Watch: સદી પર પૂજારાથી વધુ ખુશ થયો વિરાટ કોહલી, આ રીતે મનાવ્યો જશ્ન, વીડિયો વાયરલ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં ચેતેશ્વર પૂજારાએ સદી ફટકારી હતી. પૂજારાની ટેસ્ટ કરિયરની આ સૌથી ઝડપી સદી હતી.
Virat Kohli's celebration: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં ચેતેશ્વર પૂજારાએ સદી ફટકારી હતી. પૂજારાની ટેસ્ટ કરિયરની આ સૌથી ઝડપી સદી હતી. તેણે 130 બોલમાં 102 રનની ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં કુલ 13 ચોગ્ગા સામેલ હતા. પૂજારાએ 2019 પછી ટેસ્ટમાં સદી ફટકારી હતી. જ્યારે પુજારાએ સદી પૂરી કરી ત્યારે વિરાટ કોહલી તેની સાથે ક્રીઝ પર હાજર હતો. સદી પૂરી કર્યા બાદ વિરાટ કોહલીએ પૂજારા પહેલા જશ્ન મનાવવાનું શરૂ કર્યું હતું. કોહલી અને પુજારાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
પૂજારા કરતાં કોહલી વધુ ખુશ
કિંગ કોહલી ભારતીય ટીમનો એવો ખેલાડી છે, જે પોતાની સદી સિવાય બીજા ખેલાડીની સદી પર ખૂબ જ ઉજવણી કરે છે. કોહલી પણ બેટ્સમેન સદી ફટકારે તે પહેલા જ જશ્ન મનાવવા લાગે છે. આ વખતે કોહલીએ પૂજારા સાથે પણ એવું જ કર્યું. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાઉન્ડ્રી ફટકાર્યા બાદ કોહલી પૂજારા પહેલા જ તેની સદીની ઉજવણી કરવાનું શરૂ કરે છે. કોહલી પછી પૂજારાએ હેલ્મેટ ઉતારીને અને બેટને હવામાં ઉંચકીને સદીની ઉજવણી કરી હતી.
કિંગ કોહલીની આ સ્ટાઇલ જૂની છે
આ પહેલીવાર નથી જ્યારે વિરાટ કોહલીએ બીજા ખેલાડીની સદીની ઉજવણી કરી હોય. આ પહેલા બાંગ્લાદેશ સામે રમાયેલી ODI સિરીઝમાં તેણે ઈશાન કિશનની બેવડી સદીની આ જ રીતે ઉજવણી કરી હતી. ઈશાનની બેવડી સદી બાદ કોહલીએ તેની પહેલા જ જશ્ન મનાવવાનું શરૂ કરી દીધું હતું. ઈશાન તેની બેવડી સદી માટે સિંગલ લેવા દોડ્યો કે તરત જ નોન-સ્ટ્રાઈકર છેડે રહેલા વિરાટ કોહલીએ હવામાં હાથ ઊંચો કરીને ઉજવણી કરવાનું શરૂ કરી દીધું હતું.
Virat Kohli the most selfless player ever pic.twitter.com/973w4KXT6S
— leishaa ✨ (@katyxkohli17) December 16, 2022
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટની બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ 258 રન બનાવીને દાવ ડિકલેર કરી દીધો છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાને બાંગ્લાદેશ પર 512 રનની મોટી લીડ છે. ભારત તરફથી બીજા દાવમાં શુભમન ગિલ અને ચેતેશ્વર પૂજારાએ શાનદાર બેટિંગ કરી હતી. બીજા દાવમાં ગિલે 152 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 110 અને પૂજારાએ 130 બોલમાં 13 ચોગ્ગાની મદદથી અણનમ 102 રન બનાવ્યા હતા.