શોધખોળ કરો

આ 17 વર્ષના ધોનીની જેમ સિક્સર ફટકારીને ભારતને બનાવ્યું વર્લ્ડકપ ચેમ્પિયન, આ ખેલાડી છે ક્યાંનો ?

2011ના વર્લ્ડકપની ફાઈનલમાં કેપ્ટન મહેનેદ્રસિંહ ધોનીએ સિક્સર ફટકારીને સ્ટાઈલમાં ભારતને જીત અપાવી હતી.

મુંબઈઃ ભારતના યુવા ક્રિકેટરોની અંડર 19 ટીમે પાંચમી વખત અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો છે. ભારતીય ટીમે  190 રનનો ટાર્ગેટ 47.4 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને પાર કરી લીધો હતો. આ ઈનિંગમાં નિશાંત સિંધુ 50 અને દિનેશ બાના 13 રન બનાવીને અણનમ રહ્યા હતા. આ ફાઈનલે ક્રિકેટ ચાહકોને 2011ના ભારતના  વર્લ્ડકપ વિજયની યાદ તાજી કરાવી દીધી હતી.

2011ના વર્લ્ડકપની ફાઈનલમાં કેપ્ટન મહેનેદ્રસિંહ ધોનીએ સિક્સર ફટકારીને સ્ટાઈલમાં ભારતને જીત અપાવી હતી. આ મેચમાં પણ દિનેશ બાનાએ સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. મહેન્દ્ર સિંહ ધોનીએ 2011 વિશ્વકપની ફાઇનલમાં સમાન રીતે સિક્સ ફટકારીને ભારતને શ્રીલંકા સામે જીત અપાવી હતી એનું આ પુનરાવર્તમ દિનેશ બાનાએ કર્યું હતું.

દિનેશ બાના હરિયાણાના હિસારનો છે. 15 ડીસેમ્બર, 2004ના રોજ હરિયાણાના હિસારમાં જન્મેલા દિનેશ બાનાએ ભારતના વર્લ્ડકપ વિજયને યાદગાર બનાવી દીધો હતો. ભારતની જીતનો હીરો ઓલરાઉન્ડર રાજ બાવા રહ્યો હતો. બાવાએ પહેલા 31 રનમાં પાંચ વિકેટ લીધી હતી. આ પછી તેણે 35 રનની ઇનિંગ પણ રમી અને બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત વાઇસ કેપ્ટન શેખ રાશિદે પણ 50 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

ભારતીય ટીમે અગાઉ 2000, 2008, 2012 અને 2018માં પણ અંડર-19 વર્લ્ડ કપમાં ખિતાબ જીત્યો હતો. અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં ઇંગ્લેન્ડે ભારત વિરૂદ્ધ ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે ઇંગ્લેન્ડની ટીમ 189 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી તેથી ભારતને પાંચમુ ટાઈટલ જીતવા માટે 190 રનની જરૂર હતી.

ભારત તરફથી રાજ બાવાએ 5 અને રવિ કુમારે 4 વિકેટ ઝડપી હતી જ્યારે કૌશલ તાંબેને 1 વિકેટ મળી હતી. ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડની ટીમે એક સમયે 91 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ ત્યાર પછી રેવ અને જેમ્સ સેલ્સ (34)એ આઠમી વિકેટ માટે 93 રનની ભાગીદારી કરીને ઈંગ્લેન્ડને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું.

આ પણ વાંચો........ 

સૂર્ય નમસ્કાર નિયમિત કરવામાં આવે તો શરીરમાં આવે છે ઊર્જા, જાણો અન્ય ફાયદા

અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં એવુ શું બન્યુ કે ફેન્સને આવી ગઇ 2011ના ધોનીની યાદ, જાણો વિગતે

અલવિદા લત્તા દીદી, સ્વર કોકિલા લત્તા મંગેશકરનું નિધન, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

આ 17 વર્ષના ધોનીની જેમ સિક્સર ફટકારીને ભારતને બનાવ્યું વર્લ્ડકપ ચેમ્પિયન, આ ખેલાડી છે ક્યાંનો ?

Laptop Tips: વર્ક ફ્રૉમ માટે લેપટૉપ ખરીદો છો ? તો પહેલા જાણીલો આ પાંચ વાતોને............

Video : ટીવી એક્ટ્રેસનો ટુંકો ડ્રેસ બન્યો મુસીબત, ડાન્સ કરતી હતી તે સમયે જ...... વીડિયો વાયરલ

ટોપ સ્ટોરી

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget