90 બોલમાં 190 રન ફટકાર્યા, ઈગ્લેન્ડ જતા અગાઉ વૈભવ સૂર્યવંશીએ રમી વિસ્ફોટક ઈનિંગ
Vaibhav Suryavanshi 190 Runs: તેણે બેંગલુરુમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે રમાયેલી પ્રેક્ટિસ મેચમાં 190 રન ફટકાર્યા હતા.

Vaibhav Suryavanshi 190 Runs: વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડ જતા પહેલા વધુ એક તોફાની ઇનિંગ રમી છે, તેણે બેંગલુરુમાં BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે રમાયેલી પ્રેક્ટિસ મેચમાં 190 રન ફટકાર્યા હતા. વૈભવે માત્ર 90 બોલમાં 190 રન ફટકાર્યા હતા જેમાં છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ થયો હતો. 14 વર્ષીય ખેલાડીએ IPL 2025માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતી વખતે 35 બોલમાં ઐતિહાસિક સદી ફટકારી હતી, ત્યારબાદ તેને ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની અંડર-19 ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
Vaibhav Suryavanshi smashed 190 runs off just 90 balls in a NCA practice match 🤯
— Varun Giri (@Varungiri0) June 10, 2025
14 year old has been dealing in sixes since his IPL debut. https://t.co/A91pFBRJUI pic.twitter.com/J1TjkvF8OI
ભારતની અંડર-19 ટીમ પણ ઈંગ્લેન્ડ પ્રવાસ પર જશે, જેનો કેપ્ટન આયુષ મ્હાત્રે છે અને આ ટીમમાં વૈભવ સૂર્યવંશીની પણ પસંદગી કરવામાં આવી હતી. ઈંગ્લેન્ડ જતા પહેલા વૈભવે મંગળવારે આ તોફાની ઇનિંગ રમી હતી.
વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળની ગુજરાત ટાઇટન્સ સામે 35 બોલમાં સદી ફટકારી હતી. તે IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી બન્યો છે. તેને રાજસ્થાન રોયલ્સે 1 કરોડ 10 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે સીઝન-18માં રમાયેલી 7 મેચમાં 252 રન બનાવ્યા હતા.
ભારતની અંડર-19 ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડની અંડર-19 ટીમ સામે 50 ઓવરની પ્રેક્ટિસ મેચ બાદ 5 મેચની વન-ડે શ્રેણી રમશે. આ પછી 2 મલ્ટી-ડે મેચ રમાશે.
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય U19 ટીમ
આયુષ મ્હાત્રે (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, વિહાન મલ્હોત્રા, મૌલ્યરાજસિંહ ચાવડા, રાહુલ કુમાર, અભિજ્ઞાન કુંડુ (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), હરવંશ સિંહ (વિકેટકીપર), આરએસ અંબરીશ, કનિષ્ક ચૌહાણ, ખિલાન પટેલ, હેનિલ પટેલ, યુધાજીત ગુહા, પ્રવણ રાઘવેન્દ્ર, મોહમ્મદ એનાન, આદિત્ય રાણા, અનમોલજીતસિંહ.
સ્ટેન્ડબાય ખેલાડીઓ: નમન પુષ્પક, ડી દિપેશ, વેદાંત ત્રિવેદી, વિકલ્પ તિવારી, અલંકૃત રાપોલ (વિકેટકીપર).




















