Rinku Singh: IPLના સ્ટાર ક્રિકેટર રિંકૂ સિંહે સુપર ઓવરમાં ફટકારી સતત ત્રણ સિક્સ, ટીમને અપાવી ધમાકેદાર જીત
UP T20 League: રિંકૂએ સુપર ઓવરમાં સતત 3 સિક્સ ફટકારી ટીમને જીત અપાવી હતી
![Rinku Singh: IPLના સ્ટાર ક્રિકેટર રિંકૂ સિંહે સુપર ઓવરમાં ફટકારી સતત ત્રણ સિક્સ, ટીમને અપાવી ધમાકેદાર જીત UP T20 League: Rinku Singh smashes hat-trick of sixes as Meerut Mavericks beat Kashi Rudras Rinku Singh: IPLના સ્ટાર ક્રિકેટર રિંકૂ સિંહે સુપર ઓવરમાં ફટકારી સતત ત્રણ સિક્સ, ટીમને અપાવી ધમાકેદાર જીત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/01/4d18f5b55c1bd5e67c5e82565355b95e169353390756374_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rinku Singh Hit 3 Sixes In Super Over: વર્ષ 2023 રિંકૂ સિંહ માટે તેની ક્રિકેટ કારકિર્દીમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ સાબિત થયું છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સીઝનમાં સતત 5 સિક્સર ફટકારીને કોલકાતા નાઈટ રાઈડર્સને જીતાડનાર રિંકૂએ હવે ફરીથી કમાલ કર્યો છે. 30 ઓગસ્ટથી શરૂ થયેલી ઉત્તર પ્રદેશ ટી-20 લીગની પ્રથમ સીઝનની ત્રીજી મેચમાં રિંકૂએ સુપર ઓવરમાં સતત 3 સિક્સ ફટકારી ટીમને જીત અપાવી હતી. જેના કારણે મેરઠ મેરવિક્સની ટીમે કાશી રુદ્રાસ સામે રોમાંચક જીત નોંધાવી હતી.
View this post on Instagram
UP T20 લીગની ત્રીજી મેચમાં મેરઠની ટીમનો સામનો કાશી સામે હતો. બંન્ને દાવ પૂર્ણ થયા બાદ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આવી સ્થિતિમાં કાશી રુદ્રાસની ટીમે સુપર ઓવરમાં 6 બોલમાં 16 રન બનાવીને મેરઠને 17 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દિવ્યાંશ જોશીને મેવેરિક્સ માટે ઇનિંગ્સ શરૂ કરવા માટે રિંકૂ સિંહ સાથે મોકલવામાં આવ્યો હતો.
View this post on Instagram
સુપર ઓવરનો પહેલો બોલ ડોટ રહ્યો હતો તે પછી રિંકૂએ ડાબોડી સ્પિનર શિવા સિંહના બોલ પર સિક્સ ફટકારી હતી. બાદમા રિંકૂએ ઓવરના ત્રીજા બોલ પર મિડ-વિકેટ પર સિક્સ ફટકારી હતી. બાદમાં ચોથા બોલ પર રિંકૂએ સિક્સ ફટકારી ટીમને જીત અપાવી હતી.
રિંકૂ સિંહે સુપર ઓવરમાં પોતાની ટીમને જીત અપાવ્યા બાદ કહ્યું હતું કે આ એક શાનદાર અહેસાસ છે કારણ કે આવી પરિસ્થિતિ આઇપીએલમાં પણ બની હતી. સુપર ઓવર સુધી ખૂબ જ સારી મેચ હતી. મેં વિચાર્યું કે મારે બને એટલું શાંત રહેવું જોઈએ, જે મેં આઈપીએલમાં કર્યું અને એ જ રીતે 3 સિક્સ ફટકારી અને ટીમને જીત અપાવી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)