ઉપરાંત બીજો કોનો સમાવેશ?
ટુક ટુક એકડમીમાં યુવા બેટ્સમેન યશસ્વી જાયસ્વાલને ટ્વીટર પર ટ્રૉલિંગનો શિકાર થવાનો વારો આવ્યો છે. 18 વર્ષીય જાયસ્વાલ હાલ રાજસ્થાન રૉયલ્સની ટીમમાંથી રમી રહ્યો છે, પરંતુ પ્રદર્શન ખરાબ છે
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન યુએઇમાં રમાઇ રહી છે. દરેક ટીમો એકબીજાને માત આપીને પૉઇન્ટ ટેબલ પર કબજો જમાવવા પ્રયાસ કરી રહી છે. ત્યારે સારુ રમતા અને ખરાબ રમી રહેલા ખેલાડીઓની સોશ્યલ મીડિયા પર એકબાજુ પ્રસંશા અને બીજી બાજુ ટ્રૉલિંગ થઇ રહી છે. તાજેતરમાંજ ટ્વીટર પર એક ટુક ટુક એકેડમી કરીને એકાઉન્ટ બનાવવામાં આવ્યુ છે. આમાં કેટલાક ખેલાડીઓને ટાર્ગેટ કરાઇ રહ્યાં છે.
ટુક ટુક એકડમીમાં આઇપીએલ 13માં ખરાબ પરફોર્મન્સ કરી રહેલા અને ખાસ કરીને ક્યારેય ક્યારેય સારુ રમી રહેલા ખેલાડીઓને ટાર્ગેટ કરાયા છે. અહીં ધોની, કેદાર જાધવ, સંજૂ સેમસન, મેક્સવેલ, પંત અને અશ્વિનની સાથે સાથે યંગ ક્રિકેટર્સ યશસ્વી જાયસ્વાલને આડેહાથે લેવામાં આવ્યો છે.
ટુક ટુક એકડમીમાં યુવા બેટ્સમેન યશસ્વી જાયસ્વાલને ટ્વીટર પર ટ્રૉલિંગનો શિકાર થવાનો વારો આવ્યો છે. 18 વર્ષીય જાયસ્વાલ હાલ રાજસ્થાન રૉયલ્સની ટીમમાંથી રમી રહ્યો છે, પરંતુ પ્રદર્શન ખરાબ છે.
યશસ્વી જાયસ્વાલે ભારતીય અંડર-19 વર્લ્ડકપ ટીમમાં ધમાલ મચાવી હતી, તેને વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં 400 રન બનાવીને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ જીત્યો હતો, પરંતુ આઇપીએલમાં બેકફૂટ પર આવી ગયો છે. જેથી ટ્વીટર પર જાસ્વાલને લોકો ટ્રૉલિંગ કરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement