(Source: ECI/ABP News/ABP Majha)
અંડર-19 વર્લ્ડકપ 2022ના હીરો Raj Bawaના દાદા પણ ભારતને અપાવી ચૂક્યા છે આ મોટુ સન્માન, જાણો 74 વર્ષ પહેલા શું થયુ હતુ
ઇંગ્લેન્ડની ટીમ જ્યારે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરી તો ભારતના રાજ બાવા અને રવિ કુમારે મળીને ઇંગ્લિશ ટીમના ટૉપ ઓર્ડરને ધરાશાયી કરી દીધો.
Raj Angad Bawa: ભારતની યુવા ટીમ એકવાર ફરીથી અંડર-19 વર્લ્ડકપ (U19 World Cup) વિજેતા બની ચૂકી છે. ફાઇનલ મેચમાં ભારતીય ટીમે (India U19 Team) ઇંગ્લેન્ડ (England U19 Team)ને 4 વિકેટથી હરાવીને આ ટ્રૉફી પર પાંચમી વાર કબજો જમાવ્યો છે. ભારતની જીતનો હીરો રહ્યો ટીમ ઇન્ડિયાનો ઓલરાઉન્ડર રાજ અંગદ બાવા (Raj Angad Bawa), બેટિંગ અને બૉલિંગમાં બાવાની મોટી ભૂમિકા મેચમાં જોવા મળી, તેને મુસ્કેલી પરિસ્થિતિમાં પણ જરૂરી પાર્ટનરશીપ કરી અને ટીમને જીત સુધી પહોંચાડી. જાણો મેન ઓફ ધ મે બનેલા રાજ અંગદ બાવા વિશે, બાવાના દાદા પણ ભારતને 74 વર્ષ અગાઉ મોટુ સન્માન અપાવી ચૂક્યા છે.
બૉલિંગ અને બેટિંગમાં વિરોધીઓને બાવાએ હંફાવ્યા-
ઇંગ્લેન્ડની ટીમ જ્યારે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરી તો ભારતના રાજ બાવા અને રવિ કુમારે મળીને ઇંગ્લિશ ટીમના ટૉપ ઓર્ડરને ધરાશાયી કરી દીધો. રાજ બાવાએ 31 રન આપીને 5 વિકેટો ઝડપી, પરિણામ એ આવ્યુ કે ઇંગ્લિશ ટીમ માત્ર 189 રન બનાવી શકી અને ઓલઆઉટ થઇ ગઇ. આ પછી જ્યારે બેટિંગની વાત આવી તો ફરી એકવાર રાજ બાવા કેર બન્યો. બાવાએ એવા સમયે નિશાન્ત સિન્ધૂ (50)ની સાથે મહત્વની પાર્ટનરશીપ કરી જ્યારે ટીમ મુસ્કેલીમાં હતી. ભારતીય ટીમ 190 રનના લક્ષ્યનો પીછો કરતા 97 રન પર ચાર વિકેટ ગુમાવી ચૂકી હતી. અહીં નિશાન્ત અને રાજે 67 રનની પાર્ટનરશીપ કરીને ટીમને ફરીથી જીતના પાટા પર લાવી દીધી. રાજ બાવા 35 રન બનાવીને આઉટ થયો, પરંતુ ત્યાં સુધી તે ભારતની જીત નક્કી કરી ચૂક્યો હતો.
74 વર્ષ પહેલા દાદા લાવ્યા હતા ભારત માટે ગૉલ્ડ મેડલ-
રાજ અંગદ બાવાના દાદાજી તારલોચન બાવા ઓલિમ્પિક ગૉલ્ડ મેડાલિસ્ટ રહી ચૂક્યા છે. તે યૂનાઇટેડ કિંગડમમાં 1948 ઓલિમ્પિકમાં ગૉલ્ડ મેડલ જીતનારી ભારતીય હૉકી ટીમના સભ્ય હતા. તારલોચને ઓલિમ્પિક 1948માં રમાયેલી હૉકી ફાઇનલમાં એક દમદાર ગૉલ ફટકાર્યો હતો, આ મેચમાં ભારતીય ટીમે 4-0થી જીત મેળવીને ગૉલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.
આ પણ વાંચો........
સૂર્ય નમસ્કાર નિયમિત કરવામાં આવે તો શરીરમાં આવે છે ઊર્જા, જાણો અન્ય ફાયદા
અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં એવુ શું બન્યુ કે ફેન્સને આવી ગઇ 2011ના ધોનીની યાદ, જાણો વિગતે
અલવિદા લત્તા દીદી, સ્વર કોકિલા લત્તા મંગેશકરનું નિધન, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
આ 17 વર્ષના ધોનીની જેમ સિક્સર ફટકારીને ભારતને બનાવ્યું વર્લ્ડકપ ચેમ્પિયન, આ ખેલાડી છે ક્યાંનો ?
Laptop Tips: વર્ક ફ્રૉમ માટે લેપટૉપ ખરીદો છો ? તો પહેલા જાણીલો આ પાંચ વાતોને............
Video : ટીવી એક્ટ્રેસનો ટુંકો ડ્રેસ બન્યો મુસીબત, ડાન્સ કરતી હતી તે સમયે જ...... વીડિયો વાયરલ