શોધખોળ કરો
(Source: Poll of Polls)
PHOTOS: મુંબઇમાં કેવો છે વિરાટ કોહલીનો ટેસ્ટ રેકોર્ડ? ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ અગાઉ જાણો
વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પાંચ ટેસ્ટ મેચ રમી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝની પ્રથમ બે મેચમાં વિરાટ કોહલી કંઈ ખાસ કરી શક્યો નથી.
પ્રતિકાત્મક તસવીર
1/6

વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પાંચ ટેસ્ટ મેચ રમી છે. તો ચાલો જાણીએ કે મુંબઇમાં કોહલીએ કેવું પ્રદર્શન કર્યું હતું. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝની પ્રથમ બે મેચમાં વિરાટ કોહલી કંઈ ખાસ કરી શક્યો નથી.
2/6

ભારતીય ટીમ 01 નવેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણીની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ રમશે.
3/6

આ ટેસ્ટમાં પણ તમામની નજર વિરાટ કોહલી પર રહેશે. તો ચાલો જાણીએ કે અત્યાર સુધી વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ટેસ્ટમાં વિરાટ કોહલીના નામે શું રેકોર્ડ રહ્યો છે.
4/6

કિંગ કોહલીએ અત્યાર સુધીમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પાંચ ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 8 ઇનિંગ્સમાં બેટિંગ કરી છે.
5/6

કોહલીએ વાનખેડેમાં રમાયેલી 8 ઇનિંગ્સમાં 469 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે.
6/6

વાનખેડેમાં રમાયેલી ટેસ્ટમાં કોહલીનો હાઈ સ્કોર 235 રન છે. આવી સ્થિતિમાં ચાહકો ફરી એકવાર કોહલી પાસેથી આવી જ ઈનિંગ્સની અપેક્ષા રાખશે.
Published at : 30 Oct 2024 01:56 PM (IST)
આગળ જુઓ
Advertisement





















