શોધખોળ કરો

World cup 2023: વર્લ્ડ કપમાં વિરાટ કોહલીએ કરી કમાલ, આવુ કરનાર બીજો ભારતીય બન્યો 

વિરાટ કોહલીએ વર્લ્ડ કપમાં પોતાના 1500 રન પૂરા કર્યા છે અને તે આવું કરનાર ચોથો બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ અને કુમાર સંગાકારા 1500 રનનો આંકડો પાર કરી ચૂક્યા છે.

વર્લ્ડ કપ (CWC 2023) ની 37મી મેચ ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનિંગ બેટિંગ કરવા આવેલા રોહિત શર્માએ આવતાની સાથે જ શાનદાર શરૂઆત કરી હતી. કેપ્ટન રોહિતે 24 બોલમાં 40 રન બનાવ્યા હતા પરંતુ તેણે રબાડાને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. રોહિતની વિકેટ પડ્યા બાદ બર્થડે બોય વિરાટ કોહલી બેટિંગ કરવા મેદાનમાં આવ્યો હતો.

વિરાટ કોહલીએ સૌપ્રથમ શુભમન ગિલ સાથે ઈનિંગ્સને આગળ વધારી અને શુભમન અને વિરાટ વચ્ચે 31 રનની ભાગીદારી થઈ. શુભમન ગિલ 23 રન બનાવીને મહારાજનો શિકાર બન્યો હતો પરંતુ બીજા છેડે વિરાટ કોહલીએ પોતાની ઇનિંગ્સને આગળ ધપાવી હતી. આ સમયગાળા દરમિયાન, તેણે તેની વર્લ્ડ કપ કારકિર્દીમાં એક મોટી ઉપલબ્ધિ હાંસિલ કરી છે. વિરાટ કોહલીએ વર્લ્ડ કપમાં પોતાના 1500 રન પૂરા કર્યા છે અને તે આવું કરનાર ચોથો બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા સચિન તેંડુલકર, રિકી પોન્ટિંગ અને કુમાર સંગાકારા 1500 રનનો આંકડો પાર કરી ચૂક્યા છે. સચિન તેંડુલકરના નામે 45 મેચમાં 2278 રન, રિકી પોન્ટિંગના નામે 46 મેચમાં 1743 રન અને કુમાર સંગાકારાના નામે 37 મેચમાં 1532 રન છે.

આ વર્લ્ડ કપ વિરાટ કોહલી માટે શાનદાર ચાલી રહ્યો છે, તેણે અત્યાર સુધીમાં ખૂબ જ શાનદાર રન બનાવ્યા છે. વિરાટે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 2 સદી અને 4 અડધી સદી ફટકારી છે. વિરાટ કોહલીએ આજે તેની સદી પૂરી કરી  સચિન તેંડુલકરની ODI ક્રિકેટમાં સૌથી વધુ 49 સદીની બરાબરી કરી છે.   

ભારતે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 101 રન બનાવીને અણનમ રહ્યો હતો. રવિન્દ્ર જાડેજાએ 15 બોલમાં 29 રનની અણનમ ઇનિંગ રમી હતી. શ્રેયસ અય્યરે પણ 77 રનની શાનદાર ઇનિંગ રમી હતી.   કોહલી પોતાના જન્મદિવસ પર વર્લ્ડ કપમાં સદી ફટકારનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો ત્રીજો બેટર બની ગયો છે. પાવરપ્લેની શરૂઆતની ઓવરોમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે વિસ્ફોટક બેટિંગ કરી હતી. રોહિત-ગિલની જોડીએ 5 ઓવરમાં 61 રન બનાવ્યા હતા. ટીમે 62 રનના સ્કોર પર કેપ્ટન રોહિત શર્માની વિકેટ ગુમાવી દીધી હતી. અહીં રોહિત 24 બોલમાં 40 રન બનાવીને આઉટ થયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોતJustin Trudeau Resigns : જસ્ટિન ટ્રૂડોએ કેનેડાના PM પદેથી આપી દીધું રાજીનામું, પાર્ટી પણ છોડી દીધીNepal Earthquake : ઉત્તર ભારત સહિત નેપાળમાં ભૂકંપના આચંકા , નેપાળમાં 9 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
BSNLના આ ગ્રાહકો મફતમાં જોઇ શકશે લાઇવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સ
BSNLના આ ગ્રાહકો મફતમાં જોઇ શકશે લાઇવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
અટકી ગઇ છે પીએમ સૂર્યઘર મફત વિજળી યોજનાની સબસિડી? જાણો ક્યાં કરી શકશો ફરિયાદ?
અટકી ગઇ છે પીએમ સૂર્યઘર મફત વિજળી યોજનાની સબસિડી? જાણો ક્યાં કરી શકશો ફરિયાદ?
Embed widget