Ahmedabad Murder Case : અમદાવાદના જુહાપુરામાં વૃદ્ધની હત્યા, હત્યાનું કારણ જાણીને ચોંકી જશો
Ahmedabad Murder Case : અમદાવાદના જુહાપુરામાં વૃદ્ધની હત્યા, હત્યાનું કારણ જાણીને ચોંકી જશો
અમદાવાદમાં જુહાપુરાના ગુલઝાર પાર્કના પ્લોટ નંબર 3 પાસે ગેટ નંબર 3 પાસે વૃદ્ધની હત્યા કરી દેવામાં આવી. મૃતકનું નામ સાન મોહમદ કુરેશી હોવાનું સામે આવ્યું છે. ઇમરાન ઇશાક કુરેશી નામના આરોપીએ હત્યા કરી હોવાનો આરોપ લાગ્યો છે. વૃદ્ધ પર હથિયારથી હુમલો કરનાર વ્યક્તિ અને તેના ભાઈના સેવાલ્યામાં લગ્ન થયા હતા. જે બાદ બંનેની પત્ની પિયર જતી રહી હતી. જેના છૂટાછેડા માટે મૃતકે 10 લાખ રૂપિયાની માગણી કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વારંવાર રૂપિયાની માગથી કંટાડીને આરોપીએ વૃદ્ધને હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા. જેને લઈને તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે.





















