Watch: આ બે લોકોના કારણે બન્યું કોહલીનું કેરિયર, વીડિયોમાં પોતે જ કર્યો ખુલાસો
Virat Kohli IPL 2024: વિરાટ કોહલીએ CSK સામેની મેચ પહેલા ખુલાસો કર્યો હતો કે સુરેશ રૈનાએ ટીમ ઈન્ડિયા માટે પોતાનું નામ આગળ કર્યું હતું. કોહલીએ આ સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી છે.
Virat Kohli IPL 2024: વિરાટ કોહલીએ IPLની સાથે સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ પોતાનું નામ બનાવ્યું છે. તે વિશ્વના ટોચના ખેલાડીઓની યાદીમાં સામેલ છે. કોહલીએ હાલમાં જ પોતાની કારકિર્દી વિશે એક રસપ્રદ ખુલાસો કર્યો છે. કોહલીએ કહ્યું કે સુરેશ રૈનાએ શરૂઆતમાં ટીમ ઈન્ડિયા માટે પોતાનું નામ આગળ કર્યું હતું. કોહલી ઓપનર તરીકે ટીમ ઈન્ડિયામાં ફિટ ન હતો. પરંતુ રૈનાના કારણે તેને તક મળી. તેણે પૂર્વ ચીફ સિલેક્ટર દિલીપ વેંગસરકરનું નામ પણ લીધું.
જિયો સિનેમા પર વાત કરતી વખતે કોહલીએ કહ્યું, 2008માં અમે ઓસ્ટ્રેલિયામાં ઇમર્જિંગ કપ રમી રહ્યા હતા. મને તે સમય હજુ પણ યાદ છે, તેણે (સુરેશ રૈના) મારા વિશે સાંભળ્યું જ હશે. તે ટુર્નામેન્ટની મધ્યમાં આવ્યો હતો. પહેલા બદ્રીનાથ સુકાની હતા અને ત્યારબાદ તેને (રૈના) કેપ્ટનશીપ મળી. પ્રવીણ આમરે અમારા કોચ હતા. પછી મને બહાર બેસાડવામાં આવ્યો. કારણ કે મેં પ્રથમ બે-ત્રણ મેચમાં પ્રદર્શન કર્યું ન હતું. પછી તેણે મારું નામ આગળ વધાર્યું. દિલીપ વેંગસાકર સર તે સમયે મુખ્ય પસંદગીકાર હતા.
Love how he never forgets giving credit to Dilip Vengsarkar, probably the only man who actually deserves the credit of picking out him. pic.twitter.com/1g8aYgB5ma
— ` (@3TimesPOTT) May 18, 2024
ટીમ ઈન્ડિયા ઈમર્જિંગ માટે કોહલીએ 120 રનની જોરદાર ઈનિંગ રમી હતી. તે આ મેચમાં અણનમ પરત ફર્યો હતો. મહત્વની વાત એ હતી કે કોહલી મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી રહ્યો હતો. પરંતુ તેણે ન્યૂઝીલેન્ડ ઇમર્જિંગ સામે ઓપનિંગ કરીને પોતાની જાતને સાબિત કરી બતાવી. આ પહેલા તે બે-ત્રણ મેચમાં સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. તમને જણાવી દઈએ કે કોહલીની IPL ટીમ RCB શનિવારે સાંજે CSK સામે ટકરાશે.આ બંને ટીમો માટે આ મેચ મહત્વની રહેશે. જો CSK જીતશે તો તે પ્લેઓફમાં પહોંચી જશે. જ્યારે RCBને આ મેચ મોટા માર્જિનથી જીતવી પડશે.
જો બેંગ્લુરું અને ચેન્નાઈ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ થશે તો તેનો ફાયદો CSKને મળશે. જો મેચ રદ થાય છે, તો બંને ટીમોને 1-1 પૉઈન્ટ મળશે. ચેન્નાઈના હાલ 14 પૉઈન્ટ છે. તે 1 પોઈન્ટ મેળવતા જ તેના 15 પોઈન્ટ થઈ જશે અને તે પ્લેઓફ માટે ક્વૉલિફાય થઈ જશે. જ્યારે RCB પાસે હાલમાં માત્ર 12 પોઈન્ટ છે.