શોધખોળ કરો

Virat Captaincy: વિરાટ કોહલી ફરી બનશે કેપ્ટન ? IPL 2025 પહેલા RCB લેવા જઇ રહી છે મોટો નિર્ણય

Virat Kohli Captaincy: સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, વિરાટ કોહલી ફરીથી RCBનો કેપ્ટન બની શકે છે. તેની પાસે કેપ્ટનશિપનો લાંબો અનુભવ છે

Virat Kohli Captaincy: વિરાટ કોહલીની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે અને તે IPLમાં RCB ટીમ તરફથી રમે છે. તેણે પોતાની જોરદાર બેટિંગથી RCB ટીમને ઘણી મેચો જીતાડવી છે. તે IPLના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન પણ છે. તેના નામે એવા અગણિત રેકોર્ડ છે, જે દુનિયાનો દરેક બેટ્સમેન તેના નામે કરવા ઈચ્છશે. પણ એક ઘા છે જે તેને હંમેશ સતાવતો રહેશે. તે 2008થી IPLમાં રમી રહ્યો છે, પરંતુ અત્યાર સુધી તે IPL ટ્રૉફી જીતી શક્યો નથી. કોહલીએ વર્ષ 2021માં જ આરસીબીની કેપ્ટનશીપ છોડી દીધી હતી. ત્યારબાદ તેના સ્થાને ફાફ ડુ પ્લેસિસને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ ડુ પ્લેસિસની કેપ્ટનશીપમાં પણ આરસીબીનું કિસ્મત બદલાઈ શક્યું નથી.

કોહલીની પાસે કેપ્ટનશીપનો લાંબો અનુભવ  - 
સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, વિરાટ કોહલી ફરીથી RCBનો કેપ્ટન બની શકે છે. તેની પાસે કેપ્ટનશિપનો લાંબો અનુભવ છે અને તે બોલિંગમાં પણ સારા ફેરફારો કરે છે. મેદાન પર કોહલીની ચપળતા સ્પષ્ટ છે અને ટીમ મેનેજમેન્ટ સાથે તેનું તાલમેલ પણ સારું છે. કોહલીએ 2013 થી 2021 સુધી આરસીબીની કેપ્ટનશીપ સંભાળી હતી. ત્યારબાદ ટીમ ચાર વખત પ્લેઓફમાં પહોંચી હતી. વર્ષ 2016માં પણ ટીમ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ત્યારબાદ તેને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તે સિઝનમાં, કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું અને એકલા હાથે ટીમને ફાઇનલમાં લઈ ગઈ અને 973 રન બનાવ્યા હતાં.

IPL માં આટલી મેચોમાં કરી હતી કેપ્ટનશીપ 
વિરાટ કોહલીએ વર્ષ 2021માં ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી. તેણે IPLની 143 મેચોમાં કેપ્ટનશિપ કરી હતી, જેમાં તેણે 66માં જીત મેળવી હતી અને 70 મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ચાર મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી. તેણે ભારત માટે ODI વર્લ્ડ કપ 2011, ચેમ્પિયન્સ ટ્રોફી 2013 અને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો છે. તેણે કેપ્ટન તરીકે અંડર-19 વર્લ્ડ કપની ટ્રોફી પણ જીતી છે અને હવે તેના તાજમાં માત્ર IPL ટ્રોફી જ બચી છે. જેને તે કેપ્ટન તરીકે જીતવા માંગશે.

IPL માં વિરાટના નામે નોંધાયેલા છે 8000 થી વધુ રન 
વિરાટ કોહલી 2008થી IPLમાં RCB ટીમ તરફથી રમી રહ્યો છે. IPLની તમામ સિઝનમાં એક જ ટીમ માટે રમનારો તે એકમાત્ર ખેલાડી છે. અત્યાર સુધી તેણે 252 IPL મેચોમાં 8004 રન બનાવ્યા છે જેમાં 8 સદી સામેલ છે.

આ પણ વાંચો

PHOTOS: મુંબઇમાં કેવો છે વિરાટ કોહલીનો ટેસ્ટ રેકોર્ડ? ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ અગાઉ જાણો 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  
Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....
IPS અધિકારીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફોન પરથી કાયદો ઘડતા હોય તેવું લાગી રહ્યું છે - ઇસુદાન ગઢવી
IPS અધિકારીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફોન પરથી કાયદો ઘડતા હોય તેવું લાગી રહ્યું છે - ઇસુદાન ગઢવી
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Maharashtra Cabinet Expansion : આજે મહારાષ્ટ્રમાં કેબિનેટ મંત્રીઓનો શપથગ્રહણ સમારોહBanaskantha Bull Hit : પાલનપુરમાં સાંઢે અડફેટે લેતા 21 વર્ષીય યુવક ઘાયલ, આંખ માંડ માંડ બચીThaltej Hit And Run case: ‘એ સુધરી જાય કાંતો મરી જાય..’દીકરાને બે હાથ જોડી રડતા રડતા કરી વિનંતીMorbi Car Accident CCTV : મોરબીમાં બે કાર વચ્ચે સર્જાયો અકસ્માત, સામે આવ્યા સીસીટીવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  
Maharashtra Cabinet: દેવેંદ્ર ફડણવીસ મંત્રીમંડળ, આ 39 મંત્રીઓએ લીધા શપથ, જુઓ સંપૂર્ણ યાદી  
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....
મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ મુદ્દે ઘમાસાણ: મહાયુતીનો આ સાથી પક્ષ થયો નારાજ, કહ્યું - અમને મંત્રી પદનું વચન.....
IPS અધિકારીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફોન પરથી કાયદો ઘડતા હોય તેવું લાગી રહ્યું છે - ઇસુદાન ગઢવી
IPS અધિકારીઓ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ફોન પરથી કાયદો ઘડતા હોય તેવું લાગી રહ્યું છે - ઇસુદાન ગઢવી
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ! મંત્રી પદ ન મળતા શિવસેનાના દિગ્ગજ નેતાનું રાજીનામું
પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ દિવસે ખાતામાં આવશે, જાણો ક્યા ખેડૂતોને નહીં મળે રૂપિયા
પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ દિવસે ખાતામાં આવશે, જાણો ક્યા ખેડૂતોને નહીં મળે રૂપિયા
ડાયાબિટીસમાં મખાના ખાવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે ? જાણો ક્યારે અને કેટલા ખાવા જોઈએ 
ડાયાબિટીસમાં મખાના ખાવાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે ? જાણો ક્યારે અને કેટલા ખાવા જોઈએ 
શું શિયાળામાં ભીંડો ખાવાનું ટાળવું જોઈએ ? જાણો હેલ્થ એક્સપર્ટ શું કહે છે
શું શિયાળામાં ભીંડો ખાવાનું ટાળવું જોઈએ ? જાણો હેલ્થ એક્સપર્ટ શું કહે છે
ચીઝ બર્ગર તમારા જીવનની દરેક મિનિટને ઘટાડી રહ્યું છે, કોલ્ડ ડ્રિંક પણ તમને મારી રહ્યું છે - સંશોધન
ચીઝ બર્ગર તમારા જીવનની દરેક મિનિટને ઘટાડી રહ્યું છે, કોલ્ડ ડ્રિંક પણ તમને મારી રહ્યું છે - સંશોધન
Embed widget