MS Dhoni India vs New Zealand: મહેન્દ્રસિંહ ધોનીની ફરી ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં એન્ટ્રી, પ્લેયર્સને આપી સરપ્રાઇઝ, જુઓ VIDEO
હવે ટી-20 સીરિઝની શરૂઆત માટે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો રાંચી પહોંચી ગઈ છે
MS Dhoni India vs New Zealand: હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ત્રણ મેચની T20 શ્રેણી રમશે. આ શ્રેણીની પ્રથમ T20 મેચ 27 જાન્યુઆરીએ રાંચીમાં રમાશે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે તાજેતરમાં જ ઘરઆંગણે ત્રણ મેચની વનડે શ્રેણીમાં ન્યૂઝીલેન્ડને 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું.
Look who came visiting at training today in Ranchi - the great @msdhoni! 😊#TeamIndia | #INDvNZ pic.twitter.com/antqqYisOh
— BCCI (@BCCI) January 26, 2023
પરંતુ હવે ટી-20 સીરિઝની શરૂઆત માટે ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમો રાંચી પહોંચી ગઈ છે. અહીં બંને ટીમોએ ઘણી નેટ પ્રેક્ટિસ કરી હતી. પરંતુ આ દરમિયાન વર્લ્ડકપ વિજેતા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ તમામ ખેલાડીઓને ચોંકાવી દીધા હતા.
Secret behind jersey number 🤔
— BCCI (@BCCI) January 26, 2023
Getting the legendary @msdhoni's autograph ✍️
Favourite cuisine 🍱
Get to know @ishankishan51 ahead of #INDvNZ T20I opener in Ranchi 👌🏻👌🏻#TeamIndia pic.twitter.com/neltBDKyiI
વાસ્તવમાં આ પ્રથમ T20 મેચ રાંચીમાં રમાઈ રહી છે, જે ધોનીનું ઘર છે. જ્યારે ટીમ ઈન્ડિયા અહીં પહોંચી તો ધોની પણ તરત જ મેદાન પર પહોંચી ગયો અને ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં પ્રવેશ કર્યો હતો. ધોનીને જોઈને ભારતીય ખેલાડીઓ ખૂબ જ ખુશ અને આશ્ચર્યચકિત થઈ ગયા. બધાએ ધોનીને ઘેરી લીધો અને તેની સાથે મજાક કરવા લાગ્યા. આ દરમિયાન ધોની નારિયેળ પાણી પીતો જોવા મળ્યો હતો.
Hello Ranchi 👋
— BCCI (@BCCI) January 25, 2023
We are here for the #INDvNZ T20I series opener 👏 👏#TeamIndia | @mastercardindia pic.twitter.com/iJ4uSi8Syv
ખેલાડીઓ સાથે ધોનીએ કરી વાત
બીસીસીઆઈએ ખુદ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં ધોનીની એન્ટ્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવ ધોની સાથે વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે રાંચી ઈશાનનું હોમ ગ્રાઉન્ડ પણ છે.
ધોનીને જોઈને બાકીનો સ્ટાફ પણ તરત જ આવી ગયો અને હાથ મિલાવીને તેની સાથે વાત કરવા લાગ્યો. આ દરમિયાન કેટલાક યુવા ખેલાડીઓએ પણ ધોની સાથે વાત કરી હતી. વીડિયોના અંતમાં વોશિંગ્ટન સુંદર પણ ધોની સાથે વાત કરતો જોવા મળ્યો હતો.