Surat News: સુરતમાં સરેઆમ દીકરીઓની છેડતી કરનાર નરાધમની ધરપકડ
સુરતમાં સરેઆમ દીકરીઓની છેડતી કરનાર નરાધમની ધરપકડ. સંચા મશીન ચલાવતો અરમાન નામનો હેવાન ઉન વિસ્તારમાંથી પોલીસે દબોચી લીધો.
સુરતના ઉધનામાં દીકરીઓની છેડતી કરનાર નરાધમને પોલીસે દબોચી લીધો છે. ઉન વિસ્તારમાંથી ઉધના પોલીસે અરમાન નામના નરાધમની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. સંચા મશીન ચલાવતો નરાધમ અરમાને ભાટે વિસ્તારની અમન સોસાયટીમાં દીકરીની છેડતી કરી હતી. અમન સોસાયટી વિસ્તારમાં નરાધમ આરોપી અરમાનની કરતૂતોના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા બાદ હોબાળો મચી ગયો હતો. ત્યારે આરોપીને પકડવા માટે પોલીસે અલગ અલગ નવ ટીમો બનાવીને ઉન વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી લીધી. પોલીસે અમન સોસાયટીના 80 જેટલા સીસીટીવી ફુટેજનું વિશ્લેષણ કરીને આરોપીને દબોચી લીધો હતો.



















