IND vs BAN: આજે મેચમાં વરસાદ પડશે ? હવામાન વિભાગે આપી આવી જાણકારી
આજે બન્ને દેશો વચ્ચે બીજી વનડે પહેલા એક મોટો સવાલ ઉઠી રહ્યો છે કે, શું મેચમાં વરસાદ પડશે કે નહીં ?
India vs Bangladesh Weather Report: બુધવારે 7 ડિેસેમ્બરે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી વનડે મેચ રમાશે, ભારતીય ટીમ અત્યારે બાંગ્લાદેશ પ્રવાસે છે, અને અહીં યજમાન દેશ સામે હાલમાં ત્રણ મેચોની વનડે સીરીઝ રમી રહી છે. આજની મેચ ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાશે, સીરીઝની પહેલી મેચમાં ભારતીય ટીમને 1 વિકેટથી બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
આજે બન્ને દેશો વચ્ચે બીજી વનડે પહેલા એક મોટો સવાલ ઉઠી રહ્યો છે કે, શું મેચમાં વરસાદ પડશે કે નહીં ? કેમ કે હાલમાં ઢાકાના વાતાવરણને લઇને જુદાજુદા અનુમાનો સામે આવી રહ્યાં છે, જાણો શું હવામાન રિપોર્ટ
કેવી રહેશે હવામાન -
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે સીરીઝની બીજી વનડે મેચ ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા હવામાન વિભાગે મોટી જાણકારી આપી છે, ખરેખરમાં, હવામાન વિભાગે બતાવ્યું છે કે મેચ દરમિયાન ઢાકામાં વરસાદ પડવાની બિલકુલ સંભાવના નથી. વળી, બુધવારે અહીં તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહી શકે છે. આ તાપમાન ક્રિકેટની રમત માટે શાનદાર ગણી શકાય.
Smiles on 😃
— BCCI (@BCCI) December 6, 2022
Here's wishing @SDhawan25 & @ShreyasIyer15 a very happy birthday.#TeamIndia pic.twitter.com/rfjHr9F9rZ
વનડે સીરીઝ માટે બન્ને ટીમોની ફૂલ સ્ક્વૉડ -
ભારતની વનડે ટીમ -
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વૉશિંગટન સુંદર, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર, યશ દલાલ.
બાંગ્લાદેશની વનડે ટીમ -
નજમૂલ હુસૈન શાન્તિ, યાસિર અલી, આસિફ હુસેન, મહામુદ્દુલ્લાહ રિયાદ, મેહન્દી હસન, શાકિબ અલ હસન, અનામુલ હક (વિકેટકીપર), લિટન દાસ (કેપ્ટન, વિકેટકીપર), મુશફિકૂર રહીમ (વિકેટકીપર), નુરુલ હસન (વિકેટકીપર), ઇબાદત હુસેન, હસન મહેમૂદ, મુસ્તફિજૂર રહેમાન, નાસમ અહેમદ, તસ્કીન અહેમદ.
ઋષભ પંત બાંગ્લાદેશ સામેની વન-ડે સીરિઝમાંથી કેમ થયો બહાર? BCCIએ આપ્યું કારણ
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ વન-ડે મેચ ઢાકાના શેર-એ બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ પહેલા ભારતીય કેમ્પમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત આ વન-ડે સીરીઝની ત્રણેય મેચમાંથી બહાર થઈ ગયો છે. સ્પિનર અક્ષર પટેલ પણ પ્રથમ મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ ન હતો.
બીસીસીઆઈએ પ્રેસ રિલીઝ જાહેર કરીને આ અંગે અપડેટ આપી છે. જોકે, ઋષભ પંતનું સીરિઝમાંથી બહાર થવાનુ સંપૂર્ણ કારણ સ્પષ્ટ નથી. પરંતુ બીસીસીઆઈએ નિશ્ચિતપણે કહ્યું છે કે તેને મેડિકલ ટીમની સલાહ પર મુક્ત કરવામાં આવ્યો છે. પંતના આઉટ થવાને કારણે કેએલ રાહુલને પ્રથમ વનડેમાં વિકેટકીપિંગની જવાબદારી મળી છે.
પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, 'BCCIની મેડિકલ ટીમ સાથે ચર્ચા કર્યા બાદ પંતને ODI ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. તે ટેસ્ટ શ્રેણી પહેલા ટીમ સાથે જોડાશે. તેમના બદલે અન્ય કોઇ ખેલાડીને સામેલ કરવાની કોઇ માંગ કરવાની નહોતી. અક્ષર પટેલ પ્રથમ વનડે માટે પસંદગી માટે ઉપલબ્ધ નહોતો.