T20 WC 2022: આજે બે મેચો, અફઘાનિસ્તાન સામે ટકરાશે આયરલેન્ડ, ઓસ્ટ્રેલિયા સામે હશે ઇંગ્લેન્ડને પડકાર
આઇસીસી ટી20 વર્લ્ડકપમાં આજે બે મેચો રમાશે, પહેલી મેચમાં અફઘાનિસ્તાનની ટક્કર આયરલેન્ડ (AFG vs IRE) સામે થશે. આ મેચ મેલબૉર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર સવારે 9.30 વાગ્યાથી શરૂ થશે.
AFG vs IRE, ENG vs AUS: આઇસીસી ટી20 વર્લ્ડકપમાં આજે બે મેચો રમાશે, પહેલી મેચમાં અફઘાનિસ્તાનની ટક્કર આયરલેન્ડ (AFG vs IRE) સામે થશે. આ મેચ મેલબૉર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) પર સવારે 9.30 વાગ્યાથી શરૂ થશે. વળી બીજી મેચમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ (AUS vs ENG)ની ટીમે આમને સામને રહેશે. આ મેચ બપોરે 1.30 વાગ્યાથી રમાશે. આ મેચ પણ મેલબૉર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં જ રમાશે.
AFG vs IRE: જીતની લયને યથાવત રાખવા મેદાનમાં ઉતરશે આયરલેન્ડ -
ગૃપ 1માં અફઘાનિસ્તાનની એક મેચ વરસાદના કારણે પરિણામ વિનાની રહી છે. અને એક મેચમાં ઇંગ્લેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો છે. સેમિફાઇનલની રેસમાં ટકી રહેવા માટે આજની મેચ તેમના માટે ખુબ મહત્વની છે. હાલમાં અફઘાનિસ્તાનની ટીમ સારી લયમાં નથી, તેને પોતાની છેલ્લી ચારેય મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે.
વળી, આયરલેન્ડની ટીમ આ વર્લ્ડકપમાં બે મોટા ઉલટફેર કરી ચૂકી છે. ફર્સ્ટ રાઉન્ડમાં વેસ્ટ ઇન્ડિઝને માત આપી હતી, વળી, ગૃપ 1ની ગઇ મેચમાં આ ટીમે ઇંગ્લેન્ડને માત આપી છે. આયરિશ ટીમની ઓપનિંગ જોડી અને ફાસ્ટ બૉલરો હાલના સમયમાં દમદાર લયમાં છે. આજની મેચમાં આયરિશ ટીમ ખુબ આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે.
AUS vs ENG: ઇંગ્લેન્ડની પલડુ ભારે
બન્ને ટીમો ગૃપ 1ની પોતાની બે-બે મેચોમાંથી એક હાર અને એક જીતી સાથે રમી રહી છે. ઇંગ્લેન્ડે જ્યાં અફઘાનિસ્તાન પર જીત હાંસલ કરી છે, તો આયરલેન્ડ વિરુદ્ધ તેમના હારનો સામનો કરવો પડ્યો છે. વળી, ઓસ્ટ્રેલિયાએ પોતાની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે કરારી હાર ઝીલવી પડી હતી, ત્યારબાદ તેને શ્રીલંકા સામે જીત હાંસલ કરીને વાપસી કરી હતી.
આ મેચમાં ઇંગ્લેન્ડનુ પલડુ થોડુ ભાર દેખાઇ રહ્યું છે. ખરેખરમાં, ટી20 વર્લ્ડકપ 2022ની ઠીક પહેલા ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર ટી20 સીરીઝમાં શરૂઆતની બન્ને મેચોમાં હરાવ્યુ હતુ. જોકે, ત્રીજી મેચમાં પણ તેનુ પલડુ ભારે હતુ પરંતુ વરસાદના કારણે મેચ ધોવાઇ ગઇ હતી.
T20 WC 2022: ચેમ્પીયન ટીમ ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, ત્રણ દિવસમાં બીજો મેચ વિનર ખેલાડી કોરોનાની ઝપેટમાં, જાણો વિગતે
Matthew Wade T20 World Cup 2022: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022માં ફરી એકવાર કોરોનાની એન્ટ્રી થઇ ચૂકી છે. એક પછી એક ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવવાના સમાચાર સામે આવી રહ્યાં છે. રિપોર્ટ છે કે, યજમાન ટીમ ઓસ્ટ્રેલિયાને ફરીથી એક મોટો ઝટકો લાગ્યો છે, તેની ટીમનો બીજો મોટો ખેલાડી મેથ્યૂ વેડ કોરોનાથી સંક્રમિત થયો છે. ઉલ્લેખનીય છે કે, મેથ્યૂ વેડ હાલમાં ઓસ્ટ્રેલિયન ટીમનો અનુભવી અને મુખ્ય વિકેટકીપર બેટ્સમેન છે, પરંતુ કોરોનાથી સંક્રમિત થતાં જ ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. મેથ્યૂ વેડે ગત ટી20 વર્લ્ડકપ 2021માં ટીમને જીત અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી, તેની આક્રમક બેટિંગના કારણે જ ટીમ પહેલીવાર ટી20 વર્લ્ડકપ ચેમ્પીયન બની હતી.
રિપોર્ટ છે કે, મેથ્યૂ વેડ કોરોનાથી સંક્રમિત થયા બાદ લૉઅર મીડલ ઓર્ડરમાં ટીમને આક્રમક બેટ્સમેનની મોટી ખોટ પડી શકે છે, હાલમાં વિકેટકીપર બેટ્સમેન તેના જેવો બીજો કોઇ નથી. ઓસ્ટ્રેલિયન ટીમ વર્ષ 2021 ટી20 વર્લ્ડકપ ચેમ્પીયન ટીમ છે અને વર્ષ 2022ની ટી20 વર્લ્ડકપની યજમાની કરી રહી છે. પરંતુ કોરોનાનો ભય ટીમને વધુ નબળી બનાવી શકે છે.
ત્રણ દિવસમાં બે કાંગારુ ક્રિકેટરો કોરોનાથી સંક્રમિત -
આ પહેલા શ્રીલંકા સામેની મેચ અગાઉ ઓસ્ટ્રેલિયન સ્ટાર સ્પીનર એડમ ઝમ્પા પણ કોરોનાથી સંક્રમિત થયો હતો, એડમ જામ્પા પણ ટીમનો મુખ્ય લેગ-સ્પિનર હોવાની ઉપરાંત મેચ વિનર ખેલાડી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા આઇરિશ ઓલરાઉન્ડર જ્યોર્જ ડોકરેલ સકારાત્મક પરીક્ષણ પરિણામ હોવા છતાં શ્રીલંકા સામે રમ્યાના દિવસો બાદ આ સમાચાર આવ્યા હતા. 30 વર્ષીય લેગ સ્પિનરમાં માત્ર હળવા લક્ષણો દેખાયા હતા. મેચ ઝમ્પાએ ટીમ સાથે પ્રેક્ટિસ નહોતી કરી.