ICC T20 Rankings: વિરાટને એશિયા કપમાં શાનદાર પ્રદર્શનનો ફાયદો થયો, T20 રેન્કિંગમાં મળ્યું આ સ્થાન
ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ તાજેતરમાં પૂરા થયેલા એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
![ICC T20 Rankings: વિરાટને એશિયા કપમાં શાનદાર પ્રદર્શનનો ફાયદો થયો, T20 રેન્કિંગમાં મળ્યું આ સ્થાન Virat Kohli jumps to number 15 in T20I rankings after maiden century in Asia Cup ICC T20 Rankings: વિરાટને એશિયા કપમાં શાનદાર પ્રદર્શનનો ફાયદો થયો, T20 રેન્કિંગમાં મળ્યું આ સ્થાન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/13/3accf3d68559af87a1767e0cffd0cf6e1663088779271428_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Virat Kohli T20 Rankings: ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ તાજેતરમાં પૂરા થયેલા એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. એશિયા કપ પહેલાં વિરાટ પોતાના ફોર્મને લઈને સંઘર્ષ કરી રહ્યો હતો. પરંતુ તેણે એશિયા કપમાં પોતાની બેટિંગમાં જબરદસ્ત સુધારો કર્યો અને શાનદાર ફોર્મમાં પરત ફર્યો છે. તેણે એશિયા કપમાં 276 રન બનાવ્યા હતા. વિરાટ એશિયા કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનની યાદીમાં બીજા ક્રમે રહ્યો છે.
આ સાથે જ એશિયા કપ 2022માં પોતાનું શાનદાર ફોર્મ દેખાડતા વિરાટ કોહલીએ પણ અફઘાનિસ્તાન સામે 122 રનની તોફાની સદી ફટકારી હતી. એશિયા કપમાં તેના શાનદાર પ્રદર્શનથી તેને ટી20 રેન્કિંગમાં પણ ફાયદો થયો છે. હાલમાં જ જાહેર થયેલા લેટેસ્ટ ICC T20 બેટિંગ રેન્કિંગમાં વિરાટે 14 ક્રમની છલાંગ લગાવી છે.
વિરાટ 15માં સ્થાને પહોંચ્યોઃ
વિરાટ કોહલીએ એશિયા કપમાં શાનદાર બેટિંગ કરતાં કુલ 276 રન બનાવ્યા હતા. જેમાં વિરાટે અફઘાનિસ્તાન સામે 122 રનની તોફાની સદીનો પણ સમાવેશ કર્યો હતો. એશિયા કપમાં શાનદાર ફોર્મના કારણે વિરાટ કોહલીને ICC T20 બેટિંગ રેન્કિંગમાં જબરદસ્ત ફાયદો થયો છે. તેણે 14 સ્થાનની છલાંગ લગાવી છે. હવે તે T20 બેટિંગ રેન્કિંગમાં 15માં સ્થાને પહોંચી ગયો છે. કોહલીનું જે વિરાટ ફોર્મ એશિયા કપમાં જોવા મળ્યું છે, જો તે આવું જ ચાલુ રાખશે તો તે જલ્દી જ T20 રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી શકે છે.
રોહિત અને વિરાટ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ટોપ-15 રેન્કિંગમાં
ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારતના કેપ્ટન રોહિત શર્મા અને બેટ્સમેન વિરાટ કોહલી જ એવા ખેલાડીઓ છે જેઓ બેટ્સમેનોની રેન્કિંગમાં ટોપ-15માં સામેલ છે. ટેસ્ટમાં વિરાટ કોહલી 12મા સ્થાને, રોહિત શર્મા 9મા સ્થાને, વનડેમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા અનુક્રમે 5મા અને 6મા સ્થાને છે અને T20માં રોહિત શર્મા અને વિરાટ કોહલી અનુક્રમે 14મા અને 15મા સ્થાને છે. તે જ સમયે, તમને જણાવી દઈએ કે આ બંને સિવાય ભારતના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ T20 રેન્કિંગમાં ચોથા સ્થાન પર હાજર છે.
આ પણ વાંચો..
T20 World Cup: T20 વર્લ્ડ કપમાં રમવા ઉતરતાં જ રોહિત શર્મા રચશે ઈતિહાસ, બનશે પ્રથમ ભારતીય ખેલાડી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)