Video: ‘એ વાદળી જર્સી વાળાઓ’, ટી20 વર્લ્ડકપ પહેલા અમિતાભ બચ્ચને ગાઇ ખાસ કવિતા, જુઓ શુભેચ્છા આપતો વીડિયો
ભારતીય ટીમ વર્ષ 2007માં પહેલીવાર ટી20 વર્લ્ડકપ ચેમ્પીયન બની હતી, ત્યારબાદથી આજ ભારતીય ટીમે કોઇપણ ટી20 વર્લ્ડકપ નથી જીત્યો, પરંતુ આ વખતે રોહિત શર્માની ટીમ પર દેશને અને ફેન્સને પુરેપુરો વિશ્વાસ છે,
Amitabh Bacchan Best Wishes for Team India: આઇસીસી ટી20 વર્લ્ડકપમાં 22 ઓક્ટોબરથી સુપર -12ની મેચો શરૂ થઇ જશે, સુપર 12ને મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને પાકિસ્તાનની વચ્ચે મહામુકાબલો રમાશે. આ વર્લ્ડકપમાં ભારતીય ટીમે પોતાના 15 વર્ષના ઇન્તજારને પુરો કરવાનો ચાન્સ છે, ભારતીય ટીમની પુરેપુરી કોશિશ છે કે, આ ટી20 વર્લ્ડકપ જીતે. ખરેખરમાં, ભારતીય ટીમ વર્ષ 2007માં પહેલીવાર ટી20 વર્લ્ડકપ ચેમ્પીયન બની હતી, ત્યારબાદથી આજ ભારતીય ટીમે કોઇપણ ટી20 વર્લ્ડકપ નથી જીત્યો, પરંતુ આ વખતે રોહિત શર્માની ટીમ પર દેશને અને ફેન્સને પુરેપુરો વિશ્વાસ છે, હવે આ કડીમાં બૉલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચને ભારતીય ટીમને ખાસ શુભેચ્છા સંદેશ એક સ્પેશ્યલ કવિતા ગાઇને આપ્યો છે. આમાં તેમને ટીમ ઇન્ડિયાને શુભેચ્છાઓ સાથે વર્લ્ડકપ જીતીને લાવવાની આશા વ્યક્ત કરી છે.
અમિતાભ બચ્ચને ગાઇ સ્પેશ્યલ કવિતા -
બૉલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચને ટીમ ઇન્ડિયાને એક ખાસ કવિતા દ્વારા ટી20 વર્લ્ડકપ માટે શુભેચ્છાઓ પાઠવી છે, તેમને સોની ટીવીના શૉ કોન બનેગા કરોડપતિના સેટ પરથી ભારતીય ટીમ માટે ખાસ કવિતા ગાઇ છે. અમિતાભ બચ્ચનની આ કવિતાનો વીડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. તેમને પોતાની કવિતામાં કહ્યું- એ નીલી જર્સી વાલોં, 130 કરોડ સપનોં કે રખવાલોં, દિખાકે ઝઝ્બા લહરા દો તિરંગા, ઇસ બાર ફિર સે વિશ્વ કપ ઉઠા લો, એ નીલી જર્સી વાલોં.
Iss Sunday hone waali T20 Worldcup match ke liye @SrBachchan ji aur KBC ki team ki taraf se #TeamIndia ko all the best! 👍🏻
— sonytv (@SonyTV) October 20, 2022
Dekhiye #KaunBanegaCrorepati, aaj raat 9 baje, sirf Sony par.#KBC2022 pic.twitter.com/cfTWwx15E4
IND vs PAK: ભારત-પાકિસ્તાનની મેચમાં વરસાદ બનશે વિલન? જાણો 23 ઓક્ટોબરે કેવું રહેશે હવામાન
India vs Pakistan, Weather Report: T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની એક લાખ ટિકિટ વેચાઈ છે. ક્રિકેટના ચાહકો હંમેશા ભારત-પાકિસ્તાન મેચની રાહ જોતા હોય છે. જો કે, મેલબોર્નમાં યોજાનારી આ મેચમાં ચાહકોને નિરાશા પણ મળી શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની રાહ જોઈ રહેલા ક્રિકેટ ફેન્સ નિરાશ પણ થઈ શકે છે. કારણ કે, 23 ઓક્ટોબરે મેલબોર્નમાં સારો વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 70 ટકા વરસાદની આશંકા છે, જેના કારણે મેચમાં અડચણ આવવાની સંભાવના છે.
વરસાદ ભારત-પાકની રમત બગાડી શકે...
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની મજા વરસાદ બગાડી શકે છે. મેલબોર્નમાં રવિવાર 23 ઓક્ટોબરે સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ દિવસે મેલબોર્નમાં વરસાદની 70 ટકા સંભાવના છે. આ સ્થિતિમાં બંને દેશોના ચાહકો નિરાશ થઈ શકે છે. જો કે, મેલબોર્નમાં વરસાદનો સામનો કરવા માટે ડ્રેનેજ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેથી વરસાદનો સામનો કરી શકાય. જો તે દિવસે હળવો વરસાદ પડશે તો આ મેચ રમાઈ શકે છે.
જો મેચ વરસાદમાં ધોવાઇ જાય તો ?
વિશ્વ કપના લીગ તબક્કાની મેચો માટે કોઈ અનામત દિવસ (Reserves day) નથી. જો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થઈ જાય તો બંને ટીમો પોતપોતાની વચ્ચે પોઈન્ટ શેર કરશે. એટલે કે આ મેચને રિ-શેડ્યુલ નહી કરી શકાય. તેથી ભારત અને પાકિસ્તાનને 1-1 મેચ પોઈન્ટ આપવામાં આવશે.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન કઈ હોઈ શકે?
ભારત: રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર.
પાકિસ્તાનઃ બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, શાન મસૂદ, હૈદર અલી, ઈફ્તિખાર અહેમદ, આસિફ અલી, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, નસીમ શાહ, હરિસ રઉફ અને શાહીન શાહ આફ્રિદી.