Kohli T20I Retirement: ભારત વિશ્વ વિજેતા બનતા કિંગ કોહલીએ નિવૃતિની જાહેરાત કરી, કહ્યું- આ મારી અંતિમ ટી20...
ભારતે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને બીજી વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
Virat Kohli Retirement T20I Retirement: ભારતે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને બીજી વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ મેચમાં વિરાટ કોહલીએ 76 રનની મહત્વની ઈનિંગ રમી હતી, પરંતુ મેચ બાદ યોજાયેલા પ્રેઝન્ટેશનમાં કોહલીએ જાહેરાત કરી હતી કે આ તેનો છેલ્લો વર્લ્ડ કપ છે.
Virat Kohli scored a superb 7⃣6⃣ in the all-important Final & bagged the Player of the Match award as #TeamIndia won the #T20WorldCup 2024 👏 👏
— BCCI (@BCCI) June 29, 2024
Scorecard ▶️ https://t.co/c2CcFqY7Pa#SAvIND | @imVkohli pic.twitter.com/V4kCJbrx4I
વિરાટ કોહલીએ મેચ બાદ કહ્યું હતું કે આ તેનો છેલ્લો T20 વર્લ્ડ કપ છે. તેણે કહ્યું- આ મારો છેલ્લો T20 વર્લ્ડ કપ હતો, અમે આ જ હાંસલ કરવા માગતા હતા. એક દિવસ તમને લાગે છે કે તમે દોડી નથી શકતા અને તે થાય છે, ભગવાન મહાન છે. અત્યારે નહી તો ક્યારેય નહીં જેવી સ્થિતિ હતી. ભારત માટે આ મારી છેલ્લી T20 મેચ હતી. અમે તે કપ ઉપાડવા માગતા હતા. આગામી પેઢી માટે T20 રમતને આગળ લઈ જવાનો સમય છે. ICC ટૂર્નામેન્ટ જીતવાની રાહ જોતા અમારા માટે લાંબી રાહ જોવાઈ રહી છે. તમે રોહિત જેવા ખેલાડીને જુઓ તે 9 T20 વર્લ્ડ કપ રમ્યો છે અને આ મારો છઠ્ઠો વર્લ્ડ કપ છે. તે તેને લાયક છે.
ભારતની જીતના હીરો
- વિરાટ કોહલીઃ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ભારતે 32 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટ કોહલીએ 59 બોલમાં 76 રનની ઈનિંગ રમીને ભારતને 176 રન સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.
- જસપ્રીત બુમરાહેઃ સાઉથ આફ્રિકની જીત એક તબક્કે નિશ્ચિત લાગતી હતી ત્યારે બુમરાહે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 18 રન આપી 2 વિકેટ લીધી હતી.
- અર્શદીપ સિંહઃ અર્શદીપ સિંહે 4 ઓવરમાં 20 રન આપી માર્કરમ અને ડીકોકની વિકેટ લીધી હતી.
- હાર્દિક પંડ્યાઃ હાર્દિક પંડ્યાએ 3 ઓવરમાં 20 રન આપી 3 વિકેટ લીધી હતી. તેણે ભારત માટે ખતરનાક બની રહેલા ક્લાસેન, ડેવિડ મિલર સહિત રબાડાની વિકેટ ઝડપી હતી.
- અક્ષર પટેલઃ અક્ષર પટેલે બેટિંગમાં ધમાલ મચાવતા 31 બોલમાં 47 રન બનાવ્યા હતા. જે બાદ બોલિંગમાં 1 વિકેટ લીધી હતી. જોકે તે ખર્ચાળ સાબિત થયો હતો.
T20 વર્લ્ડકપ 2024ની ફાઈનલમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ફેંસલો કર્યો હતો. ભારતે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 176 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે 31 બોલમાં 4 છગ્ગાની મદદથી 47 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ ફાઇનલમાં ફોર્મ બતાવ્યું હતું અને 59 બોલમાં 76 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા 5 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.