પોતાની 100મી ટેસ્ટની તૈયારીમાં લાગ્યો વિરાટ, PCA પણ યાદગાર બનાવશે આ ટેસ્ટ મેચ, જૂઓ વીડિયો
શ્રીલંકા સામે ટી-20 સીરીઝમાં જીત બાદ હવે ટીમ ઈંડિયાની નજર શ્રીલંકા સામે યોજાનારી ટેસ્ટ સીરીઝ જીતવા પર છે. જેને લઈને ટીમ ઈંડિયાએ પોતાની તૈયારીઓ શરુ કરી દીધી છે.
IND vs SL 1st Test: શ્રીલંકા સામે ટી-20 સીરીઝમાં જીત બાદ હવે ટીમ ઈંડિયાની નજર શ્રીલંકા સામે યોજાનારી ટેસ્ટ સીરીઝ જીતવા પર છે. જેને લઈને ટીમ ઈંડિયાએ પોતાની તૈયારીઓ શરુ કરી દીધી છે. શ્રીલંકા સામે ટી-20 સીરીઝમાં ના રમેલા ભારતીય ખેલાડીઓએ રવિવારે મોહાલીના આઈસ બિંદ્રા સ્ટેડિયમમાં પોતાની પ્રેક્ટિસ શરુ કરી છે. 4 માર્ચના રોજ આ સ્ટેડિયમમાં ભારત-શ્રીલંકા વચ્ચે પહેલી ટેસ્ટ મેચર રમાશે.
પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સહિત ઋષભ પંત, હનુમા વિહારી, જયંત યાદવ, ઉમેશ યાદવ, કેએસ ભરત, સૌરભ કુમાર અને આર. અશ્વિન મોહાલી પહોંચી ગયા છે. રવિવારે સાંજે આ ખેલાડીઓએ આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતા નજરે પડ્યા હતા.
વિરાટની 100મી ટેસ્ટઃ
મોહાલીમાં રમાનાર ટેસ્ટ મેચ વિરાટ કોહલીની કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ છે. વિરાટ કોહલી પોતાની ટેસ્ટને યાદગાર બનાવવાનો પ્રયાસ કરશે. શક્ય છે કે, લાંબા સમયથી સદી ફટકારી ન શકનાર વિરાટ આ 100મી ટેસ્ટમાં સદી ફટકારી શકે છે. વિરાટે રવિવારે આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં જોરદાર પ્રેક્ટિસ કરી હતી. પહેલા તે દોડ્યો હતો અને પછી નેટ પ્રેક્ટિસ કરી હતી. એક ક્રિકેટ ફેન્સે સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીનો મેદાનમાં દોડતો વીડિયો પણ શેર કર્યો છે.
VIRAT KOHILI JOIN THE INDIA CAMP IN MOHALI AHEAD OF HIS 100th TEST #ViratKohli𓃵 pic.twitter.com/igIZu4SCoP
— Pintu (@McPintu) February 27, 2022
પંજાબ ક્રિકેટ એસોસિએશન કરશે વિરાટનું સન્માનઃ
વિરાટની 100મી ટેસ્ટ માટે પંજાબ ક્રિકેટ એસોસિએશન (PCA) પણ તૈયારીમાં લાગ્યું છે. આ ટેસ્ટમાં દર્શકોને અન્ટ્રી નહી મળે, તેમ છતાં PCA વિરાટની આ ઉપલબ્ધીને યાદગાર બનાવવા કોઈ કસર છોડવા નથી માંગતું. PCA આ મેચમાં વિરાટનું એક મોટું બિલબોર્ડ સ્ટેડિયમમાં લગાવશે. આ સાથે ટેસ્ટ મેચ શરુ થતા પહેલાં વિરાટને સન્માનિત પણ કરશે.