શોધખોળ કરો

T20 World Cup 2022: નેધરલેન્ડે રચ્યો ઈતિહાસ, નામીબિયા પર UAEએ જીત મેળવતાં સુપર-12માં પહોંચી ડચ ટીમ

નેધરલેન્ડ ક્રિકેટ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. નેધરલેન્ડની ટીમ T20 વર્લ્ડ કપ 2022ના સુપર-12 રાઉન્ડમાં પહોંચી ગઈ છે.

T20 World Cup 2022 Super-12 Round: નેધરલેન્ડ ક્રિકેટ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. નેધરલેન્ડની ટીમ T20 વર્લ્ડ કપ 2022ના સુપર-12 રાઉન્ડમાં પહોંચી ગઈ છે. જોકે શ્રીલંકા સામેની મેચમાં નેધરલેન્ડને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ટીમ યુએઈની નામિબિયા સામેની જીત સાથે T20 વર્લ્ડ કપ 2022ના સુપર-12 રાઉન્ડમાં પહોંચી હતી. તે જ સમયે, આ ટૂર્નામેન્ટમાં યુએઈની આ પ્રથમ જીત છે. આ મેચની વાત કરીએ તો UAEએ નામીબિયાને 7 રનથી હરાવ્યું હતું. UAEના ખેલાડી મોહમ્મદ વસીમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

નેધરલેન્ડ સુપર-12માં પહોંચ્યુંઃ

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી UAEએ 20 ઓવરમાં 3 વિકેટે 148 રન બનાવ્યા હતા. આ રીતે નામિબિયાને મેચ જીતવા માટે 149 રન બનાવવાના હતા, પરંતુ ઓલરાઉન્ડર ડેવિડ વીજેની શાનદાર ઇનિંગ્સ છતાં પણ જીતથી 7 રન દૂર રહી હતી. નામિબિયાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 141 રન બનાવી શકી હતી. UAEના ઓપનર મોહમ્મદ વસીમે 41 બોલમાં 50 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગ દરમિયાન 3 સિક્સ અને 1 ફોર ફટકારી હતી. આ સિવાય કેપ્ટન સીપી રિઝવાને 29 બોલમાં અણનમ 43 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન સીપી રિઝવાને પોતાની ઇનિંગ દરમિયાન 3 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. હવે નેધરલેન્ડ સુપર 12માં પહોંચી ગયું છે.

'આજનો દિવસ UAE ક્રિકેટ માટે ખૂબ જ ખાસ છે'

આ મેચમાં જીત બાદ UAEના કેપ્ટન સીપી રિઝવાને કહ્યું કે, આજનો દિવસ UAE ક્રિકેટ માટે ખૂબ જ ખાસ છે. મારા કોચ ઉપરાંત હું ટીમ મેનેજમેન્ટનો આભાર માનવા માંગુ છું. તેણે કહ્યું કે અમારી ટીમે ઘણા પ્રસંગોએ ટુકડે ટુકડે સારું પ્રદર્શન કર્યું, પરંતુ આજે એક ટીમ તરીકે શાનદાર રમત દેખાડી. UAE સામેની હારથી નિરાશ થયેલા નામીબિયાના કેપ્ટન ગેરહાર્ડ ઈરાસ્મસે કહ્યું કે જ્યારે અમે UAEને 148 રન સુધી સીમિત રાખ્યું ત્યારે એવું લાગતું હતું કે અમે બોલિંગમાં સારું પ્રદર્શન કર્યું છે, અમે આ લક્ષ્યનો પીછો કરીશું, પરંતુ મધ્ય ઓવરમાં અમારા બેટ્સમેનોએ ખરાબ પ્રદર્શન કર્યું. જેના કારણે ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડGujarat Weather Forecast | હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેરChampion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર

Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી

Embed widget