Virat Kohli: વિરાટ કોહલીએ કહ્યું - "મને સપોર્ટ કરનારા લોકોથી ભરાયેલા રુમમાં પણ હું એકલતા અનુભવું છું"
ભારતીય ક્રિકેટ ટીમનો દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી મેદાનમાં વાપસી કરવા માટે તૈયાર છે. ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ તે બ્રેક પર હતો. કોહલી તેના ખરાબ ફોર્મને કારણે વારંવાર ટીકાઓનો શિકાર બન્યો છે.
Virat Kohli on Mental Health: ભારતીય ક્રિકેટ ટીમનો દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી મેદાનમાં વાપસી કરવા માટે તૈયાર છે. ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ તે બ્રેક પર હતો. કોહલી તેના ખરાબ ફોર્મને કારણે વારંવાર ટીકાઓનો શિકાર બન્યો છે. પરંતુ હવે તેની વાપસીથી ચાહકો સારા પ્રદર્શનની અપેક્ષા રાખે તે સ્વાભાવિક છે. કોહલી એશિયા કપ 2022માં પાકિસ્તાન સામે મેચ રમશે. એશિયા કપમાં મેચ રમે તે પહેલાં વિરાટ કોહલીએ માનસિક સ્વાસ્થ્યને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે, મને સપોર્ટ કરનારા લોકો એક જ રૂમમાં હોય તો પણ હું ક્યારેક એકલતા અનુભવું છું.
માનસિક સ્વાસ્થ્ય પર વિરાટે આપ્યું મોટું નિવેદનઃ
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ખેલાડી માટે સૌથી મહત્વની બાબત તેની રમત છે. રમત જ ખેલાડીને શ્રેષ્ઠ બનાવે છે. પરંતુ તમે જે દબાણ હેઠળ છો તે તમારા માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. આ એક ગંભીર મુદ્દો છે. આપણે દરેક સમયે જેટલા વધુ મજબૂત બનવાનો પ્રયત્ન કરીએ છીએ, એ પ્રયત્નથી તમે તેટલા જ અલગ થઈ જાઓ છે.
વિરાટે કહ્યું કે, જો તમે તમારી રમત સમાથેનું જોડાણ ગુમાવશો તો તમારી આસપાસની વસ્તુઓ ખતમ થવામાં વધુ સમય લાગશે નહીં. તમારે તમારા સમયને કેવી રીતે વિભાજીત કરવો તે શીખવું જોઈએ જેથી સંતુલન જાળવાઈ રહે. કોહલીએ કહ્યું કે, વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવું ખૂબ જ જરૂરી છે.
પાકિસ્તાન સામે કોહલીનો રેકોર્ડ શાનદાર રહ્યો છેઃ
વિરાટો કોહલીએ પાકિસ્તાન સામે અત્યાર સુધીમાં 7 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન તેણે 3 અડધી સદીની મદદથી 311 રન બનાવ્યા છે. પાકિસ્તાન સામે ટી20માં કોહલીનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 78 રન છે. જો ODI મેચોની વાત કરીએ તો કોહલીએ પાકિસ્તાન સામે 13 મેચમાં 536 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 સદી અને 2 અડધી સદી ફટકારી છે. કોહલીનો પાકિસ્તાન સામેની વનડેમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 183 રન છે.
આ પણ વાંચોઃ