Virat Kohli: બીજી ટેસ્ટ પહેલા ઈજાગ્રસ્ત થયો કોહલી ? એડિલેડથી આવેલી તસવીરોએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024માં ભારતીય ટીમ જીતનો સિલસિલો જાળવી રાખવા અને 2-0ની લીડ લેવા ઈચ્છે છે.
Virat Kohli Injury Boder Gavaskar Trophy 2024: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024માં ભારતીય ટીમ જીતનો સિલસિલો જાળવી રાખવા અને 2-0ની લીડ લેવા ઈચ્છે છે. 6 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી એડિલેડ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા નેટ્સમાં ખૂબ પરસેવો પાડી રહી છે, પરંતુ આ દરમિયાન વિરાટ કોહલીની એક તસવીર સામે આવી છે, જેણે ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધારી દીધું છે. હકીકતમાં, પ્રેક્ટિસ દરમિયાન મેડિકલ સ્ટાફ કોહલીના જમણા ઘૂંટણ પર પટ્ટી બાંધતા જોવા મળ્યા હતા અને આ ઘટનાની તસવીરો થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.
Trouble for Team India? 😟 Virat Kohli's bandaged knee raises questions before the pink-ball Test. Fans hold their breath as the injury watch begins! 🙌 #AUSvIND | #WTC25 #MSDhoni #Pushpa3TheRampage #RohitSharma #BadaltaKashmir pic.twitter.com/x3fWWcL58h
— Md Mushtaq khan (@MdMushtaqkhan3) December 3, 2024
પ્લેઈંગ ઈલેવનમાં વિરાટ કોહલીની હાજરી ભારતીય ટીમ માટે ઘણી મહત્વની રહેશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં માત્ર તેનો રેકોર્ડ જ શાનદાર નથી, પર્થ ટેસ્ટમાં તેની સદી પણ તેનું મનોબળ વધારશે. કોહલી બીજી સદી ફટકારતાની સાથે જ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કરી લેશે. હાલમાં સચિન અને વિરાટ બંનેના નામે 9 સદી છે. કોહલીની ફિટનેસ પર હજુ પણ પ્રશ્નાર્થ ચિન્હો છે, પરંતુ ભારતીય ટીમ માટે સારી વાત એ છે કે કેપ્ટન રોહિત શર્મા સતત નેટમાં ઘણો સમય વિતાવી રહ્યો છે.
એડિલેડ ઓવલમાં વિરાટ કોહલીનો રેકોર્ડ
વિરાટ કોહલીની ઈજા ટીમ ઈન્ડિયા માટે મોટો ફટકો હશે. એડિલેડ ઓવલ મેદાન પર કોહલીનો રેકોર્ડ શાનદાર છે. અત્યાર સુધી તેણે આ મેદાન પર રમાયેલી 4 મેચની 8 ઇનિંગ્સમાં 63.63ની શાનદાર એવરેજથી 509 રન બનાવ્યા છે. એ વાત પણ નોંધનીય છે કે એડિલેડમાં રમાયેલી 8 ઇનિંગ્સમાં તેણે ત્રણ સદી અને એક અડધી સદી ફટકારી છે. મતલબ કે વિરાટ આ મેદાન પર લગભગ દરેક ત્રીજી ઇનિંગમાં સદી ફટકારે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ એડિલેડમાં પિંક બોલથી રમાશે. અત્યારે તો એવી આશા રાખી શકાય કે વિરાટની ઈજા મોટી ચિંતાનો વિષય ન બને. પિંક બોલની ટેસ્ટ મેચોમાં ટીમ ઈન્ડિયાની જીતની ટકાવારી 75 છે.
શુભમન ગિલ પણ આગામી ટેસ્ટમાંથી વાપસી કરી રહ્યો છે
શુભમન ગિલ હવે ઈજામાંથી બહાર આવ્યો છે. તે પ્રેક્ટિસ મેચમાં પણ જોવા મળ્યો હતો, એટલે કે તે લગભગ નિશ્ચિત છે કે તે બીજી ટેસ્ટ રમશે, તે ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવશે. દેવદત્ત પડિક્કલને BCCI દ્વારા માત્ર એક ટેસ્ટ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, તેથી તેનુ બહાર જવાનું નિશ્ચિત છે. વિરાટ કોહલી અને ઋષભ પંત રમશે તે પણ નિશ્ચિત છે. એટલે કે ધ્રુવ જુરેલે રોહિત શર્મા માટે જગ્યા ખાલી કરવી પડશે. જો બોલિંગ આક્રમણની વાત કરીએ તો તેમાં બહુ ફેરફાર થવાની સંભાવના નથી. જસપ્રીત બુમરાહની સાથે મોહમ્મદ સિરાજ અને હર્ષિત રાણા ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળશે. નીતિશ કુમાર રેડ્ડી ચોથા ઝડપી બોલરની જવાબદારી નિભાવતા જોવા મળશે. વોશિંગ્ટન સુંદર એકમાત્ર સ્પિનર હશે, જે જરૂર પડ્યે ટીમને બેટિંગમાં પણ મદદ કરશે.
પર્થ ટેસ્ટ માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રોહિત શર્મા (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, નીતિશ રેડ્ડી, હર્ષિત રાણા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય