ભારતમાં ચેમ્પિયન્સ ટ્રોફી લાઈવ જોવી હોય તો Jiostar લેશે આટલા પૈસા; જાણો સૌથી સસ્તો સબ્સ્ક્રિપ્શન પ્લાન શું છે
ભારતીય દર્શકો માટે આંચકો, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 હવે JioCinema પર મફતમાં નહીં; 149 રૂપિયાથી શરૂ થતા સબસ્ક્રિપ્શન પ્લાન જુઓ.

Champions Trophy 2025 live streaming: ક્રિકેટ ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. હવે ભારતમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની મેચો મફતમાં જોવા મળશે નહીં. JioCinema અને Disney+ Hotstar ના મર્જર પછી લોન્ચ થયેલી નવી એપ્લિકેશન JioStar પર હવે સબસ્ક્રિપ્શન લેવું પડશે. એટલે કે, ભારતીય દર્શકોને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી લાઇવ જોવા માટે પૈસા ખર્ચવા પડશે.
JioStar એ ચેમ્પિયન્સ ટ્રોફી માટે પોતાના સબસ્ક્રિપ્શન પ્લાન જાહેર કર્યા છે. એન્ડ્રોઇડ યુઝર્સને JioStar પર લાઇવ મેચ જોવા માટે સબસ્ક્રિપ્શન લેવું પડશે.
સૌથી સસ્તો પ્લાન 149 રૂપિયાનો
JioStar એપ્લિકેશન પર ઉપલબ્ધ કન્ટેન્ટ જોવા માટે તમારે સબસ્ક્રિપ્શન પ્લાન ખરીદવો પડશે. સૌથી સસ્તો પ્લાન 149 રૂપિયાનો છે, જે 3 મહિના માટે વેલિડ રહેશે. આ પ્લાનમાં, યુઝર્સ ફક્ત એક જ ડિવાઈસ પર લોગીન કરી શકશે. એક વર્ષના સબસ્ક્રિપ્શન માટે 499 રૂપિયાનો પ્લાન પણ ઉપલબ્ધ છે, જેમાં પણ એક જ ડિવાઈસ પર લોગીન કરી શકાશે.
પ્રીમિયમ પ્લાન સૌથી મોંઘો છે, જેની કિંમત 1499 રૂપિયા વાર્ષિક છે. પ્રીમિયમ સબસ્ક્રિપ્શન લેવાથી, યુઝર્સ એક સાથે 4 ડિવાઈસ પર લોગીન કરી શકે છે અને જાહેરાત વિના કન્ટેન્ટ માણી શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો ફક્ત JioStar પર જ લાઈવ સ્ટ્રીમ થશે, અને મફતમાં જોવા માટેનો વિકલ્પ હવે ઉપલબ્ધ રહેશે નહીં.
JioCinema એ મફત સ્ટ્રીમિંગ બંધ કર્યું
ઉલ્લેખનીય છે કે, JioCinema એ વર્ષ 2023માં IPL ના લાઇવ સ્ટ્રીમિંગ રાઇટ્સ 23,758 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. શરૂઆતના બે વર્ષ સુધી, JioCinema પર IPL મેચો મફતમાં જોવા મળી હતી. પરંતુ હવે, Disney સાથે ભાગીદારી કર્યા પછી, Jio એ લાઇવ સ્ટ્રીમિંગ માટે પૈસા લેવાનું શરૂ કર્યું છે. આ ડીલ પાંચ વર્ષ માટે કરવામાં આવી છે, જે 2028 સુધી ચાલશે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સામેલ ટીમો
ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા.
ચેમ્પિયન્સ ટ્રોફી કયા ફોર્મેટમાં રમાશે?
ચેમ્પિયન્સ ટ્રોફી ODI ફોર્મેટ (50-50 ઓવર)માં રમાય છે.
ભારતમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં થશે?
ચેમ્પિયન્સ ટ્રોફીનું ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ભારતમાં ક્યાં લાઈવ સ્ટ્રીમ થશે?
ડિઝની પ્લસ હોટસ્ટાર પર ચેમ્પિયન્સ ટ્રોફીની તમામ મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ થશે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સ્થળો
ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાન પાકિસ્તાન છે, પરંતુ બીસીસીઆઈએ સુરક્ષા કારણોસર પોતાની ટીમને પાકિસ્તાન નહીં મોકલવાનો નિર્ણય કર્યો છે. ભારત તેની તમામ મેચ દુબઈમાં રમશે, જો ભારત ફાઇનલમાં નહીં પહોંચે તો ટાઈટલ મેચ લાહોર (ગદ્દાફી સ્ટેડિયમ)માં રમાશે. જો ભારત ફાઈનલમાં જશે તો ફાઈનલ મેચ દુબઈમાં રમાશે.
આ પણ વાંચો....
આવતીકાલથી શરૂ થશે WPL 2025: જાણો ક્યાં અને કેવી રીતે મફતમાં લાઈવ જોવા મળશે

