શોધખોળ કરો
Advertisement
કોલકત્તાના આ બૉલરે ધોનીને આઉટ કરીને આઇપીએલમાં બનાવ્યો ખાસ રેકોર્ડ, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે મેચ બાદ ધોની વરુણ ચક્રવર્તીને ગેમ ટિપ્સ આપતો દેખાયો હતો, કેકેઆરે પોતાના ઓફિશિય ટ્વીટર હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે, જેમાં ધોની વરુણ ચક્રવર્તીને ક્રિકેટની કેટલીક ટિપ્સ આપી રહ્યો છે
નવી દિલ્હીઃ આઇપીએલ 2020ની 49મી મેચમાં ગુરુવારે ચેન્નાઇ સુપર કિંગ્સે કોલકત્તા નાઇટરાઇડર્સને 6 વિકેટથી હરાવ્યુ, આ સાથે જ કેકેઆરની પ્લેઓફની રાહ વધુ મુશ્કેલ બની ગઇ છે. મેચ દરમિયાન એક ખાસ ઘટના ઘટી, જે આઇપીએલ ઇતિહાસમાં પહેલીવાર બની છે. કેકેઆરના બૉલર વરુણ ચક્રવર્તીએ સીએસકેના કેપ્ટમ મહેન્દ્ર સિંહ ધોનીને ક્લિન બૉલ્ડ કર્યો.
વરુણ ચક્રવર્તીએ ધોનીની સતત બીજીવાર બૉલ્ડ કર્યો છે. આ સિઝનમાં આ પહેલાની મેચમાં પણ વરુણે ધોનીને ક્લિન બૉલ્ડ કર્યો હતો, અને ગુરુવાર ફરી એકવાર ક્લિન બૉલ્ડ કરી દીધો. આની સાથે જ એક જ સિઝનમાં ધોનીને સળંગ બે મેચોમાં બે વાર ક્લિન બૉલ્ડ કરનારો વરુણ ચક્રવર્તી પહેલો સ્પિનર બની ગયો છે. આ ઉપરાંત ત્રણ અન્ય સ્પિનરોએ ધોનીને ક્લિન બૉલ્ડ કર્યો છે જેમાં પ્રજ્ઞાન ઓઝા, પિયુષ ચાવલા અને રાશિદ ખાનનુ નામ સામેલ છે.
નોંધનીય છે કે મેચમાં પહેલા બેટિંગ કરતા કેકેઆરે 20 ઓવરમાં 5 વિકટેના નુકશાને 172 રન બનાવ્યા હતા, ટીમમાં નીતિશ રાણાએ 87 રનની ઇનિંગ રમી હતી, રાણા સિવાય ટીમમાંથી કોઇપણ બેટ્સમેન ચાલ્યો નહીં. વળી, સામે ચેન્નાઇ તરફથી લુંગી એનગીડીએ 2 વિકેટ અને જાડેજા, કર્ણ શર્મા, સેન્ટનરે એક-એક વિકેટ ઝડપી હતી.
ઉલ્લેખનીય છે કે મેચ બાદ ધોની વરુણ ચક્રવર્તીને ગેમ ટિપ્સ આપતો દેખાયો હતો, કેકેઆરે પોતાના ઓફિશિય ટ્વીટર હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો છે, જેમાં ધોની વરુણ ચક્રવર્તીને ક્રિકેટની કેટલીક ટિપ્સ આપી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બોલિવૂડ
આરોગ્ય
Advertisement