IPL 2022: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના નવા કેપ્ટનનું નામ નક્કી: જાણો કોહલી કોની કેપ્ટનશીપ હેઠળ રમશે IPL 2022
ગયા વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ માટે રમેલા આ ખેલાડીનું નામ લગભગ નક્કી થઈ ગયું છે.વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ રમેલી RCBની ટીમના નવા કેપ્ટનના નામ પર કોહલીએ પણ ગ્રીન સિગ્નલ આપ્યું હોવાના અહેવાલ છે.
IPL 2022: આ વર્ષની IPL સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને નવો કેપ્ટન મળવાનો છે. ગયા વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ માટે રમેલા આ ખેલાડીનું નામ લગભગ નક્કી થઈ ગયું છે. આટલા વર્ષ સુધી વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ રમેલી RCBની ટીમના નવા કેપ્ટનના નામ પર વિરાટ કોહલીએ પણ ગ્રીન સિગ્નલ આપ્યું હોવાના અહેવાલ છે.
RCBની ટીમના નવા કેપ્ટન તરીકે ફાફ ડુપ્લેસિસનું નામ લગભગ નક્કી થઈ ગયું છે. વિરાટ કોહલી રોહિત શર્માની કેપ્ટન કેપ્ટનશિપમાં ટેસ્ટ મેચ રમ્યા પછી હવે IPLમાં ફાફ ડુપ્લેસિસની કેપ્ટનશીપમાં રમતો જોવા મળશે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફાફ ડુપ્લેસિસને ટૂંક સમયમાં કેપ્ટન તરીકે પસંદ કરી શકાય છે.
RCBની ટીમના કેપ્ટન માટે ગ્લેન મેક્સવેલનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું પરંતુ હવે ફાફ ડુપ્લેસિસનું નામ ફાઈનલ થયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પણ તેના નામની પસંદગી કરી લીધી છે.
ફાફ ડુપ્લેસિસનું કેરિયરઃ
ડુપ્લેસિસને T20 ફોર્મેટનો શ્રેષ્ઠ ખેલાડી ગણવામાં આવે છે અને તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં દ.આફ્રિકાની કમાન પણ સંભાળી ચૂક્યો છે. સાઉથ આફ્રિકાની ટીમની કેપ્ટનશીપ હેઠળ તેણે 37 T20 મેચની કમાન સંભાળી છે જેમાંથી 23 મેચમાં સાઉથ આફ્રિકાની જીતી થઈ છે અને 13 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 1 ટાઈ રહી છે. ફાફ ડુપ્લેસિસનો જીતવાનો દર 63.51% રહ્યો છે. ગત આઈપીએલ સીઝનમાં ફાફ ડુપ્લેસિસ ચેન્નાઈની ટીમ તરફથી રમ્યો હતો જેમાં તેમે 16 મેચોમાં 45.21ની એવરેજથી 633 રન કર્યા હતા.
વિરાટ કોહલી 2013થી RCBના કેપ્ટન રહ્યો હતો, પરંતુ આ દરમિયાન તે એકપણ IPL ટાઈટલ જીતી શક્યો નહોતો. વિરાટ કોહલીએ હત વર્ષે ટીમ ઈન્ડિયાની T20 કેપ્ટનશિપ છોડ્યા પછી RCBની કમાન પણ છોડી દીધી છે. વિરાટે આની પાછળનું કારણ જણાવતાં કહ્યું હતું કે, બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા કેપ્ટનશીપ છોડી છે.