Virat Kohli Record : કિંગ કોહલીની 'વિરાટ' ઈનિંગ, ચાર વન ડે મેચમાં મારી ત્રીજી સદી
વિરાટ કોહલીની નવ ડેની 46મી અને તેની કારકિર્દીની કુલ 74મી સદી છે. આ અગાઉની વન ડે મેચમાં પણ કોહલીએ સદી ફટકારી હતી. આમ વિરાટે કુલ ચાર વન ડે મેચમાં ત્રીજી સદી ફટકારી હતી.
Virat Kohli ODI Century : ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ આજે ફરી એકવાર સદી ફટકારી તેના ટીકાકારોને સણસણતો જવાબ આપ્યો છે. વિરાટ કોહલીએ માત્ર 85 બોલમાં શાનદાર સદી ફટકારી હતી. સદી પુરી કરવામાં કોહલીએ 10 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. વિરાટ કોહલીની નવ ડેની 46મી અને તેની કારકિર્દીની કુલ 74મી સદી છે. આ અગાઉની વન ડે મેચમાં પણ કોહલીએ સદી ફટકારી હતી.
ભારતીય ટીમના મુખ્ય બેટ્સમેન વિરાટ કોહલીએ ODI ક્રિકેટમાં પોતાની 46મી સદી ફટકારી છે. ચાર વનડેમાં આ તેની ત્રીજી સદી છે. આ પહેલા વિરાટે બાંગ્લાદેશ સામેની છેલ્લી વનડેમાં સદી ફટકારી હતી. તેણે શ્રીલંકા સામેની આ શ્રેણીની પ્રથમ મેચમાં પણ સદી ફટકારી હતી. ગત મેચમાં તે માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટે કુલ ચાર વન ડે મેચમાં ત્રીજી સદી ફટકારી હતી. આ સાથે જ વિરાટ કોહલી તેના અગાઉના ફોર્મમાં પાછો ફર્યો છે.
શ્રીલંકા સામે 10મી સદી
શ્રીલંકા વિરૂદ્ધ વનડે ક્રિકેટમાં વિરાટ કોહલીની આ 10મી સદી છે. તે એક જ ટીમ સામે સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી પણ બની ગયો છે. વિરાટે વેસ્ટ ઈન્ડિઝ સામે 9 અને સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયા સામે 9 રન બનાવ્યા છે. રોહિત શર્માના આઉટ થયા બાદ ક્રિઝ પર આવેલા વિરાટે શરૂઆતથી જ શ્રીલંકાના બોલરોને દબાણમાં મૂકી દીધા હતા. તેણે 48 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. તેણે આગામી 50 રન બનાવવા માટે 37 બોલનો સામનો કર્યો હતો.
અડધાથી વધુ રન બનાવ્યા
વિરાટ કોહલીએ સદીમાં અડધાથી વધુ રન બનાવ્યા હતા. તેણે 10 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી. મતલબ બાઉન્ડ્રીથી માત્ર 46 રન જ આવ્યા હતા. ગિલ સાથે વિરાટે બીજી વિકેટ માટે 131 રનની ભાગીદારી કરી હતી.
શુભમન ગિલે પણ ફટકારી સદી
આ અગાઉ નવોદિત ખેલાડી શુભમન ગિલે શ્રીલંકા સામેની ત્રીજી અને અંતિમ ODIમાં પોતાની ODI કારકિર્દીની બીજી સદી ફટકારી હતી. જમણેરી બેટ્સમેને પહેલા કેપ્ટન રોહિત શર્મા સાથે સકારાત્મક શરૂઆત કરી હતી અને ત્યાર બાદ સેટ થઈ મેદાનના દરેક ખૂણે શોટ સાથે સદી ફટકારી હતી. આ સદી દરમિયાન તેણે માત્ર 89 બોલમાં 11 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તે 97 બોલમાં 116 રન બનાવીને આઉટ થયો હતો. શુભમનની આ સદી બાદ હવે બેવડી સદી ફટકારવા છતાં બહાર બેઠેલા ઈશાન કિશનની રાહ વધી શકે છે.