શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વાયરલ થઇ ધોનીની હાલની તસવીર, ફેન્સ બોલ્યા- આજે હું પીગળી ગયો......
ફેન્સ સોશ્યલ મીડિયા પર આ તસવીરને શેર કરતા અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. ખરેખરમાં ધોનીના ફેન પેજ DHONIism એ એક તસવીર શેર કરી છે, આ કેન્ડિડ ફોટો વાયરલ થઇ રહ્યો છે
નવી દિલ્હીઃ મહેન્દ્ર સિંહ ધોની એક એવો ક્રિકેટર રહ્યો છે, જેનુ ફેન ફોલોઇંગ સૌથી વધારે છે. તેના ચાહકો માત્ર મેદાન પર જ નહીં પરંતુ મેદાનની બહાર પણ છે. હવે ધોનીની એક એવી તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જેને જોઇને ફેન્સ પણ ચોંકી રહ્યાં છે. આ તસવીર ફેન્સને ખુબ પસંદ પણ આવી રહી છે.
ફેન્સ સોશ્યલ મીડિયા પર આ તસવીરને શેર કરતા અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે. ખરેખરમાં ધોનીના ફેન પેજ DHONIism એ એક તસવીર શેર કરી છે, આ કેન્ડિડ ફોટો વાયરલ થઇ રહ્યો છે.
ફોટો વાયરલ થતાં જ ફેન્સ કહેવા લાગ્યા કે કેપ્ટન કૂલનો કોઇ મુકાબલો નથી. એક અન્ય ધોનીના ફેને લખ્યું- હારેલી બાજીને જીતતા શીખવાડ્યુ છે તમે, હર અસંભવને સંભવ કરી બતાવ્યુ છે તમે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની વાઇફ સાક્ષીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી, આ તસવીરમાં સાક્ષીની સાથે ભારતીય ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને ઋષભ પંત છે. તસવીર શેર કરતા સાક્ષીએ લખ્યું- મિસિંગ, યૂ ગાઇઝ. તસવીર જોઇને એવુ લાગી રહ્યું છે કે ધોની અને સાક્ષી ફોન પર કોઇની સાથે વીડિયો કૉલ પર વાત કરી રહ્યાં છે, અને તેની પાછળ ઋષભ પંત ઉભેલો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion